Related Questions

દુઃખ ખરેખર શું છે?

દુઃખ કોને કહેવાય ? આ શરીરને ભૂખ લાગે ત્યાર પછી ખાવાનું આઠ કલાક-બાર કલાકમાં ના મળે ત્યારે દુઃખ ગણાય. તરસ લાગ્યા પછી બે-ત્રણ કલાકમાં પાણી ના મળે તો એ દુઃખ જેવું લાગે. સંડાસ લાગ્યા પછી સંડાસમાં જવા ના દે, તો પછી એને દુઃખ થાય કે ના થાય ? સંડાસ કરતાં ય આ મૂતરડીઓ છે તે બધી બંધ કરી દે ને, તો માણસો બધાં બૂમાબૂમ કરી મેલે. આ મૂતરડીઓનું તો મહાન દુઃખ છે લોકોને. આ બધાં દુઃખને દુઃખ કહેવાય.

પ્રશ્નકર્તા : આ બધું બરાબર છે, પણ અત્યારે સંસારમાં જોઇએ તો દસમાંથી નવ જણાને દુઃખ છે.

દાદાશ્રી : દસમાંથી નવ નહીં, હજારમાં બે જણ સુખી હશે, કંઇક શાંતિમાં હશે. બાકી બધું રાતદહાડો બળ્યા જ કરે છે. શક્કરિયાં ભરહાડમાં મૂક્યાં હોય તો કેટલી બાજુ બફાયા કરે ?

પ્રશ્નકર્તા : આ દુઃખ જે કાયમ છે એમાંથી ફાયદો કેમનો ઉઠાવવાનો ?

દાદાશ્રી : આ દુઃખને વિચારવા માંડે તો દુઃખ જેવું નહીં લાગે. દુઃખનું જો યથાર્થ પ્રતિક્રમણ કરશો તો દુઃખ જેવું નહીં લાગે. આ વગર વિચારે ઠોકમઠોક કર્યું છે કે આ દુઃખ છે, આ દુઃખ છે ! એમ માનો ને, કે તમારે ત્યાં બહુ વખતના જૂના સોફાસેટ છે. હવે તમારા મિત્રને ઘેર સોફાસેટ હોય જ નહીં એટલે તે આજે એ નવી જાતના સોફાસેટ લાવ્યા. એ તમારા 'વાઇફ' જોઇ આવ્યાં. પછી ઘેર આવીને કહે કે, 'તમારા ભાઇબંધને ઘેર કેવા સરસ સોફાસેટ છે ! ને આપણે ત્યાં ખરાબ થઇ ગયા છે.' તે આ દુઃખ આવ્યું !!! ઘરમાં દુઃખ નહોતું તે જોવા ગયા ત્યાંથી દુઃખ લઇને આવ્યા ! 

તમે બંગલો બાંધ્યો ના હોય ને તમારા ભાઇબંધે બંગલો બાંધ્યો ને તમારાં 'વાઇફ' ત્યાં જાય, જુએ ને કહે કે, 'કેવો સરસ બંગલો તેમણે બાંધ્યો ! અને આપણે તો બંગલા વગરનાં !' એ દુઃખ આવ્યું !!! એટલે આ બધાં દુઃખો ઊભાં કરેલાં છે.

હું ન્યાયાધીશ હોઉં તો બધાંને સુખી કરીને સજા કરું. કોઇને એના ગુના માટે સજા કરવાની આવે તો પહેલાં તો હું એને પાંચ વર્ષથી ઓછી સજા થાય એવું નથી એવી વાત કરું. પછી વકીલ ઓછાં કરવાનું કહે ત્યારે ૪ વર્ષ, પછી ૩ વર્ષ, ૨ વર્ષ એમ કરતાં કરતાં છેલ્લે છ મહિનાની સજા કરું. આથી પેલો જેલમાં તો જાય અને સુખી થાય. મનમાં રાજી થાય કે છ મહિનામા પત્યું, આ તો માન્યતાનું જ દુઃખ છે. જો તેને પહેલી જ છ મહિનાની સજા થશે એમ કહેવામાં આવે તો એને એ બહુ લાગે. 

Related Questions
 1. દુઃખ ખરેખર શું છે?
 2. બાળકોની સાથે કેવી રીતે વ્યવહાર કરવો?
 3. આપણા શબ્દો બાળકોને દુઃખી કરે છે....તો બાળકો સાથે કેવી રીતે વર્તવું?
 4. બાળકોને સુધારવા માટે તેમને કેવી રીતે ઠપકો આપવો કે ટૈડકાવવા?
 5. મારે મારી પત્ની સાથે ખૂબ મોટો ઝઘડો થઈ ગયો છે, તો તેમાં કોની ભૂલ છે?
 6. સામો માણસ સામેથી ઝઘડવા માટે જ આવે તો મારે શું કરવું જોઈએ?
 7. સ્ત્રી અને પુરુષ વચ્ચેનાં મતભેદ નો છેલ્લો ઉપાય શો છે?
 8. મતભેદને કેવી રીતે ઉકેલી શકાય?
 9. હું વિરોધી વિચારશ્રેણી વાળા પતિ અથવા પત્ની સાથે વ્યવહાર કેવી રીતે કરું?
 10. મતભેદ ઉકેલવામાં ખરા હૃદયપૂર્વકની ભાવનાનું શું મહત્વ છે?
 11. જીવનનો ધ્યેય શું હોવો જોઈએ?
 12. આદર્શ ધંધો કોને કહેવાય? અને તેની મર્યાદા શું છે?
 13. ધંધાના જોખમોથી ચેતો, પરંતુ નિર્ભય રહીને.
 14. આજકાલ જો વ્યક્તિ પ્રામાણિકતાથી ધંધો કરવા જાય તો, તેને ખોટ જાય એવું શા માટે?
 15. મને મારા ધંધાની બહુ ચિંતા થાય છે. આ ચિંતા બંધ કેવી રીતે થાય?
 16. ગ્રાહકો નહી તો ધંધો નહી, તો મારે શું કરવું જોઈએ?
 17. અમારી પાસે પૈસા ઘણા છે પરંતુ ઘરે શાંતિ નથી?
 18. દેવું ચૂકવવાની દાનતમાં ચોખ્ખા રહો.
 19. સત્તાનો દુરુપયોગ કેટલો જોખમી છે?
 20. ‘અન્ડરહેન્ડ’નું રક્ષણ શા માટે કરવાનું?
×
Share on