અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો11 ડિસેમ્બર |
10 ડિસેમ્બર | to | 12 ડિસેમ્બર |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોપ્રશ્નકર્તા : કયો ધ્યેય હોવો જોઈએ માણસનો ?
દાદાશ્રી : મોક્ષે જવાનો જ ! એ જ ધ્યેય હોવો જોઈએ. તમારે ય મોક્ષે જ જવું છે ને ? ક્યાં સુધી ભટકવું ? અનંત અવતારથી ભટક ભટક.... કંઈ ભટકવામાં બાકી જ નથી રાખ્યું ને ! જાનવરગતિમાં, મનુષ્યગતિમાં, દેવગતિમાં, બધે ભટક ભટક ભટક જ કર્યુ છે. શાથી ભટકવાનું થયું ? કારણ કે 'હું કોણ છું' તે જ ના જાણ્યું. પોતાના સ્વરૂપને જ જાણ્યું નથી. પોતાનું સ્વરૂપ જાણવું જોઈએ. 'પોતે કોણ છે' એ ના જાણવું જોઈએ ? આટલું બધું ફર્યા તો ય ના જાણ્યું તમે ? એકલા પૈસા કમાવા પાછળ પડ્યા છો ? મોક્ષનું ય થોડુઘણું કરવું જોઈએ કે ના કરવું જોઈએ ?
પ્રશ્નકર્તા : કરવું જોઈએ.
દાદાશ્રી : એટલે સ્વતંત્ર થવાની જરૂર છે ને ? આમ પરવશ ક્યાં સુધી રહેવું ?
પ્રશ્નકર્તા : સ્વતંત્ર થવાની જરૂર નથી, પણ સ્વતંત્ર થવાની સમજની જરૂર છે એવું હું માનું છું.
દાદાશ્રી : હા, એ સમજની જ જરૂર છે. એ સમજ આપણે જાણીએ એટલે બહુ થઈ ગયું. ભલે સ્વતંત્ર ના થવાય, સ્વતંત્ર થવાય કે ના થવાય એ પછીની વાત છે. તો પણ સમજની જરૂર ખરી ને ? પહેલાં સમજ હાથમાં આવી ગઈ એટલે બહુ થઈ ગયું.
subscribe your email for our latest news and events