Related Questions

પુષ્ટિ માર્ગનો હેતુ શું હતો? શ્રીકૃષ્ણ ભગવાન શા માટે નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાયા?

પુષ્ટિમાર્ગ શું છે?

વલ્લભાચાર્યે પુષ્ટિમાર્ગ કાઢ્યો. પાંચસો વર્ષ ઉપર જ્યારે મુસલમાનોનો બહુ કેર હતો, આપણી સ્ત્રીઓ મંદિરમાં કે બહાર ક્યાંય નીકળી નહોતી શકતી, હિન્દુ-ધર્મ ખલાસ થવાની અણી પર આવ્યો ત્યારે વલ્લભાચાર્યે કાળને અનુરૂપ પડતા ધર્મને પુષ્ટિ આપી, તે ઘેર બેઠા ભક્તિ કરાય એવો માર્ગ આપ્યો, પણ તે ધર્મ તે કાળ પૂરતો જ હતો. માટે પાંચસો વર્ષ સુધી જ રહેશે એમ તેઓ જાતે જ કહી ગયા, તે આજે તે પૂરા થાય છે. હવે આત્મધર્મ પ્રકાશમાં આવશે. કવિરાજે ગાયું છે જ ને,

'મુરલીના પડઘે ઝૂમી જમુના બોલી

શ્રીકૃષ્ણના પ્રકાશક આવી ગયા છે' - નવનીત

કૃષ્ણ તો ગજબના પુરુષ થઈ ગયા, વાસુદેવ હતા અને આવતી ચોવીશીમાં તીર્થંકર થશે. કૃષ્ણ તો નૈષ્ઠિક બ્રહ્મચારી હતા.

પ્રશ્નકર્તા: નૈષ્ઠિક બ્રહ્મચારી એટલે શું?

દાદાશ્રી: જેના ભાવમાં નિરંતર બ્રહ્મચર્યની જ નિષ્ઠા છે એ નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય! ડિસ્ચાર્જ થતું અબ્રહ્મચર્ય છે અને ચાર્જ થઈ રહ્યું છે અખંડ બ્રહ્મચર્ય! કૃષ્ણ ભગવાનને સોળ હજાર રાણીઓ હતી, છતાં તે નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. આ કેવી રીતે તે તમને સમજ પાડું. એક માણસ ચોરી કરે છે, પણ મહીં નિરંતર ભાવમાં રમ્યા કરે છે કે, 'ચોરી નથી કરવી', તો એ નૈષ્ઠિક અચૌર્ય કહેવાય. 'શું ચાર્જ થઈ રહ્યું છે' તે એનો હિસાબ છે! એક માણસ દાન આપે છે અને મનમાં હોય કે, 'આ લોકોનું આમ પડાવી લઉં', તો એ દાન ગણાતું નથી. આ ઈન્દ્રિયોથી જે પ્રત્યક્ષ દેખાય નવું બાંધવા માટે ગણાતું નથી, પણ મહીં નવો હિસાબ શું બાંધી રહ્યો છે, જે ચાર્જ થાય છે, તે ગણાય!

પ્રશ્નકર્તા: તો પછી કૃષ્ણ ભગવાનને ચારિત્રવાન કેમ કહ્યા છે?

દાદાશ્રી: એ નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. ઊલટું, એમના ચારિત્ર્યને દુષ્ચારિત્ર્ય કહી વગોણું થયું છે. કૃષ્ણ તો વાસુદેવ હતા. વાસુદેવ એટલે શું કે બધી ચીજના ભોક્તા, પણ મોક્ષના અધિકારી હોય, ગજબના પુરુષ હોય!

Related Questions
  1. ભગવદ્ ગીતાનો સાર શું છે?
  2. સંન્યાસ અને નિષ્કામ કર્મ એટલે શું?
  3. સ્થિતપ્રજ્ઞ એટલે શું?
  4. અનાસક્ત યોગ કઈ રીતે સાધી શકાય?
  5. પરધર્મ ભયાવહ એટલે શું?
  6. બ્રહ્મસંબંધ કોને કહેવાય?
  7. ત્રિગુણાત્મક પ્રકૃતિ વિશે ભગવદ્ ગીતામાં શું કહ્યું છે?
  8. ગીતામાં કયા ચાર પ્રકારના ભક્તોની વાત કરી છે?
  9. અર્જુને વિરાટદર્શનમાં શું જોયું હતું?
  10. ભગવદ્ ગીતા મુજબ જગત કોણ ચલાવે છે?
  11. ૐ નમો ભગવતે વાસુદેવાયનો અર્થ શું છે? વાસુદેવના ગુણો શું હોય? ભગવાન કૃષ્ણને શા માટે વાસુદેવ કહેવાય છે?
  12. ગોવર્ધન પર્વતને ટચલી આંગળીએ ઊંચકવાની વાત સત્ય કે દંતકથા?
  13. ઠાકોરજીની પૂજા (ભક્તિ) કેવી રીતે કરવી?
  14. પુષ્ટિ માર્ગનો હેતુ શું હતો? શ્રીકૃષ્ણ ભગવાન શા માટે નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાયા?
  15. કૃષ્ણ ભગવાનનો સાચો ભક્ત કોણ છે? ખરા કૃષ્ણ કે યોગેશ્વર કૃષ્ણ કોણ છે?
  16. ભગવાન કૃષ્ણ વિશેની હકીકત અને દંતકથાઓ.
×
Share on