Related Questions

ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને નિષ્કામ કર્મનો અર્થ શું સમજાવ્યો છે?

યથાર્થ નિષ્કામ કર્મ

પ્રશ્નકર્તા: નિષ્કામ કર્મમાં કેમ કરીને કર્મ બંધાય?

દાદાશ્રી: 'હું ચંદુભાઈ છું' કરીને નિષ્કામ કર્મ કરવા જાઓ એટલે 'બંધ' જ છે. નિષ્કામ કર્મ કરવાથી આ સંસાર સારી રીતે ચાલે. ખરી રીતે નિષ્કામ કર્મ 'પોતે કોણ છે' એ નક્કી થયા સિવાય થઈ જ ના શકે. જ્યાં સુધી ક્રોધ-માન-માયા-લોભ હોય ત્યાં સુધી નિષ્કામ કર્મ શી રીતે થઈ શકે?

પોતે જ માને છે કે 'આ હું નિષ્કામ કર્મ કરું છું.' તેમાં ખરી રીતે એનો કર્તા બીજો જ છે. જે જે જાતની ક્રિયા થાય છે એ બધું 'ડિસ્ચાર્જ' છે. 'હું નિષ્કામ કર્મ કરું છું' એવું માને છે, એ જ બધું બંધન છે. નિષ્કામ કર્મનો કર્તા છે ત્યાં સુધી બંધન છે.

એ નિષ્કામ કર્મ કોને કહેવાય? આપણા ઘરની આવક આવે છે. જમીનની આવે છે, તે ઉપરાંત આ છાપખાનું કરાવ્યું એમાંથી મળશે. આમ બાર મહિને વીસ-પચ્ચીસ હજાર મળે એવું ધારીને કરવા જઈએ ને પછી પાંચ હજાર મળ્યા તો વીસ હજાર ખોટ ગઈ લાગે. અને ધારણા જ ના બાંધી હોય તો? નિષ્કામ કર્મ એટલે એના આગળના પરિણામ ધાર્યા વગર કર્યે જાવ. કૃષ્ણ ભગવાને બહુ સુંદર વસ્તુ આપી છે, પણ કોઈથી એ બની શકે નહીં ને! માણસનું ગજુ નહીં ને! આ નિષ્કામ કર્મને યથાર્થ સમજવું મુશ્કેલ છે. તેથી તો કૃષ્ણ ભગવાને કહેલું કે મારી ગીતાનો સૂક્ષ્મતમ અર્થ સમજનારો કોઈક એકાદ જ હશે!

Reference: દાદાવાણી May 2010 (Page #4 - Paragraph #8 to #10, Page #5 - Paragraph #1)

 

કૃષ્ણ ભગવાને લોકોને બીજો રસ્તો બતાવ્યો કે જે કરવાથી ભૌતિક સુખો મળે. એ નિષ્કામ કર્મ કોને કહેવાય? આપણા ઘરની આવક આવે છે. જમીનની આવે છે, તે ઉપરાંત આ છાપખાનું કરાવ્યું એમાંથી મળશે. આમ, બાર મહિને વીસ-પચ્ચીસ હજાર મળે, એવું ધારીને કરવા જઈએ, ને પછી પાંચ હજાર મળ્યા તો વીસ હજાર ખોટ ગઇ લાગે. અને ધારણા જ ના બાંધી હોય તો? નિષ્કામ કર્મ એટલે એના આગળના પરિણામ ધાર્યા વગર કર્યે જાવ. કૃષ્ણ ભગવાને બહુ સુંદર વસ્તુ આપી છે, પણ કોઈથી એ બની શકે નહીં ને? માણસનું ગજું નહીં ને! આ નિષ્કામ કર્મને યથાર્થ સમજવું મુશ્કેલ છે. તેથી તો કૃષ્ણ ભગવાને કહેલું કે મારી ગીતાનો સૂક્ષ્મતમ અર્થ સમજનારો કોઈક એકાદ જ હશે!

પ્રશ્નકર્તા: નિષ્કામ ભાવે કર્મ કરીએ તો કર્મ ના બંધાય ને?

દાદાશ્રી: નિષ્કામ ભાવે કર્મ કરો. પણ 'તમે *ચંદુભાઈ જ છો' ને 'હું *ચંદુભાઈ છું' એ 'બીલિફ' છે ત્યાં સુધી નિષ્કામ ભાવે કર્મ કરશો તો તેનું પુણ્ય બંધાશે. કર્મ તો બંધાવાનું જ. કર્તા થયો કે કર્મબંધન થયું.

પ્રશ્નકર્તા: નિષ્કામી કેવી રીતે થવાય?

દાદાશ્રી: પરિણામનો વિચાર કર્યા વિના કામ કર્યે જા. સાહેબ મને વઢશે, ટૈડકાવશે, એવો વિચાર કર્યા વિના કામ કર્યે જા. પરીક્ષા આપવાનો વિચાર કર્યો હોય તો પછી 'પાસ થવાશે કે નહીં, થવાશે કે નહીં' એવા વિચાર કર્યા વિના પરીક્ષા આપ્યે જા.

કૃષ્ણ ભગવાનની એકુય વાત સમજ્યા નહીં ને ઉપરથી કહે કે કૃષ્ણ લીલાવાળા હતા! અલ્યા, તમે લીલાવાળા કે કૃષ્ણ લીલાવાળા? કૃષ્ણ તો વાસુદેવ હતા, નરમાંથી નારાયણ થયેલા હતા!

Reference: Book Excerpt: આપ્તવાણી 4 (Page #262 - Paragraph #4 to #8, Page #263 - Paragraph #1 to #4) 

Related Questions
  1. ભગવદ્ ગીતાનું રહસ્ય શું છે? ભગવદ્ ગીતાનો સાર શું છે?
  2. વિરાટ કૃષ્ણ દર્શન કે વિશ્વ દર્શન સમયે, અર્જુનને શું અનુભવ થયો હતો? અને વિરાટ સ્વરૂપ એ શું છે?
  3. ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને નિષ્કામ કર્મનો અર્થ શું સમજાવ્યો છે?
  4. બ્રહ્મસંબંધ અને અગિયારસનો ખરો મતલબ શું છે? સાચી ભક્તિની વ્યાખ્યા શું છે?
  5. ભગવદ્ ગીતા પ્રમાણે સ્થિતપ્રજ્ઞ એટલે શું?
  6. શ્રીકૃષ્ણ ભગવાનના કહેવા મુજબ પ્રકૃતિના ત્રણ ગુણો એ શું છે? ભગવાન કૃષ્ણ સાથે અભેદ થવા શા માટે અને કેવી રીતે ચાર વેદોથી ઉપર જવાનું છે?
  7. ૐ નમો ભગવતે વાસુદેવાયનો અર્થ શું છે? વાસુદેવના ગુણો શું હોય? ભગવાન કૃષ્ણને શા માટે વાસુદેવ કહેવાય છે?
  8. ગોવર્ધન પર્વતને ટચલી આંગળીએ ઊંચકવાની વાત સત્ય કે દંતકથા?
  9. ઠાકોરજીની પૂજા (ભક્તિ) કેવી રીતે કરવી?
  10. પુષ્ટિ માર્ગનો હેતુ શું હતો? શ્રીકૃષ્ણ ભગવાન શા માટે નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાયા?
  11. કૃષ્ણ ભગવાનનો સાચો ભક્ત કોણ છે? ખરા કૃષ્ણ કે યોગેશ્વર કૃષ્ણ કોણ છે?
  12. ભગવદ્ ગીતા પ્રમાણે જગત કોણ ચલાવે છે?
  13. સ્વધર્મ અને પરધર્મ કોને કહેવાય?
  14. ભગવદ્ ગીતાનો સાર શું છે?
  15. ભગવાન કૃષ્ણ વિશેની હકીકત અને દંતકથાઓ.
×
Share on