ડૉક્ટરે દર્દીને ઈન્જેક્શન આપ્યું, પછી ડૉક્ટર ઘેર જઈને નિરાંતે ઊંઘી ગયો ને પેલાને તો ઈન્જેક્શન આખી રાત દુઃખ્યું, માટે આમાં ભૂલ કોની? દર્દીની! ને ડૉક્ટર તો જ્યારે ભોગવશે, ત્યારે એની ભૂલ પકડાશે.
બેબીને માટે ડૉક્ટર બોલાવીએ અને ડૉક્ટર આવીને જુએ કે નાડી ચાલતી નથી, એટલે ડૉક્ટર શું કહેશે? 'મને શું કામ બોલાવ્યો?' અલ્યા, તે હાથ અડાડ્યો તે જ ઘડીએ ગઈ, નહીં તો નાડી તો આમ ચાલતી'તી. પણ પાછો ડૉક્ટર ટૈડકાવે ને પાછો ફીના દસ રૂપિયા લઈ જાય. અલ્યા, ટૈડકાવાનો હોઉં તો પૈસા ના લઈશ ને પૈસા લઉં છું તો ટૈડકાવીશ નહીં. પણ ના, ફી તો લેવાની ને! તે પૈસા આપવા પડે. આવું જગત છે. માટે આ કાળમાં ન્યાય ખોળશો નહીં!
પ્રશ્નકર્તા: આવુંય બને, મારી પાસે દવા લે અને મને ટૈડકાવે.
દાદાશ્રી: હા, એવુંય બને. છતાં સામાને ગુનેગાર ગણશો તો તમે ગુનેગાર થશો. અત્યારે કુદરત ન્યાય જ કરી રહી છે.
ઓપરેશન કરતા પેશન્ટ મરી ગયો તો ભૂલ કોની?

ચીકણી માટીમાં બૂટ પહેરીને ફરે ને લપસે તેમાં કોનો દોષ? મૂઆ, તારો જ! સમજણ નહોતી પડતી કે ઉઘાડા પગે ફરીએ તો આંગળા ભરાય ને પડાય નહીં. આમાં કોનો દોષ? માટીનો, બૂટનો કે તારો? ભોગવે એની ભૂલ. એટલું જો પૂરેપૂરું સમજાયને તોય એ મોક્ષે લઈ જાય. આ જે લોકોની ભૂલ જુએ છે, એ તો સાવ ખોટું છે. પોતાની ભૂલને લઈને નિમિત્ત મળે છે. આ તો પાછું જીવતું નિમિત્ત મળે તો તેને બચકાં ભરે ને આ કાંટો વાગ્યો હોય તો શું કરે? ચાર રસ્તા પર કાંટો પડ્યો હોય ને હજારો માણસો જાય પણ કોઈનેય અડે નહીં, પણ ચંદુભાઈ ત્યાંથી જાય, તે કાંટો વાંકો હોય તોય તેને પગે વાગે. 'વ્યવસ્થિત' તો કેવું છે? જેને કાંટો વાગવાનો હોય તેને જ વાગે, બધા જ સંયોગો ભેગા કરી આપે, પણ એમાં નિમિત્તનો શો દોષ?
જો કોઈ પણ માણસ દવા છાંટીને ઉધરસ ખવડાવે તો તેને માટે વઢંવઢા થઈ જાય, જ્યારે મરચાંનો વઘાર ઊડે ને ઉધરસ આવે તો કંઈ વઢંવઢા કરે છે? આ તો પકડાયો તેને વઢે. નિમિત્તને બચકાં ભરે. જો હકીકત જાણીએ કે કરનાર કોણ અને શાથી થાય છે, તો પછી કશી ભાંજગડ રહે? તીર મારનારની ભૂલ નથી, તીર વાગ્યું કોને, તેની ભૂલ છે. તીર મારનારો જ્યારે પકડાશે ત્યારે એની ભૂલ. અત્યારે તો તીર વાગ્યું એ પકડાયો છે. જે પકડાયો એ પહેલો ગુનેગાર. પેલો તો પકડાશે ત્યારે એની ભૂલ.
Book Name: ભોગવે એની ભૂલ (Page #21 and Page #22)
૧) તીર મારનારની ભૂલ નથી, તીર વાગ્યું કોને તેની ભૂલ છે. તીર મારનારો તો જ્યારે પકડાશે ત્યારે તેની ભૂલ. અત્યારે તો માર ખાનારો પકડાયો!
૨) રહસ્યજ્ઞાન જગતના લક્ષમાં જ નથી. અને જેનાથી ભટક ભટક કરવું પડે એ અજ્ઞાન-જ્ઞાનની બધાને ખબર છે. આ ગજવું કપાયું, એમાં ભૂલ કોની? આના ગજવામાંથી ના કપાયું ને તારું જ કેમ કપાયું? તમારા બેમાંથી અત્યારે ભોગવે છે કોણ? 'ભોગવે તેની ભૂલ!'
Q. કોઈ દુઃખ આપે, અપમાન કરે ત્યારે કોનો વાંક?
A. દરેકને જીવનમાં આવો પ્રશ્ન થતો જ હોય છે કે, હું બીજા સાથે ગમે તેવું સારું વર્તન કરું તોય મારી સાથે... Read More
A. દુઃખ ના ભોગવવું પડે એ માટે ઉપાય શું? આપણને જે દુઃખ આવી પડે, તેને આપણે જમા કરી લઈએ અને નવેસરથી કોઈ... Read More
Q. મારે જ શા માટે ભોગવવું પડે છે?
A. આ સમાચારોમાં રોજ આવે કે, 'આજે ટેક્સીમાં બે માણસોએ આને લૂંટી લીધા, ફલાણા ફલેટના બાઈસાહેબને બાંધી... Read More
A. કંઈ પણ ભૂલ વગર ભોગવવાનું આપણને આવે છે, ત્યારે હૃદય વારંવાર દ્રવી દ્રવીને પોકારે છે કે આમાં મારી... Read More
A. અધ્યાત્મિક દૃષ્ટિએ ભૂલ કોની? એ શોધવા માટે પરમ પૂજ્ય દાદાશ્રીએ આપેલી આ જબરજસ્ત ચાવી છે, ભોગવે તેની... Read More
Q. લોકો મને શા માટે સમજતા નથી?
A. પ્રશ્નકર્તા: કેટલાક એવા હોય છે કે આપણે ગમે તેટલું સારું વર્તન કરીએ તોય તે સમજતા નથી. દાદાશ્રી: એ... Read More
Q. શા માટે ભગવાન દુઃખ આપતા હશે?
A. આ જગત નિયમને આધીન ચાલી રહ્યું છે, આ ગપ્પું નથી. આનો રેગ્યુલેટર ઓફ ધી વર્લ્ડ પણ છે, એ નિરંતર આ... Read More
Q. મને ભોગવટો આવે તેના માટે જવાબદાર કોણ?
A. ભૂલ કોની? ભોગવે એની! શું ભૂલ? ત્યારે કહે છે, 'હું ચંદુભાઈ છું' એ માન્યતા જ તારી ભૂલ છે. કારણ કે,... Read More
subscribe your email for our latest news and events
