Related Questions

ન્યાય અને અન્યાય કોને કહેવાય?

ભોગવે એની ભૂલ એ 'ગુપ્ત તત્ત્વ' કહેવાય. અહીં બુદ્ધિ થાકી જાય. જ્યાં મતિજ્ઞાન કામ ના કરે, એ વાત 'જ્ઞાની પુરુષ' પાસે ઉઘાડી થાય, તે 'જેમ છે તેમ' હોય. આ ગુપ્ત તત્વ બહુ સૂક્ષ્મ રીતે સમજવું જોઈએ. ન્યાય કરનારો ચેતન હોયને તો તે પક્ષાપક્ષી પણ કરે. પણ જગતનો ન્યાય કરનારો નિશ્ચેતન ચેતન છે. એને જગતની ભાષામાં સમજવું હોય તો તે કોમ્પ્યુટર જેવું છે. આ કોમ્પ્યુટરમાં તો પ્રશ્નો નાખો તો કોમ્પ્યુટરની ભૂલ પણ થાય પણ જગતના ન્યાયમાં ભૂલ ના થાય. આ જગતનો ન્યાય કરનાર નિશ્ચેતન ચેતન છે, પાછો 'વીતરાગ' છે ! 'જ્ઞાની પુરુષ'નો એક જ શબ્દ સમજી જાય અને પકડી બેસે (લે) તો મોક્ષે જ જાય. કોનો શબ્દ ? જ્ઞાની પુરુષનો ! એનાથી કોઈને કોઈની સલાહ જ ના લેવી પડે, કે આમાં કોની ભૂલ ? 'ભોગવે એની ભૂલ.'

આ સાયન્સ છે, આખું વિજ્ઞાન છે. આમાં તો એક અક્ષરેય ભૂલ નથી. આ તો વિજ્ઞાન એટલે તદ્દન વિજ્ઞાન જ છે. આખા વર્લ્ડને માટે છે. આ કંઈ ઇન્ડિયાને માટે જ છે એવું નથી, ફોરેનમાં બધા માટે પણ છે આ !

જ્યાં આવો ચોખ્ખો નિર્મળ ન્યાય તમને બતાવી દઈએ છીએ, ત્યાં ન્યાયાન્યાયનું વહેંચાણ કરવાનું ક્યાં રહે ? આ બહુ જ ઊંડી વાત છે. તમામ શાસ્ત્રોનો સાર કહું છું. આ તો 'ત્યાં'નું જજમેન્ટ (ન્યાય) કેવી રીતે ચાલી રહ્યું છે તે એક્ઝેક્ટ કહું છું કે, 'ભોગવે એની ભૂલ.' અમારી પાસેથી 'ભોગવે એની ભૂલ' આ વાક્ય બિલકુલ એક્ઝેક્ટ નીકળ્યું છે ! એને જે જે વાપરશે, તેનું કલ્યાણ થઈ જશે !!!

×
Share on