
આ સમાચારોમાં રોજ આવે કે, 'આજે ટેક્સીમાં બે માણસોએ આને લૂંટી લીધા, ફલાણા ફલેટના બાઈસાહેબને બાંધી લૂંટ ચલાવી.' આ વાંચીને આપણે કંઈ ભડકવાની જરૂર નથી કે હુંયે લૂંટાઈ જઈશ તો? આ વિકલ્પ એ જ ગુનો છે. એના કરતા તું તારે સહજમાં ફર્યા કર ને! તારો હિસાબ હશે તો લઈ જશે, નહીં તો કોઈ બાપોય પૂછનાર નથી. માટે તું નિર્ભય થઈને ફર. આ પેપરવાળા તો લખે, માટે આપણે શું બી જવું? આ તો થોડા ઓછા પ્રમાણમાં ડાઈવોર્સ થાય છે, એ સારું છે. જો વધારે ડાઈવોર્સ થવા માંડે તો બધાની શંકાને સ્થાન મળે કે આપણેય ડાઈવોર્સ થશે તો? એક લાખ માણસ જે જગ્યાએ લૂંટાય, ત્યાં તમે ડરશો નહીં. તમારો કોઈ બાપોય ઉપરી નથી.
લૂંટનારો ભોગવે છે કે લૂંટાયેલો ભોગવે છે? કોણ ભોગવે છે, તે જોઈ લેવું. બહારવટિયા મળ્યા ને લૂંટી લીધા, પછી રડવાનું નહીં, આગળ પ્રગતિ માંડવાની.
જગત દુઃખ ભોગવવા માટે નથી, સુખ ભોગવવા માટે છે. જેનો જેટલો હિસાબ હોય તેટલું થાય. કેટલાક એકલું સુખ ભોગવતા હોય છે, તે શાથી? કેટલાક એકલું દુઃખ જ ભોગવતા હોય છે, એ શાથી? પોતે એવા હિસાબ લાવ્યો છે તેથી.
'ભોગવે એની ભૂલ' આ એક જ શબ્દ ઘેર લખી રાખ્યો હોય ને તો ભોગવતી વખતે જાણજો કે આ ભૂલ કોની? એટલે આ કેટલાય ઘરોમાં મોટા અક્ષરે દિવાલો ઉપર લખેલું રાખે છે કે, 'ભોગવે એની ભૂલ!' પછી વાત ભૂલાય જ નહીં ને!
આખી જિંદગી જો કોઈ માણસ આ શબ્દ યથાર્થ રીતે સમજીને વાપરે તો ગુરુ કરવાની જરૂર નથી ને એ શબ્દ જ એને મોક્ષે લઈ જાય એવો છે.
અમે 'ભોગવે એની ભૂલ' આપ્યું છે ને, તે તમામ શાસ્ત્રોનો સાર આપ્યો છે. તે મુંબઈમાં જશો તો હજારો ઘરોમાં મોટા અક્ષરે 'ભોગવે એની ભૂલ' લખેલું હોય છે. એટલે ઘરમાં પ્યાલા પડી (ફૂટી) જાય તે ઘડીએ, છોકરાં સામાસામી જોઈ લે. 'મમ્મી, તારી જ ભૂલ છે.' છોકરાં હઉ સમજી જાય, હં...કે! મમ્મીને કહે, 'તારું મોઢું પડી ગયું છે, એ તારી ભૂલ છે.' કઢી ખારી થઈ એટલે આપણે જોઈ લેવાનું કે કોનું મોઢું બગડ્યું? હા, એની ભૂલ છે. દાળ ઢળી ગઈ તો જોવાનું, કોનું મોઢું બગડ્યું? તો એની ભૂલ છે. શાક તીખું થઈ ગયું એટલે આપણે મોઢાં જોઈ લેવાં કે કોનું મોઢું બગડ્યું? તો એની ભૂલ છે આ. આ ભૂલ કોની છે? ભોગવે એની ભૂલ!
આપણે એક ફેરો સમજણ પાડી દીધી. હવે સાસુને વહુ દુઃખ દે દે કરતી હોય, તો સાસુએ એક શબ્દ સાંભળ્યો હશે કે 'ભોગવે એની ભૂલ', એટલે વારેઘડીએ દુઃખ દેતી હોય તો તરત જ એ સમજી જાય કે મારી ભૂલ હશે ત્યારે જ એ દે છે ને! તો એ નિવેડો આવશે, નહીં તો નિવેડો નહીં આવે ને વેર વધ્યા કરશે.
Book Name: ભોગવે એની ભૂલ (Page #3 and Page #4)
૧) આ જગતના ન્યાયાધીશો તો ઠેર ઠેર બેઠા હોય છે. પણ આ કર્મના ન્યાયાધીશ તો એક જ. 'ભોગવે તેની ભૂલ'! આ એક જ ન્યાય છે, જેનાથી જગત આખું ચાલી રહ્યું છે અને ભ્રાંતિના ન્યાયથી સંસાર આખોય ઊભો છે!
૨) રહસ્યજ્ઞાન જગતના લક્ષમાં જ નથી. અને જેનાથી ભટક ભટક કરવું પડે એ અજ્ઞાન-જ્ઞાનની બધાને ખબર છે. આ ગજવું કપાયું, એમાં ભૂલ કોની? આના ગજવામાંથી ના કપાયું ને તારું જ કેમ કપાયું? તમારા બેમાંથી અત્યારે ભોગવે છે કોણ? 'ભોગવે તેની ભૂલ!'
A. અધ્યાત્મિક દૃષ્ટિએ ભૂલ કોની? એ શોધવા માટે પરમ પૂજ્ય દાદાશ્રીએ આપેલી આ જબરજસ્ત ચાવી છે, ભોગવે તેની... Read More
Q. કોઈ દુઃખ આપે, અપમાન કરે ત્યારે કોનો વાંક?
A. દરેકને જીવનમાં આવો પ્રશ્ન થતો જ હોય છે કે, હું બીજા સાથે ગમે તેવું સારું વર્તન કરું તોય મારી સાથે... Read More
A. દુઃખ ના ભોગવવું પડે એ માટે ઉપાય શું? આપણને જે દુઃખ આવી પડે, તેને આપણે જમા કરી લઈએ અને નવેસરથી કોઈ... Read More
A. કંઈ પણ ભૂલ વગર ભોગવવાનું આપણને આવે છે, ત્યારે હૃદય વારંવાર દ્રવી દ્રવીને પોકારે છે કે આમાં મારી... Read More
Q. લોકો મને શા માટે સમજતા નથી?
A. પ્રશ્નકર્તા: કેટલાક એવા હોય છે કે આપણે ગમે તેટલું સારું વર્તન કરીએ તોય તે સમજતા નથી. દાદાશ્રી: એ... Read More
A. ડૉક્ટરે દર્દીને ઈન્જેક્શન આપ્યું, પછી ડૉક્ટર ઘેર જઈને નિરાંતે ઊંઘી ગયો ને પેલાને તો ઈન્જેક્શન આખી... Read More
Q. શા માટે ભગવાન દુઃખ આપતા હશે?
A. આ જગત નિયમને આધીન ચાલી રહ્યું છે, આ ગપ્પું નથી. આનો રેગ્યુલેટર ઓફ ધી વર્લ્ડ પણ છે, એ નિરંતર આ... Read More
Q. મને ભોગવટો આવે તેના માટે જવાબદાર કોણ?
A. ભૂલ કોની? ભોગવે એની! શું ભૂલ? ત્યારે કહે છે, 'હું ચંદુભાઈ છું' એ માન્યતા જ તારી ભૂલ છે. કારણ કે,... Read More
subscribe your email for our latest news and events
