Related Questions

ભવિષ્ય માટે વિચારો આવે તો એની સાથે કેવી રીતે વર્તવું?

ભૂતકાળ ગોન, ભવિષ્ય પરસત્તા...

પ્રશ્નકર્તા: વર્તમાનમાં વર્તવું એક્ઝેક્ટલી, આમ દાખલા સહિત સમજાવો.

દાદાશ્રી: અત્યારે તમે શેમાં છો? કુસંગમાં છો કે સત્સંગમાં છો? હોટલમાં છો કે શેરબજારમાં છો એ ના ખબર પડે તમને? કયા બજારમાં છો?

પ્રશ્નકર્તા: સત્સંગમાં છું.

દાદાશ્રી: સત્સંગમાં છો. એટલે અત્યારે વર્તમાનમાં વર્તો છો તમે. હવે ચાર દહાડા પહેલા છસો રૂપિયા તમારા ખોવાઈ ગયા હોય, એ યાદ આવે એટલે ભૂતકાળ થઈ ગયું. એને યાદ કરો અહીં આગળ વર્તમાનમાં, તો ભૂતકાળ ખેંચી લાવ્યા. અને અહીં આવતાં અડચણ પડી હોય ને, વિચાર કરીએ કે સાલું અડચણ પડશે, હવે તો આમ કરવું છે ને તેમ કરવું છે, અહીં આગળ બેઠા બેઠા વર્તમાનમાં, ભવિષ્યકાળનું વિચાર કરીએ એ ભવિષ્યકાળ કહેવાય. એ વર્તમાનમાં વર્તવાનું કહીએ છીએ. શું ખોટું કહીએ છીએ? સમજાઈ ગયું પૂરું?

પ્રશ્નકર્તા: હવે સમજાઈ ગયું.

દાદાશ્રી: ગઈ સાલ છોકરો મરી ગયો હોય એ સત્સંગમાં યાદ આવેને તો એ મનનો સ્વભાવ છે, દેખાડે છે, તો પોતે ભૂતકાળમાં ખોવાઈ જાય. નહીં તો બાકી એમ ને એમ ખોવાય એવો માણસ નથી. આ કોઈ સળી કરનાર જોઈએ. કોઈ ડખલ કરનાર હોય તો તરત મન મહીં બૂમ પાડે, મન દેખાડે, 'છોકરો મરી ગયો છે ને! મારો છોકરો...' 'હવે એ તો ગયું, અમારે અહીં શું લેવાદેવા? અહીં કેમ લઈને આવ્યો, આ ફાઈલ તો, ઓફિસની ફાઈલ અહીં કેમ લઈને આવ્યો?' હાંકીને, કાઢી મેલવું.

એવું વિભાજન ના કરતાં આવડે તો શું થાય? રસોડામાં ય છોકરો મરી ગયેલો લાગે, એટલે પછી હેં... રસ-પૂરી હોયને! તો ય બળ્યું સુખ ના જતું રહે?

પ્રશ્નકર્તા: જતું રહે.

દાદાશ્રી: તે ઘડીએ, છોકરાનો વિચાર આવે તો ગેટ આઉટ, ઓફિસમાં આવજે. ના બોલાય એવું?

પ્રશ્નકર્તા: હા, કહેવાય.

દાદાશ્રી: એવું 'કેમ આવ્યું છે' એવું કહેવાય નહીં. એ તમે બોલાવ્યા એટલે આવ્યા છીએ. પણ આપણે કહેવું, 'અહીં નહીં. કમ ઈન ધી ઓફિસ'. અને રસ-રોટલી ખાતી વખતે યાદ આવ્યું, અમુક જગ્યાએ જાત્રામાં જવાનું છે, ત્યાં મારું જમવાનું કંઈ ઠેકાણું પડશે નહીં! અલ્યા મૂઆ, આ અહીં શું કરવા આવ્યું? એવું વિચાર આવે મહીં, ના આવે?

પ્રશ્નકર્તા: આવે મહીં.

દાદાશ્રી: તો આપણે શું કહેવાનું? અહીંથી ગેટ આઉટ. એ ત્યાં જે હશે, ત્યાંનું જોઈ લઈશું અમે. ઓન ધી મોમેન્ટ કહી દેવું.

×
Share on