અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો21 માર્ચ |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
વર્તે વર્તમાનમાં સદા
વર્તમાનમાં રહેવું એ જ વ્યવસ્થિત
હું શું કહું છું કે વર્તમાનમાં રહેતાં શીખો.
તમને વર્તમાનમાં રહેવા માટેનાં બધા રક્ષણો આપ્યા છે અને અમે વગર રક્ષણે રહીએ છીએ.
પ્રશ્નકર્તા: વર્તમાનમાં શી રીતે રહેવાય?
દાદાશ્રી: ભૂતકાળ ભૂલી જઈએ તો! ભૂતકાળ તો ગોન એને આજે યાદ કરીએ તો શું થાય? વર્તમાનનો નફો, ખોઈએ અને પેલું ખોટ તો છે જ.
ભવિષ્યકાળ તો વ્યવસ્થિતને તાબે સોંપ્યો, ભૂતકાળ તો ખોવાઈ ગયો. તો કહે, જે જે ભૂતકાળની ફાઈલો મનમાં ઊભી થઈ તે અત્યારે નિકાલ નહીં કરવાની? તો કહે, 'ના, એ તો રાતે દસ-અગિયાર વાગે આવો. એક કલાકનો ટાઈમ રાખ્યો છે તે ઘડીએ આવો, તેનો નિકાલ કરી દઈશું, અત્યારે નહીં.' અત્યારે તો પૈસાની ખોટેય આવે તો વર્તમાન ખોઈએ નહીં. એટલે ક્યાં રહેવું જોઈએ?
પ્રશ્નકર્તા: વર્તમાનમાં.
દાદાશ્રી: હં, ઘડીવાર પેલા અમને આમ કહી ગયા હતા, એવું હું યાદ કરું તો અત્યારે છે તે વર્તમાન, તેય ખોઈ નાખું. થઈ ગયું ત્યાં જ એને નિકાલ કરી નાખવાનો.
અહીંથી સ્ટેશને ગયા અને ગાડીએ જવું હતું, બહુ ઉતાવળ હતી, આજની તારીખનો કેસ હતો, છતાં ગાડી હાથમાં ના આવી ને ગાડી ચૂક્યા તો ચૂક્યા. એ થઈ ગયો ભૂતકાળ અને 'કોર્ટમાં શું થશે?' એ ભવિષ્યકાળ એ 'વ્યવસ્થિત'ના તાબામાં છે. માટે આપણે વર્તમાનમાં વર્તો! અમને તો આવું પૃથક્કરણ તરત જ થઈ જાય. અમને 'ઓન ધી મોમેન્ટ' બધું જ્ઞાન ત્યાં આગળ હાજર થઈ જાય. તમને જરા વાર લાગે.
પ્રશ્નકર્તા: તમારી સાથે એક વાત થઈ હતી કે 'વ્યવસ્થિત એટ એ ટાઈમ હાજર રહેવું જોઈએ.'
દાદાશ્રી: બધું જ્ઞાન, બધા પાંચેય વાક્ય હાજર રહેવા જોઈએ. જે હાજર રહે, એનું નામ જ જ્ઞાન.
પ્રશ્નકર્તા: તો અમારી એવી કઈ ભૂલ છે જેથી એટ એ ટાઈમ હાજર નથી રહેતું? પછી પાછળથી યાદ આવે છે? પછી સમભાવે નિકાલ થાય છે. એટલે આ બાબતમાં વધુ અમારે જાણવું છે.
દાદાશ્રી: મૂળ વસ્તુ તો વ્યવસ્થિત એટલે શું કે અવ્યવસ્થિત ગયું હવે અને આ વ્યવસ્થિત રહ્યું. અમારી લાઈફમાં હવે વ્યવસ્થિત રહ્યું બધું. એટલે એ વ્યવસ્થિત એટલે ભવિષ્યની ચિંતા કરવાની ન્હોય, ભૂતકાળ ભૂલી જવાનું અને નિરંતર વર્તમાનમાં રહેવું એ વ્યવસ્થિત.
અમે કેરી ખાતા હોઈએ અગર ખોરાક લેતા હોય, તે ઘડીએ આ સત્સંગ અમને યાદ ના રહે. તમે બહાર આવ્યા હોય ને, એ જ્ઞાન અમને કહ્યું હોય કે *ચંદુભાઈ આવ્યા છે, તો અમે જમતા હોય, તે ઘડીએ યાદ આવે ને તમારું, તો અમે એને કહીએ કે થોડીવાર પછી આવજો. હમણે જમી લેવા દો. તમે આવ્યા, એ તો ભૂતકાળ થઈ ગયો. એટલે અમે વર્તમાનમાં રહીએ. આ જમવાનું આવ્યું ને, હે ય... હાફુસની કેરીઓ ખાવ નિરાંતે! ખાવું થોડુંક, પણ ચાવી ચાવીને...
પ્રશ્નકર્તા: ઉપયોગપૂર્વક.
દાદાશ્રી: એ બીજું કશું નહીં, વર્તમાનમાં જ. અમે વર્તમાનમાં રહીએ. તેથી લોકો કહે, 'દાદા, તમે ટેન્શનરહિત છો!' મેં કહ્યું, 'શેનું ટેન્શન મૂઆ?' વર્તમાનમાં રહે તો ટેન્શન હોતું હશે? ટેન્શન ભૂતકાળમાં ખોવાઈ જાય તેને હોય. ભવિષ્યનું ગાંડપણ કરે તેને હોય, અમારે ટેન્શન શું?
વર્તમાનમાં રહે, એને ભગવાને 'જ્ઞાની' કહ્યા! વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાંય! એટલે નિરંતર વર્તમાન વર્ત્યા કરે! એટલે હું વર્તમાનમાં રહું છું ને તમને વર્તમાનમાં રહેવાનું શીખવાડું છું. એમાં વાંધો છે? કાયદેસર છે પાછું. ભગવાને વર્તમાનમાં રહેવાનું જ કહ્યું છે.
* ચંદુભાઈની જગ્યાએ વાચકે પોતાનું નામ સમજવું.
વર્તમાનમાં વર્તાવે, 'વ્યવસ્થિત'!
જ્ઞાની છે તો હંમેશાં વર્તમાનમાં જ રહે. ભૂતકાળ તો ચાલ્યો ગયો. ભૂતકાળને રડે નહીં કે વર્ષ દા'ડા પહેલા લાખ રૂપિયા ખોટ ગઇ હતી. એને આજે સંભારીને યાદ ના કરે ને રડે નહીં. અને ભવિષ્યકાળ તો 'વ્યવસ્થિત'ના તાબામાં છે. એટલે પોતે વર્તમાનમાં રહેવું.
ઘડી પછી, એક સેકન્ડ પછી ભવિષ્યકાળ કહેવાય છે અને સેકન્ડ પહેલાં જે થઇ ગયું એ ભૂતકાળ થાય છે. પણ વર્તમાનમાં રહેવું આપણે. વર્તમાનમાં રહે, તેને બીજો કોઇ ઉપયોગ રાખવાની જરૂર નથી. હા, બસ. એ મોટામાં મોટો ઉપયોગ કહેવાય છે.
પ્રશ્નકર્તા: વર્તમાનમાં રહેવું એટલે ઉપયોગમાં જ આવી ગયો ને?
દાદાશ્રી: વર્તમાનમાં રહ્યા એનું નામ જ ઉપયોગ, એ જ શુધ્ધ ઉપયોગ. જગત આખું અગ્રશોચમાં મૂંઝાયેલું છે. ભવિષ્યની જ ચિંતાઓ, એમાં ને ઉપાધિઓમાં જ જગત સપડાયેલું છે. મારું શું થશે? આમ થશે ને તેમ થશે.
પ્રશ્નકર્તા: એટલે આટલો બધો, આવી રીતે જ ચોવીસેય કલાક ભયમાં ને ભયમાં જીવતો હોય, તેને આત્માની પ્રાપ્તિ કેવી રીતે થાય?
દાદાશ્રી: ભયમાં હોય, એને શી રીતે આત્માની પ્રાપ્તિ થાય? લાખ અવતાર થાય તોય આત્મા પ્રાપ્ત થાય એવો નથી. તેથી કૃપાળુદેવે કહ્યું, મોક્ષદાતા મળે. પોતાનો મોક્ષ થઈ ગયો એવા હોય તો એ કરી આપે. મોક્ષદાતા મળવા જોઈએ.
વર્તમાનમાં રહેવું આપણાં માટે પણ શક્ય છે, જો આપણે આત્માનું જ્ઞાન અને કર્તાપણlનું ખરું જ્ઞાન મેળવી લઈએ તો. વધુ જાણવા અહીં ક્લીક કરો.
Q. ત્રિકાળજ્ઞાન કોને કેહવાય? શું સર્વજ્ઞ ભગવાન ભૂતકાળના ને ભવિષ્યકાળના બધાય પર્યાય જાણે?
A. ત્રિકાળજ્ઞાન વર્તમાનમાં રહી ત્રણે કાળનું દેખે તે ત્રિકાળજ્ઞાન પ્રશ્નકર્તા: ત્રિકાળજ્ઞાનની ખરી ડેફિનેશન કહોને. દાદાશ્રી: એક વસ્તુનું ત્રણેય કાળનું જ્ઞાન,...Read More
Q. ભવિષ્યની ચિંતા શા માટે ન કરવી?
A. ભવિષ્યની ચિંતા બગાડે વર્તમાન; દૂર ડુંગરા છોડી, ઠોકર સંવાર! પ્રશ્નકર્તા: મારી ત્રણ છોકરીઓ છે, એ ત્રણ છોકરીઓની મને ચિંતા રહે છે કે એના ભવિષ્યનું...Read More
Q. ભૂતકાળને મેમરી / યાદગીરી સાથે કનેક્શન ખરું કે નહીં?
A. રાગ-દ્વેષ પ્રમાણે મેમરી! પ્રશ્નકર્તા: દાદા, ભૂતકાળને મેમરી સાથે કનેક્શન ખરું કે નહીં? અને મેમરી તો નેચરલ ગીફ્ટ છે એવું કહીએ છીએ ને? દાદાશ્રી: ના, ના....Read More
Q. ભવિષ્ય માટે વિચારો આવે તો એની સાથે કેવી રીતે વર્તવું?
A. ભૂતકાળ ગોન, ભવિષ્ય પરસત્તા... પ્રશ્નકર્તા: વર્તમાનમાં વર્તવું એક્ઝેક્ટલી, આમ દાખલા સહિત સમજાવો. દાદાશ્રી: અત્યારે તમે શેમાં છો? કુસંગમાં છો કે સત્સંગમાં...Read More
A. અભિપ્રાય કેવી રીતે છૂટે? કોઇ આપણને દગો કરી ગયો હોય એ આપણે સંભારવાનો ના હોય. પાછલું સંભારવાથી બહુ નુકસાન થાય છે. અત્યારે વર્તમાનમાં એ શું કરે છે એ જોઇ...Read More
Q. જો ભવિષ્યની ચિંતા ન કરે તો ચાલે શી રીતે? આવતી કાલની ચિંતા શા માટે ના કરવી?
A. ભૂતકાળ, 'અત્યારે' કોણ સંભારે? પ્રશ્નકર્તા: આવતી કાલની ચિંતા ન કરે તો ચાલે શી રીતે? દાદાશ્રી: આવતી કાલ હોતી જ નથી. આવતી કાલ તો કોઇએ જોયેલી જ નહીં જગતમાં....Read More
A. વર્તમાનમાં વર્તે, જ્ઞાની! પ્રશ્નકર્તા: યુગની વ્યાખ્યામાં આ પહેલાં કળિયુગ આવેલો? દાદાશ્રી: દરેક કાળચક્રમાં કળિયુગ હોય જ. કળિયુગ એટલે શું કે આ દિવસ પછી રાત...Read More
subscribe your email for our latest news and events