અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો“જો પોતે પોતાના સ્વરુપને જાણે તો પોતે જ પરમાત્મા છે.”
~ પરમ પૂજ્ય દાદા ભગવાન
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
કર્મનું આયોજન - ક્રિયા કે ધ્યાન ?
પ્રશ્નકર્તા: હાલમાં જે ભોગવાય છે એમાં આપે કહ્યું કે આયોજન છે. એમાં ક્રિયમાણ પણ હોય ને સંચિત પણ હોય તો એ કર્મ ને કારણનું આયોજન કેવી રીતે સમજવું ?
દાદાશ્રી: એ આયોજન આપણી ક્રિયા ઉપર આધારિત નથી હોતું. આપણા ધ્યાન ઉપર આધાર રહે છે. તમે ચંદુભાઈના દબાણથી પાંચ હજાર રૂપિયા ધર્માદામાં આપો તે તમે આપો ખરા, પણ તમારું ધ્યાન વાસ્તવિક નહોતું.
પ્રશ્નકર્તા: બહુ ઇચ્છા નહોતી.
દાદાશ્રી: ના, ઇચ્છા નહીં એમ નહીં. ઇચ્છાની જરૂર જ નથી. ઇચ્છામાં કર્મ બંધાતાં નથી. ધ્યાન ઉપર આધાર છે. ઇચ્છા તો હોય કે ના પણ હોય. પૈસા આપતી વખતે મનમાં એમ હોય કે આ ચંદુભાઈ ના હોત તો હું આપત જ નહીં. એટલે ઊલટું તમે દાન આપીને જનાવરમાં જશો - આ રૌદ્રધ્યાન બાંધ્યું તેથી.
પ્રશ્નકર્તા: ધ્યાન શેના પર આધારિત છે ?
દાદશ્રી: ધ્યાન તો તમારા ડેવલપમેન્ટ ઉપર આધાર રાખે છે. તમને જે જ્ઞાનનું 'ડેવલપમેન્ટ' થયેલું છે, તેના પર આધાર રાખે છે.
તમે ખરાબ કરશો પણ અંદર ધ્યાન ઊંચું હોય તો તમને પુણ્ય બંધાશે. શિકારી હરણું મારે, પણ મહીં ખૂબ પસ્તાવો કરે કે 'આ મારે ભાગે ક્યાં આવ્યું ? આ બૈરાં-છોકરાં માટે મારે આ નાછૂટકે કરવું પડે છે !' તો તે ધ્યાન ઊંચું ગયું કહેવાય. 'નેચર'(કુદરત)ક્રિયા નથી જોતી. તે વખતનું તમારું ધ્યાન જુએ છે. ઇચ્છા પણ નથી જોતી.
કોઈ માણસે તમને લૂંટી લીધા તે વખતે તમારા મનના ભાવો બધા રૌદ્ર થઈ જાય. અંધારામાં આવા ભાવો થાય ને શુદ્ધ પ્રકાશ હોય ત્યાં કેવા ભાવ થાય ? 'વ્યવસ્થિત' કહીને ભાવાભાવ થયા વગર આગળ ચાલવા માંડે!
* ચંદુલાલની જગ્યાએ વાચકે પોતાનું નામ સમજવું.
1. સામાના દોષ દેખાય તો કર્મ બંધાય ને પોતાના દોષ દેખાય તો કર્મ છૂટે.
2. ગુનેગાર કોણ દેખાડે છે ? મહીં ક્રોધ-માન-માયા-લોભરૂપી શત્રુઓ છે તે દેખાડે છે. ક્રોધ-માન-માયા-લોભ ક્યાંથી પેસી ગયા ? 'હું ચંદુલાલ છું' એ માનવાથી. એ માન્યતા તૂટી કે બધાં જતાં રહેશે.
3. આ જગતમાં કોઈ જીવ કોઈ ને તકલીફ આપી શકે નહીં, એવું સ્વતંત્ર છે તે પૂર્વે ડખલ કરેલી તેથી. તે ભૂલ ભાંગી નાખો પછી હિસાબ રહે નહીં.
4. જ્ઞાનથી તપાસ કરી લેવી કે સામો 'શુધ્ધાત્મા' છે. આ જે આવ્યું તે મારા જ કર્મના ઉદયથી આવ્યું છે, સામો તો નિમિત્ત છે. પછી આપણને આ જ્ઞાન ઇટસેલ્ફ જ 'પઝલ' 'સોલ્વ' કરી આપે.
5. કર્મ એ સંયોગ છે, ને વિયોગી એનો સ્વભાવ છે.
Q. ધ્યાનનાં પ્રકારો ક્યા ક્યા છે?
A. ચાર પ્રકારનાં ધ્યાન ચાર પ્રકારનાં ધ્યાન હોય, તેમાંથી એક ધ્યાનમાં મનુષ્યો નિરંતર હોય. તમારે અહીં કયું ધ્યાન રહે છે ? પ્રશ્નકર્તા: 'હું શુદ્ધાત્મા છું' એ...Read More
Q. શું ધ્યાન કરતી વખતે કર્મ બંધાય છે?
A. ક્રિયા નહીં પણ ધ્યાનથી ચાર્જિંગ ! આચાર્ય મહારાજ પ્રતિક્રમણ કરે, સામાયિક કરે, વ્યાખ્યાન આપે, પ્રવચન કરે, પણ એ તો એમનો આચાર છે, એ સ્થૂળકર્મ છે. પણ મહીં શું...Read More
Q. તપ વખતે પાર્શ્વનાથ ભગવાનની ધ્યાનની સ્થિતિ કેવી હતી?
A. આમને કયાં પહોંચી વળાય ? આમને ત્યાં તો બંદૂકો મારીએ તો ગોળીઓ નકામી જાય એવું છે ! ને ઉપરથી વેર બંધાય. એક માણસ જોડે વેર બંધાય તો સાત ભવ બગાડે. એ તો એમ કહેશે...Read More
Q. ધ્યાન અને ધર્મ વચ્ચે શું તફાવત છે? અને ખરો ધર્મ એટલે શું?
A. ધર્મ કોને કહેવાય ? જે ધર્મ થઇને પરિણામ પામે તે ધર્મ. એટલે કે મહીં પરિણામ પામીને કષાય ભાવોને (ક્રોધ-માન-માયા-લોભ) ઓછા કરે. કષાય ભાવ ઓછા થાય એવા નથી, વધે...Read More
Q. શું કુંડલીની જાગરણથી આત્માનો અનુભવ કરી શકાય?
A. કરોળિયાના જાળા જ્યમ ! બધું રિલેટિવ છે. રિલેટિવ (લૌકિક) એટલે ઓર્નામેન્ટલ (ચળકાટવાળું) હોય. મનને સ્થિર કરે. મહીં પ્રગતિ ના થાય. મન સ્થિર થાય એટલે માણસ...Read More
Q. અનાહૃત નાદનાં ધ્યાનથી શું પ્રાપ્ત થાય?
A. અનાહત નાદ પ્રશ્નકર્તા: અનાહત નાદ એટલે શું ? દાદાશ્રી: શરીરના કોઇપણ ભાગનો નાદ પકડી લે છે તે હાર્ટ પાસે, કોણી પાસે, કાંડા પાસે નાદ આવે, એ નાદના આધારે...Read More
Q. સાચા ગુરુ અને સદગુરુ કયા પ્રકારનું ધ્યાન કરાવે છે?
A. એવા ગુરુ મળે તો ય સારું !! આ તો લોક ગુરુને સમજ્યા જ નથી. હિન્દુસ્તાનના લોકો ગુરુને સમજ્યા જ નથી કે ગુરુ કોને કહેવાય તે ! જે કોઈ પણ ભગવાં કપડાં પહેરીને...Read More
Q. સમાધિ એટલે શું? નિર્વિકલ્પ સમાધિ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય?
A. હેન્ડલ સમાધિ પ્રશ્નકર્તા: દાદા,મને ચાર-ચાર કલાક સમાધિ રહે છે. દાદાશ્રી: સમાધિ રહે છે ત્યારે તો રહે છે એ બરાબર છે,પણ પછી એ થોડીઘણી જતી રહે...Read More
subscribe your email for our latest news and events