Related Questions

બ્રહ્મચર્ય વ્રત અંગેની હકીકતો શું છે?

વિષય એવી વસ્તુ છે ને કે જ્ઞાની પુરુષની આજ્ઞાથી આ એકલું જ ફેરફાર થાય. છતાં આ વ્રત બધાને ના અપાય. અમે અમુકને જ આ આપેલું છે. તો ચાલો આપણે બ્રહ્મચર્ય વ્રતની પાછળની હકીકત જાણીએ:

  • જ્ઞાનીની આજ્ઞાથી બધું ફેરફાર થઈ જાય. સામાએ ખાલી નિશ્ચય જ કરવાનો કે ગમે તે થાય, પણ મારે આ જોઈતું જ નથી. તો તેને પછી અમે આજ્ઞા આપીએ છીએ અને અમારું વચનબળ કામ કરે છે. એટલે પછી એનું ચિત્ત બીજે ના જાય.
  • આ લોકો વ્રત લે છે. તે પછી વ્રત લેવાથી શું થાય કે મન બધું ઠેકાણે રહે, મન બાઉન્ડ્રીમાં રહ્યા કરે અને વ્રત ના લે તો એમનું ચિત્ત બધું ભટકતું જ હોય!
  • ગમે તેવો ભોગવટો (દુઃખ) સહન કરવો પડે તોય પણ જો તે તેમાં અડગ રહે, તો જ બ્રહ્મચર્ય વ્રત ટકે. બ્રહ્મચર્ય વ્રત તો જ રહે જો પોતે સંપૂર્ણપણે જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહે.
  • બ્રહ્મચર્ય વ્રત બધાને કંઈ લેવાની જરૂર હોતી નથી. એ તો જેને ઉદયમાં આવે. મહીં બ્રહ્મચર્યના ખૂબ વિચાર આવ્યા કરતા હોય, તે પછી વ્રત લે. જેને બ્રહ્મચર્ય વર્તે, તેના તો દર્શનની વાત જ જુદી ને? કો'કને ઉદય આવે, તેના માટે જ બ્રહ્મચર્ય વ્રત છે.
  • બ્રહ્મચર્ય વ્રત વરસ દહાડાનું લઈ શકાય કે છ મહિનાનું પણ લઈ શકાય. આપણને બ્રહ્મચર્યના ખૂબ જ વિચાર આવ્યા કરતા હોય, એ વિચારને આપણે દબાય દબાય કરીએ તોય વિચાર આવ્યા કરતા હોય તો જ બ્રહ્મચર્ય વ્રત માંગવું, નહીં તો આ બ્રહ્મચર્ય વ્રત માંગવા જેવું નથી. અહીં બ્રહ્મચર્ય વ્રત લીધા પછી વ્રત તોડવું એ મહાન ગુનો છે. વિષયનો ક્યારેય વિચાર ના આવે તે બ્રહ્મચર્ય મહાવ્રત. જો વિષય યાદ આવે તો વ્રત તૂટ્યું.
  • અમે બ્રહ્મચર્ય માટે તમને આજ્ઞા આપીએ, તેમાં તમારી ભૂલચૂક થાય તો તેની જોખમદારી બહુ ભયંકર છે. તમે જો ભૂલચૂક ન ખાવ તો પછી બધું અમારી જોખમદારી પર! તમે જે જે મારી આજ્ઞાપૂર્વક કરો તો તેમાં તમારી જોખમદારી નહીં ! તમે આજ્ઞાપૂર્વક કરો એટલે તમારે અહંકાર ઊભો ના થાય. એટલે તમારી જોખમદારી નહીં અને તો પછી આજ્ઞા કરનારની જોખમદારી ખરી ને?!
  • જો બ્રહ્મચર્ય વ્રત લઈશ ને સંપૂર્ણ કરેક્ટ પાળીશ, તો વર્લ્ડમાં અજાયબ સ્થાન પ્રાપ્ત કરીશ, અને અહીંથી સીધો એકાવતારી થઈને મોક્ષે જઈશ. અમારી આજ્ઞામાં બળ છે, જબરજસ્ત વચનબળ છે. જો તારી કચાશ ના હોય તો વ્રત તૂટે નહીં, એટલું બધું વચનબળ છે.
  • આ કાળમાં તો બ્રહ્મચર્ય આખી જિંદગીનું અપાય એવું નથી. આપવું એ જ જોખમ છે. વર્ષ દહાડાનું અપાય. બાકી આખી જિંદગીની આજ્ઞા લીધી અને જો પડે ને, તો પોતે તો પડે પણ જ્ઞાની પુરુષને પણ નિમિત્ત બનાવે.
  • વ્રત લેવું, વ્રત પાળવું એ કંઈ જેવી તેવી વસ્તુ નથી. બ્રહ્મચર્ય વ્રત લેવું એ તો એમનો પૂર્વકર્મનો ઉદય હોય તો સચવાય. પૂર્વે ભાવના કરેલી હોય તો સચવાય, અગર તો જો તમે સાચવવા ધારશો તો સચવાશે. તમારો નિશ્ચય જોઈએ ને જ્ઞાની પુરુષનું વચનબળ જોડે છે, તો સચવાય એવું છે.
Related Questions
  1. બ્રહ્મચારીના લક્ષણો કયા કયા છે?
  2. બ્રહ્મચર્ય માટે આધ્યાત્મિક જીવન કેવી રીતે મદદરૂપ થાય છે? આત્મજ્ઞાન અને બ્રહ્મચર્ય વચ્ચે શું સંબંધ છે?
  3. ભાગ્યે જ જાણીતા એવા બ્રહ્મચર્યના ફાયદાઓ
  4. વિષયના જોખમો શું છે?
  5. સ્વપ્નદોષ એ શું છે? સ્વપ્નદોષ શેના કારણે થાય છે? સ્વપ્નદોષને કઈ રીતે અટકાવી શકાય?
  6. અધ્યાત્મમાં વીર્ય એટલે શું? ઉર્ધ્વગામી વીર્યશકિત અધ્યાત્મમાં કઈ રીતે મદદ કરી શકે?
  7. સ્ત્રી અને પુરુષ વચ્ચેના આકર્ષણનું વિજ્ઞાન શું છે?
  8. બ્રહ્મચર્ય પાળવામાં ખોરાક શું ભાગ ભજવે છે? કેવા પ્રકારનો ખોરાક બ્રહ્મચર્ય પાળવા માટે હીતકારી છે?
  9. બ્રહ્મચર્ય પાળવામાં મન શું ભાગ ભજવે છે?
  10. સતી કોને કહેવાય? સતીની સાચી વ્યાખ્યા શું છે?
  11. બ્રહ્મચર્ય વ્રત અંગેની હકીકતો શું છે?
×
Share on