Related Questions

બ્રહ્મચારીના લક્ષણો કયા કયા છે?

બ્રહ્મચારી એ બ્રહ્મચર્યનું વ્રત લીધેલા વ્યક્તિ કરતા ઘણું વધારે છે.

તો ચાલો, આપણે આ સવાલનો જવાબ શોધીએ, “બ્રહ્મચારી એટલે શું?” પરમ પૂજ્ય દાદાશ્રીની વાણીમાંથી કે જેમણે બધા જ લક્ષણોનું ખૂબ ઊંડાણપૂર્વક વર્ણન કર્યુ છે.

  • પોતાની રીતે આત્મનિર્ભર. જેઓ પોતાની આર્થિક કે બીજી કોઈ પણ રીતે સંભાળ રાખી શકે.
  • એક બ્રહ્મચારી તેમનો સમય અને શક્તિ પોતે નક્કી કરેલા ધ્યેયને સંપૂર્ણપણે સમર્પિત કરી શકે છે, કારણ કે, તેમને જીવનસાથી, સાસરિયા કે પછી બાળકો નથી હોતા કે જેમની સંભાળ લેવી પડે.
  • વચનબળ એવું હોય છે કે તેઓ જે બોલે તેવું જ રૂપકમાં કરી શકે.
  • પ્રચંડ મનોબળ હોય.
  • તેમનું મન તેમના નિયંત્રણમાં રહે.
  • ધાર્યા વ્રત અને આજ્ઞા બધી સરળતાથી પાળી શકે.
  • જ્ઞાન અને દર્શન એટલા શુદ્ધ થાય કે તેમની વૃત્તિઓ સંસારી વસ્તુઓ તરફ જાય જ નહીં.
  • બ્રહ્મચર્ય પાળીને તેમની રોગ પ્રતિકારક શક્તિ એટલી બધી વધે કે તેના પરિણામે તેમને કોઈ પણ પ્રકારનો રોગ થાય જ નહીં.
  • એક સમય માટે વિષયમાં પડવા કરતા, મૃત્યુ આવે તો તેને પણ ખુશીથી સ્વીકારી લે. વિષય-વિકારી સંયોગો ઊભા થાય તો પણ, તેઓ બ્રહ્મચર્ય વ્રત કોઈ પણ રીતે તોડશે નહીં. આ હદ સુધીની મજબૂતી ખૂબ જરૂરી છે અને પોતે આવો નિશ્ચય કેવી રીતે પ્રાપ્ત કરશે? આવું પોતે માત્ર પોતાના બ્રહ્મચર્ય પાળવાના શુદ્ધ ભાવ અને તેના તરફની સિન્સિયારીટી દ્વારા પ્રાપ્ત કરશે!

એ સર્વે કે, જેમણે બ્રહ્મચર્યનો માર્ગ પસંદ કર્યો છે, તેઓ ઉપરના બધા જ લક્ષણો ધરાવે છે. તે છતાં, જેમણે ઉચ્ચત્તમ કક્ષાનું બ્રહ્મચર્ય સિદ્ધ કર્યુ હોય તેઓ નીચે દર્શાવ્યા મુજબના વધુ ગુણો ધરાવે છે: 

  • તેઓને કોઈ પણ બીજા વ્યક્તિ માટે એક પણ વિષય-વિકારી વિચાર ના આવે.
  • માત્ર તેમના મુખ સામે જોઈને જ લોકો ખુશ થઈ જાય.
  • બ્રહ્મચર્યથી નૂર આવે. કાળો-ગોરો જોવાનું નથી. ગમે તેવો કાળો હોય, પણ તેનામાં નૂર હોવું જોઈએ. બ્રહ્મચર્યનું તેજ તો સામી ભીંત ઉપર પડે! ફોરેનવાળા જુએ તો આમ જોઈને ખુશ થઈ જાય કે ન્ડિયન બ્રહ્મચારી આવ્યા, એવું હોવું જોઈએ.
  • કોઈ પણ શાસ્ત્રો કે પુસ્તકોનો આધ્યાત્મિક સાર ધારણ કરી શકે.
  • તેમના વિચારો, અંતરઆશય અને વર્તન એવું હોય કે કુદરતી જ કોઈને પણ કિંચિ‌‌ત્‌માત્ર દુઃખ ના થાય.
  • તેમને ક્રોધ-માન-માયા-લોભ સંપૂર્ણપણે વશ થયેલા હોય.
  • તેમનું ચારિત્ર બહું ઊંચું હોય.
  • નૈતિકતા અને પ્રમાણિકતા તેમનામાં વિકસિત થયેલી હોય.
  • સહજ નમ્રતા હોય. સહજ એટલે નમ્રતા કરવી ના પડે. સહજ જ સામાના આગળ નમ્ર થઈને જ બોલે.
  • સહજ સરળતા હોય. સરળતા કરવી ના પડે. જેમ વાળો તેમ વળે.
  • સંતોષ સહજ હોય. આટલો જ ભાત ને કઢી આપણે ધરીએ ને તો એ ઊંચું જુએ નહીં. સહજ સંતોષ!
  • એની ક્ષમા પણ સહજ હોય.
  • ગાળો દેવા આવ્યો હોય ને તે અહીં આવે ને બેસી રહે, તે આપણે કહીએ કે કંઈક બોલો, બોલો ને! પણ એનાથી અક્ષરેય બોલાય નહીં, એ શીલનો પ્રભાવ!
  • એમનો અપરિગ્રહ-પરિગ્રહ બન્ને સહજ અને અપ્રયત્ન હોય.
  • પ્રતાપનો ગુણ ઉત્પન્ન થાય છે.
  • દેવો પણ તેમને નમસ્કાર કરે છે.
  • તેમને ભગવાનની સામે પણ લઘુતાગ્રંથી નથી હોતી.

આવી દશા જ્યારે સહજ રીતે વર્તાતી હોય ત્યારે જાણવું કે એ વ્યક્તિ હવે શીલવાનની અવસ્થામાં છે.

Related Questions
  1. બ્રહ્મચારીના લક્ષણો કયા કયા છે?
  2. બ્રહ્મચર્ય માટે આધ્યાત્મિક જીવન કેવી રીતે મદદરૂપ થાય છે? આત્મજ્ઞાન અને બ્રહ્મચર્ય વચ્ચે શું સંબંધ છે?
  3. ભાગ્યે જ જાણીતા એવા બ્રહ્મચર્યના ફાયદાઓ
  4. વિષયના જોખમો શું છે?
  5. સ્વપ્નદોષ એ શું છે? સ્વપ્નદોષ શેના કારણે થાય છે? સ્વપ્નદોષને કઈ રીતે અટકાવી શકાય?
  6. અધ્યાત્મમાં વીર્ય એટલે શું? ઉર્ધ્વગામી વીર્યશકિત અધ્યાત્મમાં કઈ રીતે મદદ કરી શકે?
  7. સ્ત્રી અને પુરુષ વચ્ચેના આકર્ષણનું વિજ્ઞાન શું છે?
  8. બ્રહ્મચર્ય પાળવામાં ખોરાક શું ભાગ ભજવે છે? કેવા પ્રકારનો ખોરાક બ્રહ્મચર્ય પાળવા માટે હીતકારી છે?
  9. બ્રહ્મચર્ય પાળવામાં મન શું ભાગ ભજવે છે?
  10. સતી કોને કહેવાય? સતીની સાચી વ્યાખ્યા શું છે?
  11. બ્રહ્મચર્ય વ્રત અંગેની હકીકતો શું છે?
×
Share on