Related Questions

સ્ત્રી અને પુરુષ વચ્ચેનાં આકર્ષણનું વિજ્ઞાન શું છે?

જાતીય આકર્ષણ એટલે શું?

પરમાણુઓના સામસામી હિસાબના કારણે પુરુષ અને સ્ત્રી વચ્ચે આકર્ષણ થાય છે !

ઉદાહરણ:

સ્ત્રી અને પુરુષ વચ્ચેનું આકર્ષણ એ લોહચુંબક અને ટાંકણીના વચ્ચેના આકર્ષણ જેવું છે. આ લોહચુંબક અને ટાંકણી હોય, તે લોહચુંબક આમ ફેરવે તો ટાંકણી આઘી પાછી થાય. તે બન્નેમાં કંઈ જીવ નથી. છતાં લોહચુંબકના ગુણને લીધે બન્નેને ખાલી આકર્ષણ રહે છે.

એવું આ દેહને સરખા પરમાણુ હોય ને, ત્યારે તેની જ જોડે એને આકર્ષણ થાય. પેલામાં લોહચુંબક છે. આમાં ઇલેક્ટ્રિકલ બોડી છે ! પણ જેમ લોહચુંબક લોખંડને ખેંચે, બીજી કોઈ ધાતુને ખેંચતું નથી. આ તો ઈલેક્ટ્રિસિટીને લીધે પરમાણુ બધા એ થાય છે અને તેથી પરમાણુ ખેંચાય છે. જેમ ટાંકણી અને લોહચૂંબકમાં કશું કોઈ વચ્ચે પેઠું મહીં ? ટાંકણીને આપણે શીખવાડ્યું'તું ? તું ઊંચી નીચી થજે ?

એટલે આ દેહ તો આખું વિજ્ઞાન છે. વિજ્ઞાનથી આ બધું ચાલે છે. 

આપણે શા માટે ચોક્કસ વ્યકિતઓ તરફ આકર્ષિત થઈ છીએ તેની હકીકત:  

  1. કંઈ બધી સ્ત્રીઓ/પુરુષો જોડે આકર્ષણ ના થાય, કારણ કે પરમાણુ મળતા આવતા હોય તો એ સ્ત્રી/પુરુષ ઉપર આકર્ષણ થાય. જો પરમાણુ મળતા ના આવે તો આકર્ષણ ના થાય. જો પરમાણુઓ મળતા આવે તો આકર્ષણ થાય છે, પછી પોતે નક્કી કર્યુ હોય કે મારે નથી ખેંચાવું તોય એકબીજા તરફ ખેંચાઈ જાય.
  2. જયારે સામી વ્યકિતનો સ્વભાવ અને વિચારો આપણને ગમતા આવે તો આપણે તેના તરફ ખેંચાઈએ છીએ.
  3. નાની વયમાં જ આપણે આદર્શ જીવનસાથીના દેખાવ વિશેની કલ્પના કરી હોય, એટલે પછી જ્યારે આપણે કોઈ એવી વ્યકિત ને જોઈએ કે જે આ ‘ડીઝાઈન’ ને મેચ થતું હોય તો તુરંતજ આપણે તેના તરફ આકર્ષિત થઈએ છીએ.
  4. એવી માન્યતા થઇ ગઈ છે કે સ્ત્રી/પુરુષના સાનિધ્યમાં સુખ છે.

આકર્ષણ શા માટે રહે છે? આકર્ષણ પાછળનું વિજ્ઞાન શું છે?

એક તો પોતાના સ્વરૂપનું અજ્ઞાન અને વર્તમાનકાળનું જ્ઞાન તે પછી એને રાગ ઉત્પન્ન થાય. તમને જે સ્ત્રી પ્રત્યે આકર્ષણ થતું હોય એના વિષે માત્ર એના આખા જીવનની અવસ્થાઓની કલ્પના કરશો, તો પછી તમે તેની લાગણીઓ અને આકર્ષણમાંથી મુક્ત થઇ જશો. બાકી જો એને એમ સમજાય કે આ ગર્ભમાં હતી તો આવી દેખાતી હતી, જન્મી ત્યારે આવી દેખાતી હતી, નાની બેબી થઈ ત્યારે આવી દેખાતી હતી, પછી આવી દેખાતી હતી, અત્યારે આવી દેખાય છે, પછી આવી દેખાશે, ઘૈડી થશે ત્યારે આવી દેખાશે, પક્ષાઘાત થશે ત્યારે આવી દેખાશે, નનામી કાઢશે ત્યારે આવી દેખાશે, આવી બધી અવસ્થાઓ જેને લક્ષમાં છે, એને વૈરાગ શીખવવાનો ના હોય ! આ તો જે આજનું દેખાય છે તે દેખીને જ મૂર્છિત થઈ જાય છે.

Related Questions
  1. બ્રહ્મચારીનાં લક્ષણો ક્યા ક્યા છે?
  2. બ્રહ્મચર્ય માટે આધ્યાત્મિક જીવન કેવી રીતે મદદરૂપ થાય છે? આત્મજ્ઞાન અને બ્રહ્મચર્ય વચ્ચે શું સંબંધ છે?
  3. ભાગ્યે જ જાણીતા એવા બ્રહ્મચર્યના ફાયદાઓ
  4. વિષયનાં જોખમો શું છે?
  5. સ્વપ્નદોષ એ શું છે? સ્વપ્નદોષ શેના કારણે થાય છે? સ્વપ્નદોષને કઈ રીતે અટકાવી શકાય?
  6. અધ્યાત્મમાં વીર્ય એટલે શું? ઉર્ધ્વગામી વીર્યશકિત અધ્યાત્મમાં કઈ રીતે મદદ કરી શકે?
  7. સ્ત્રી અને પુરુષ વચ્ચેનાં આકર્ષણનું વિજ્ઞાન શું છે?
  8. બ્રહ્મચર્ય પાળવામાં ખોરાક શું ભાગ ભજવે છે? કેવા પ્રકારનો ખોરાક બ્રહ્મચર્ય પાળવા માટે હીતકારી છે?
  9. બ્રહ્મચર્ય પાળવામાં મન શું ભાગ ભજવે છે?
  10. સતી કોને કહેવાય? સતીની સાચી વ્યાખ્યા શું છે?
  11. બ્રહ્મચર્ય વ્રત અંગેની હકીકતો શું છે?
×
Share on