• question-circle
  • quote-line-wt

બ્રહ્મચર્ય એટલે શું?

ખરેખર તો, બે પ્રકારના બ્રહ્મચર્ય છે. ‘હું શુદ્ધાત્મા છું’ એ નિરંતર લક્ષમાં રહે, એ મહાનમાં મહાન બ્રહ્મચર્ય. બાકી, બ્રહ્મચર્યનો ખરો અર્થ શો છે કે બ્રહ્મમાં ચર્યા. શુદ્ધાત્મામાં જ રહેવું, એનું નામ બ્રહ્મચર્ય. 

બ્રહ્મચર્યનો બીજો પ્રકાર એટલે કે જ્યારે તમે મન-વચન અને કાયાથી વિષય-વિકારમાં એકાકાર થતા નથી કે તેને પોષણ નથી આપતા. તમે પરિણીત છો કે નહીં તે મહત્ત્વનું નથી. આ સંદર્ભમાં, બ્રહ્મચર્ય એ પુદ્‍ગલસાર છે. આપણે જે ખાવાનું ખઈએ-પીએ, એ બધાનો સાર શું રહ્યો? 'બ્રહ્મચર્ય'! એ સાર જો તમને જતો રહે તો આત્માનો જે એને આધાર છે, તે આધાર 'લૂઝ' થઈ જાય! એટલે બ્રહ્મચર્ય મુખ્ય વસ્તુ છે. એક બાજુ જ્ઞાન હોય ને બીજી બાજુ બ્રહ્મચર્ય હોય, તો સુખનો પાર જ નહીં ને! પછી એવું ચેન્જ મારે કે ન પૂછો વાત! કારણ કે, બ્રહ્મચર્ય એ પુદ્‍ગલસાર છે ને?

વિષયમાં સુખની મૂર્છામાં ડૂબેલા જગતને, વિષય એ હકીકતમાં કેટલું બધુ ઝેર છે તેમાં જાગૃત થવાની જરૂર છે. લોહી, માંસ અને પરુથી ભરેલા શરીરમાં કેવી રીતે સુખ હોઈ શકે? જરાક તો વિચારો. જેમ, આ દૂધનો સાર એ ઘી કહેવાય, એવું આ ખોરાક ખાધાનો સાર વીર્ય કહેવાય. વિષય અને જાત સાથેના અડપલાથી (હસ્તમૈથુન) તે સાર ધોવાઈ જાય ને, આમ શરીર નબળું પડી જાય (તો બહુ અબ્રહ્મચર્યથી જ વિકનેસ આવી જાય.)

લોકસાર એ મોક્ષ છે અને પુદ્‍ગલસાર એ વીર્ય છે. વીર્યને સાચવવાથી તમને બ્રહ્મચર્યની શક્તિઓ પ્રાપ્ત થશે, જેના પરિણામે તેજ, ઓજસ્વી દેખાવ, એકાગ્રતા અને મનોબળ ઉત્પન્ન થશે. જે વ્યક્તિ બ્રહ્મચર્ય પાળે છે તે અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં પણ શાંત રહી શકે છે.

એક માત્ર જ્ઞાની પુરુષ જ બ્રહ્મચર્ય પાછળનું વિજ્ઞાન ખુલ્લું કરી શકે કારણ કે, તેમણે પોતે પૂર્ણ બ્રહ્મચર્ય સિદ્ધ કર્યુ હોય. પોતે સંપૂર્ણપણે બધા જ પ્રકારના વિષય-વિકારી પરિણામો (સ્પંદનો)થી મુક્ત થયેલા હોવાથી આપણને પણ મુક્ત કરી શકે. આવા જ એક જ્ઞાની પુરુષ છે પરમ પૂજ્ય દાદા ભગવાન. તેમણે પરિણિતો માટે બ્રહ્મચર્યનો માર્ગ ખુલ્લો કર્યો છે. તેઓ કહે છે કે, આ કાળમાં આપસી સહમતી (સમાધાનપૂર્વકની) અને એક પત્નીવ્રત એ જ બ્રહ્મચર્ય છે. 

તેમણે આ સંદર્ભમાં કહ્યું છે કે, “પૈણેલા હોય અને જો બ્રહ્મચર્યવ્રત લે તો આત્માનું કેવું સુખ છે, એ એને પૂરેપૂરું અનુભવાય.” બ્રહ્મચર્ય પાળવાના પૂર્ણ પરિણામો પામવા માટે આત્મજ્ઞાન એ સંપૂર્ણપણે અનિવાર્ય છે. એક વાર આત્મનું સુખ ચાખ્યા પછી તો વિષયમાં સુખ ના લાગે.

બ્રહ્મચર્ય સમજણથી

માત્ર વિષયથી દુર રહેવું તે ખરું બ્રહ્મચર્ય નથી પણ તેની માટે તેને લગતી આખી સમજણ કેળવવી પડે. દાદાના અક્રમ જ્ઞાનથી માત્ર અપરણિત લોકો જ નહી પણ પરણિત લોકો પણ બ્રહ્મચર્ય પાળી શકશે સાચી સમજણથી. સાચી સમજણ માટે વીડિયો નિહાળો.

play
previous
next

Top Questions & Answers

  1. Q. બ્રહ્મચારીના લક્ષણો કયા કયા છે?

    A. બ્રહ્મચારી એ બ્રહ્મચર્યનું વ્રત લીધેલા વ્યક્તિ કરતા ઘણું વધારે છે. તો ચાલો, આપણે આ સવાલનો જવાબ... Read More

  2. Q. બ્રહ્મચર્ય માટે આધ્યાત્મિક જીવન કેવી રીતે મદદરૂપ થાય છે? આત્મજ્ઞાન અને બ્રહ્મચર્ય વચ્ચે શું સંબંધ છે?

    A. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, 'આ જ્ઞાન પછી વિષયનો ક્યારેય મને વિચારેય નથી આવ્યો!' ત્યારે જ આવું... Read More

  3. Q. ભાગ્યે જ જાણીતા એવા બ્રહ્મચર્યના ફાયદાઓ

    A. અધ્યાત્મ માર્ગમાં બ્રહ્મચર્ય એ મોટામાં મોટું તેમ જ પવિત્રમાં પવિત્ર સાધન છે! અણસમજણથી અબ્રહ્મચર્ય... Read More

  4. Q. વિષયના જોખમો શું છે?

    A. જ્યારે પણ આપણે જોખમ શબ્દ સાંભળીએ તો એની મેળે જ આપણે સજાગ અને જાગૃત થઈ જઈએ છીએ અને આપણે પોતાની જાત... Read More

  5. Q. સ્વપ્નદોષ એ શું છે? સ્વપ્નદોષ શેના કારણે થાય છે? સ્વપ્નદોષને કઈ રીતે અટકાવી શકાય?

    A. સ્વપ્નદોષના બે મુખ્ય કારણો છે: વિષયનું આકર્ષણ – આ દોષના કારણે વીર્યનું શરીરમાંથી સૂક્ષ્મમાં... Read More

  6. Q. અધ્યાત્મમાં વીર્ય એટલે શું? ઉર્ધ્વગામી વીર્યશકિત અધ્યાત્મમાં કઈ રીતે મદદ કરી શકે?

    A. સંસારનો સાર એ મોક્ષ છે અને પુદ્ગલસાર એ વીર્ય છે. સંસારની સર્વ ચીજો અધોગામી છે. વીર્ય એકલું જ જો... Read More

  7. Q. સ્ત્રી અને પુરુષ વચ્ચેના આકર્ષણનું વિજ્ઞાન શું છે?

    A. પરમાણુઓના સામસામી હિસાબના કારણે પુરુષ અને સ્ત્રી વચ્ચે આકર્ષણ થાય છે! ઉદાહરણ: સ્ત્રી અને પુરુષ... Read More

  8. Q. બ્રહ્મચર્ય પાળવામાં ખોરાક શું ભાગ ભજવે છે? કેવા પ્રકારનો ખોરાક બ્રહ્મચર્ય પાળવા માટે હીતકારી છે?

    A. બ્રહ્મચર્ય પાળવામાં અને જાગૃતિ ટકાવવામાં ખોરાક બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ ખોરાક જે પેટમાં જાય છે,... Read More

  9. Q. બ્રહ્મચર્ય પાળવામાં મન શું ભાગ ભજવે છે?

    A. મન એ વિરોધાભાસી છે. તે બન્ને તરફના વિચારો બતાડશે, બ્રહ્મચર્ય પાળવાના અને તમને પૈણવાના પણ વિચારો... Read More

  10. Q. સતી કોને કહેવાય? સતીની સાચી વ્યાખ્યા શું છે?

    A. એક એવી સ્ત્રી, જે એટલી શુદ્ધ હોય કે એને પોતાના પતિ સિવાય કયારેય બીજા કોઈ પુરુષનો વિચાર જ ના આવે,... Read More

  11. Q. બ્રહ્મચર્ય વ્રત અંગેની હકીકતો શું છે?

    A. વિષય એવી વસ્તુ છે ને કે જ્ઞાની પુરુષની આજ્ઞાથી આ એકલું જ ફેરફાર થાય. છતાં આ વ્રત બધાને ના અપાય. અમે... Read More

Spiritual Quotes

  1. વિષયોનું જોખમ જાણ્યું નથી, માટે તેમાં અટક્યો નથી.
  2. વિષયનાં પૃથક્કરણ કરે તો ખરજવાને વલૂરવા જેવું છે.
  3. મનમાં વિષયના વિચાર આવતા હોય અને પોતાનો સ્ટ્રોંગ નિશ્ચય હોય કે મારે વિષય ભોગવવો જ નથી. તો આને ભગવાને તપ કહ્યું.
  4. જેણે અબ્રહ્મચર્ય જીત્યું એણે આખું જગત જીત્યું. બ્રહ્મચર્યવાળા પર તો શાસનદેવ-દેવીઓ બહુ ખુશ રહે.
  5. તમારો સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવાનો નિશ્ચય અને અમારી આજ્ઞા, એ તો કામ જ કાઢી નાખશે, પણ જો મહીં સહેજે નિશ્ચય આઘોપાછો ના થયો તો!
  6. 'હું શુદ્ધાત્મા છું' એ નિરંતર લક્ષમાં રહે, એ મહાનમાં મહાન બ્રહ્મચર્ય. એના જેવું બીજું બ્રહ્મચર્ય નથી.
  7. જ્યાં વિષયની વાત જ હોય, ત્યાં ધર્મ નથી. ધર્મ નિર્વિકારમાં હોય. ગમે તેવો ઓછા અંશે ધર્મ હશે, પણ ધર્મ નિર્વિકારી હોવો જોઈએ.
  8. એક વિષયમાં કરોડો જીવ મરી જાય છે, વન ટાઈમમાં તો, સમજણ નહીં હોવાથી અહીંયા મજા માણે છે.
  9. 'આ સ્ત્રી છે' એમ જુએ છે. એ પુરુષનો મહીં રોગ હોય તો જ સ્ત્રી દેખાય, નહીં તો આત્મા જ દેખાય અને 'આ પુરુષ છે' એમ જુએ છે, એ એનો સ્ત્રીનો રોગ છે. નીરોગી થાય તો મોક્ષ થાય.
  10. જેની વાણીથી કોઈને કિંચિત્‌માત્ર દુઃખ ના થાય, જેના વર્તનથી કોઈને કિંચિત્‌માત્ર દુઃખ ના થાય, જેના મનમાં ખરાબ ભાવ ના થાય, તે શીલવાન. શીલવાન વગર વચનબળ ઉત્પન્ન ના થાય.
  11. એક વિષયમાં જે અટક્યો, તે 'ભગવાન' થઈને ઊભો રહ્યો ને વિષયમાં લટક્યો, તે સીધો નર્કે જ ગયો!
  12. આત્મા એ જ બ્રહ્મચર્ય છે. જેને આત્મસુખ લાધે, તેને અબ્રહ્મચર્યના વિચાર જ ના આવે!
  13. શીલમાં બ્રહ્મચર્ય આવી જાય એટલું જ નહીં, પણ તેની સાથે કોઈને કિંચિત્‌માત્ર દુઃખ ના થાય, જોતાં જ આનંદ થાય!
  14. અણહક્કના વિષય ભોગવે, તેને વિષય સંસારમાં રખડાવે છે. અણહક્કના વિષયવાળાને મોક્ષ નથી. હક્કના વિષયવાળાને મોક્ષ છે!
  15. વિષયને જે જીતે, તેના પર ત્રણ લોકના નાથ રાજી થાય!
  16. શીલ એનું નામ કે મહીં રજમાત્ર પણ ખોટો ભાવ ઉત્પન્ન થવો ન જોઈએ.
  17. તમારું શીલ જોઈને જ સામામાં પરિવર્તન થાય! શીલવાન બહુ ઊંચી વસ્તુ છે. આ સત્સંગ શીલવાન થવા માટે જ કરવાનો છે. બાકી, આત્મા મોક્ષસ્વરૂપ જ છે. જ્યારથી ‘સેલ્ફ રિયલાઈઝ’ થયું ત્યારથી મોક્ષસ્વરૂપ જ છે, મોક્ષની શી ઉતાવળ છે? શીલવાન પહેલું થવાનું. એનાં ગુણો ઉત્પન્ન થાય, તેનાથી જગતના બધા ફેરફાર થઈ જાય!
  18. ભય રાખવા જેવો હોય તો વિષયનો રાખવા જેવો છે. બીજી કોઈ આ જગતમાં ભય રાખવા જેવી જગ્યા નથી. માટે એનાથી ચેતતા રહેવું.
  19. વિષયની ચંચળતા એ જ અનંત અવતારના દુઃખનું મૂળિયું છે.
  20. એક જ વખતના વિષયોથી અબજોનું નુકસાન છે. ભયંકર હિંસા છે!
  21. એક મિનિટમાં વૈરાગ્ય આવે એવું આ જગત છે. એમાં વૈરાગ્ય આવતો નથી એય એક અજાયબી છે!
  22. વિષય હોય છતાંય યાદ ના આવે, એનું નામ નિર્વિષય. વિષય ના હોય છતાં યાદ આવે, એનું નામ વિષય.
  23. એક પત્નીવ્રતનો કાયદો હોય એ ‘લિમિટ’વાળું કહેવાય. એ ઊર્ધ્વગતિમાં લઈ જાય. મોક્ષે જવાની ‘લિમિટ’ કઈ? ‘એક પત્નીવ્રત.’
  24. સૌથી મોટામાં મોટી કમાણી ચારિત્રની છે. ચારિત્રનો ‘સ્ટ્રોંગ’ થઈ ગયો તો જગત જીતાઈ ગયું!
  25. વિષયને જે જીતે, તેના પર ત્રણ લોકના નાથ રાજી થાય!
  26. આપણા લોકો તાવ જાય છે, તેને તાવ આવ્યો કહે છે! જે તાવ મહીં ભરાઈ રહ્યો હતો, જે વિકારી ખોરાકનું પરિણામ છે તેને 'વાઈટાલિટી પાવર' ગરમી ઉત્પન્ન કરીને શુદ્ધતા લાવે છે.

Related Books

×
Share on