Related Questions

કળિયુગમાં (વર્તમાન કાળચક્રમાં) મોક્ષ કઇ રીતે પ્રાપ્ત થાય?

જો આપણે એરપોર્ટ જવા માગતા હોઇએ, તો રસ્તો ન જાણવાને કારણે તે ઘણું અઘરૂ થઇ જશે. જો કે, જ્યારે આપણે કશા સાધન દ્વ્રારા રસ્તો જાણી લઇએ છીએ તો મુસાફરી સહેલી થઇ જાય છે. માટે, સૌ પ્રથમ, આપણે એવી વ્યક્તિ કે જે આપણને ટૂંકો અને સહેલો રસ્તો બતાવી શકે તેને શોધવાની જરૂર છે. પછીનું પગથિયું આપણે તેમણે બતાવેલ માર્ગનું અનુસરણ કરીએ તે છે. કળિયુગમાં મોક્ષ કઇ રીતે મેળવવો તેનો આ જવાબ છે.

આપણને મોક્ષનો માર્ગ બતાવી શકે તેવી વ્યક્તિને ચાલો સૌ પ્રથમ શોધી લઇએ.

જે આ સંસારમાંથી મુક્તિ અપાવી શકે તે વ્યક્તિ ‘જ્ઞાની’ છે. તેઓ પાસે આત્માનો અનુભવ હોય છે અને તેઓ જે માર્ગનું અનુસરણ કરે છે તે માર્ગ આપણને ચીંધે છે. તેમનો રાગ – દ્વેષ તેમજ ક્રોધ, માન, માયા, અને લોભ નષ્ટ થયા હોય છે. તેઓને કશું વાંચવાની કે શીખવાની જરૂર હોતી નથી, ઉપરાંત તેઓને ભગવાનના નામના સતત રટણની પણ જરૂર હોતી નથી. પરમાણુના દરેક હિસાબો પૂરા થઇ ગયા હોય છે. તેઓ મુક્ત હોય છે અને બીજાને પણ મુક્ત કરાવે છે. જ્ઞાની હંમેશા ફક્ત શુદ્ધાત્માની દશામાં જ હોય છે. આવા મહાનપુરુષો, કે જેઓ જ્ઞાનનો અખૂટ ભંડાર છે, તેઓ બહુ જૂજ હોય છે. તેથી તેમને શોધવા ખૂબ અઘરા થઇ જાય છે!

ઉપરાંત શ્રીમદ રાજચંદ્ર, ભારતમાં પૂર્વે થયેલા જ્ઞાની પુરુષ, તેમણે કહ્યું છે કે જ્ઞાન જ્ઞાનીની અંદર રહેલું છે, તેથી તેમના વિના કોઇ મોક્ષ પ્રાપ્તિ શક્ય નથી. તેથી, તમારે બધાને જ્ઞાનીની જ જરૂર છે કે જે તમને કઇ રીતે કળિયુગમાં મોક્ષ મેળવવો તેનું માર્ગદર્શન આપી શકે. ચોવીસ તીર્થંકરોએ કહ્યું છે કે તમારે નિમિત્ત (આ પ્રક્રિયામાં સહાયરૂપ વ્યક્તિ)ની જ આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે જરૂર છે. જ્ઞાનીએ આત્મા અનુભવ્યો હોય છે અને બીજાના આત્માને જાગૃત્ત કરી શકે તેવી શક્તિ હોય છે. તે જ એવી વ્યક્તિ છે કે જે કઇ રીતે મોક્ષ મેળવવો તે બતાવી શકે છે.

મોક્ષ પ્રાપ્તિ માટેના માર્ગ:

જયારે મોક્ષ પ્રાપ્તિની વાત આવે છે, ત્યારે મોક્ષના બે માર્ગ છે. એક છે ક્રમિક માર્ગ, કે જે પરંપારિક રીતે પગથિયા ચડતા ચડતા જવાનો છે અને બીજો છે અક્ર્મ માર્ગ, કે જે પગથિયા વિનાનો માર્ગ છે. અહીં તેની વિગતો આપેલ છે.

 • ક્રમિક માર્ગ :

  ક્રમિક માર્ગમાં, વ્યક્તિએ સાંસારિક જીવન અને ભૌતિક વસ્તુઓનો ત્યાગ કરવો પડે છે. આંતરિક નબળાઇઓને કાઢવાની જરૂર પડે છે અને અહંકારને નષ્ટ કરવા માટે પોતાની જાતને અંકુશમાં રાખવાનો પ્રયત્ન કરવો પડે છે અને અંતે પોતાનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે. આ સામાન્ય અને કાયમી રસ્તો છે મોક્ષ માટેનો.

  જો ક્રે, આ કળિયુગમાં (વર્તમાન કાળચક્રમાં), મન, વચન અને કાયાની એકતા હોતી નથી, તેના કારણે, પોતાની જાતને અંકુશમાં રાખવી મુશ્કેલ છે. દાખલા તરીકે, જ્યારે કોઇ વ્યક્તિ આખા દિવસનો ઉપવાસ કરવાનું નક્કી કરે છે અને જો કોઇ તેને તે દિવસે કેક આપે તો, તે કહેશે, “ આજે મારે ઉપવાસ છે. આ ફ્રીજમાં મૂકી રાખો, હું આવતીકાલે ખાઇશ.” આ કેસમાં, કેક ન ખાઇને દેહ ઉપવાસ કરવામાં સાથ આપે છે, પરંતુ મન તે ખાવા ઇચ્છે છે અને વાણી એવી ગોઠવણ કરી નાખે છે જેથી કેક પછીના દિવસે ખાઇ શકાય. તેથી, ઉપવાસનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી. માટે, કળિયુગમાં મોક્ષ મેળવવા માટે આ ખૂબ જ અઘરો માર્ગ છે.

 • અક્ર્મ માર્ગ :

  ક્રમ એટલે પગથિયા દ્વારા આગળ વધવાનું. કોઇ વ્યક્તિ એક સમયે એક જ પગથિયું ચડી શકે, જ્યારે, અક્રમ માર્ગ તો લિફ્ટ માર્ગ છે. આવો માર્ગ ખુલ્લો ભાગ્યે જ થાય. જેને આ માર્ગની ટિકિટ મળી જાય છે તે કાયમી કૃપાપાત્ર બની જાય છે. જો કે, આ રસ્તો હંમેશા ખુલ્લો હોતો નથી. તે લાખ વર્ષે એકાદ વાર જ ખુલે છે. ચક્રવર્તી ભરત, ઋષભદેવ (આ કાળચક્રના પ્રથમ તીર્થંકર) ભગવાનના પુત્રએ અક્રમ માર્ગ દ્વારા મોક્ષ પ્રાપ્ત કર્યો છે.

  અહીં ચક્રવર્તી ભરતની ટૂંકી કથા પ્રસ્તુત કરેલ છે.

  ભગવાન ઋષભદેવને સો પુત્રો હતા. તેમણે દીક્ષા આપેલી, જેનાથી નવ્વાણું પુત્રો મોક્ષમાં ગયા. તેમણે ચક્રવર્તી રાજ ચલાવવાની જવાબદારી સૌથી મોટા પુત્ર, ભરતને સોંપી. ચક્રવર્તી ભરત યુધ્ધ લડીને અને તેરસો રાણી સાથે મહેલમાં રહીને થાકી ગયા હતા. તેથી, તે ભગવાન ઋષભદેવ પાસે ગયા અને દીક્ષા તેમજ મોક્ષ માટે પૂછ્યું.

  ભગવાને તેમને કહ્યું કે , “જો તમે પણ રાજ્ય છોડી દેશો તો રાજ્યની કાળજી કોણ લેશે? તેથી, તમારે જ આ સંભાળવું પડશે, પરંતુ હું તમને ‘અક્રમ જ્ઞાન’ આપીશ, જેનાથી તમે યુધ્ધ લડશો કે પછી તારી તેરસો રાણી સાથે રાજ્ય ચલાવશો તો પણ તમારો મોક્ષ જશે નહિ.” ભગવાને તેઓને આશ્ચર્યકારક જ્ઞાન, અક્રમ જ્ઞાન આપ્યું.

  આ યુગમાં, આ જ જ્ઞાન શ્રી અંબાલાલ એમ. પટેલની મહીં પ્રગટ થયું, જે દાદા ભગવાન તરીકે ઓળખાય છે. તેથી જગત સમક્ષ અક્રમ વિજ્ઞાન (આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટેનું આધ્યાત્મિક વિજ્ઞાન) તરીકે ખુલ્લું થયું. આ અદ્‍ભૂત વિજ્ઞાન માત્ર આપણને મોક્ષે લઇ જશે એટલું જ નહિ, પરંતુ આપણા રોજિંદા જીવન માટે વ્યવહારિક ઉકેલો લાવવામાં પણ મદદરૂપ નીવડશે, જે સુખ અને શાંતિ તરફ દોરી જશે.

  ચાલો આપણે કળીયુગમાં મોક્ષ કઇ રીતે પ્રાપ્ત કરવો અથવા પોતાની જાતનું જ્ઞાન કઈ રીતે મેળવવું તે માટે જ્ઞાની પુરુષ દાદા ભગવાન સાથેની વાતચીત પરથી સમજીએ:

  પ્રશ્નકર્તા : ક્રોધ-માન-માયા-લોભને છોડવાનો રસ્તો, એ જ્ઞાન જ છે ? અને એ જ્ઞાન આ કાળને માટે સમન્વિત છે ?

  દાદાશ્રી : સાચું જ્ઞાન તો એનું નામ કહેવાય કે જે ક્રોધ-માન-માયા-લોભને ઊડાડી મૂકે.

  પ્રશ્નકર્તા : એ પ્રાપ્ત કેમ કરવું ?

  દાદાશ્રી : એ જ જ્ઞાન અહીં તમને આપું છું. આ બધાને ક્રોધ-માન-માયા-લોભ બધું ઊડી જ ગયેલું છે.

  પ્રશ્નકર્તા : હ્રદયની સરળતા આવવી એટલી સહેલી છે ?

  દાદાશ્રી : સરળતા આવવી કે ના આવવી એ તો પૂર્વભવનો હિસાબ છે. એનું 'ડેવલપમેન્ટ' છે. જેમ સરળ થાય તેમ વધુ ઉત્તમ કહેવાય. પણ એ 'ક્રમિકમાર્ગ'નું છે. એમાં સરળ માણસ ધર્મને પામે પણ એમાં કરોડ અવતારેય મોક્ષનું ઠેકાણું ના પડે. ને આ 'અક્રમવિજ્ઞાન' છે. આ એક જ અવતારી જ્ઞાન છે. અને જો આ જ્ઞાનની આરાધના અમારી આજ્ઞાપૂર્વક કરવામાં આવે ને તો નિરંતર સમાધિ રહે ! તમે ડૉક્ટરની લાઈન કરો તોય નિરંતર સમાધિ રહે. કશું જ નડશે જ નહીં ને અડશે નહીં. આ તો બહુ ઊંચું વિજ્ઞાન છે. તેથી કવિરાજ કહે છે કે દસ લાખ વર્ષે આવું થયું નથી, એવું આ થયું છે.

  પ્રશ્નકર્તા : શરણાગતિ જોઈએ એમ ?

  દાદાશ્રી : ના. અહીં શરણાગતિ જેવી કશી વસ્તુ જ નથી. અહીં તો અભેદભાવ છે. મને તમારા કોઈની જોડે જુદાઈ લાગતી જ નથી. ને આ દુનિયા જોડેય જુદાઈ લાગતી નથી.

  પ્રશ્નકર્તા : આપ તો બહુ ઊંચી કોટિના છો, અમે તો બહુ નીચી કોટિના છીએ.

  દાદાશ્રી : ના. એવું નથી. તમે તો મારી કોટિના જ છો. તમે મને જોયા જ કરો. તેનાથી મારારૂપ થયા કરો. બીજો કોઈ રસ્તો નથી. જેને તમે જુઓ તે રૂપ થયા કરો.

  પ્રશ્નકર્તા : સંસારના વ્યવહારમાં શુદ્ધતા, શુચિ જોઈએ ને ?

  દાદાશ્રી : શુદ્ધતા એટલી બધી આવવી જોઈએ કે આદર્શ વ્યવહાર કહેવાવો જોઈએ. 'વર્લ્ડ'માંય જોયો ના હોય, તેવો ઊંચામાં ઊંચો, વ્યવહાર હોવો જોઈએ. અમારો વ્યવહાર તો બહુ ઊંચો હોય. આ વિજ્ઞાન એવું છે. હું જે તમને દેખાડું છું એ કેવળજ્ઞાનનો આત્મા છે અને આ જગતના લોકો જે આત્મજ્ઞાન કરે છે, એ શાસ્ત્રીય આત્મજ્ઞાન છે.

  પ્રશ્નકર્તા : પાત્રતા કે અધિકારની વગર આ જ્ઞાન કેમ પચે ?

  દાદાશ્રી : પાત્રતા કે અધિકારની અહીં જરૂર જ નથી. આચારના ધોરણ ઉપર આ નથી. બાહ્યાચાર એ શું છે ? જગત આખું બાહ્યાચાર ઉપર બેઠું છે. બાહ્યાચાર એ 'ઈફેક્ટ' છે, 'કોઝિઝ' નથી. 'કોઝિઝ' અમે ઊડાડી મૂકીએ છીએ. પછી 'ઈફેક્ટ' તો એની મેળે ધોવાઈ જશે.

જો તમને જ્ઞાની ને મળો તો મોક્ષ તમારા હાથમાં જ છે. જ્ઞાની પુરુષ દાદા ભગવાને, અક્રમ વિજ્ઞાનના સંશોધક, પૂજ્ય નીરૂમા અને પૂજ્ય દીપકભાઇને સત્સંગ કરવા અને લોકોને આત્મજ્ઞાન આપવા માટે ખાસ સિધ્ધિ કરી આપેલ છે. હાલમાં અક્રમ વિજ્ઞાનની ધુરા સંભાળનાર પૂજ્ય દીપકભાઇ છે, જેઓ આત્મજ્ઞાન આપે છે અને મોક્ષ પ્રાપ્તિ થઇ શકે એમ છે.

તમે જ્ઞાનીને હવેની આગામી જ્ઞાનવિધિ કાર્યક્રમમાં મળી શકો છો અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકો છો.

×
Share on
Copy