Related Questions

વીતરાગોની નિર્દોષ દ્રષ્ટિ.

તમારા દોષો પણ અમને દેખાય પણ અમારી દ્રષ્ટિ શુદ્ધાત્મા તરફ હોય, ઉદયકર્મ તરફ દ્રષ્ટિ ના હોય. અમને બધાના દોષોની ખબર પડી જાય પણ એની અમને અસર થાય નહીં, તેથી જ કવિએ લખ્યું છે કે,

'મા કદી ખોડ કાઢે નહીં,

દાદાનેય દોષ કોઈના દેખાય નહીં.'

મને અત્યારે કોઈ ગાળો ભાંડે પછી કહેશે, 'સાહેબ, મને માફ કરો.' અરે, ભઈ, માફ અમારે કરવાનું ના હોય. માફ તો અમારા સહજ ગુણમાં જ હોય. સહજ સ્વભાવ જ અમારો વણાઈ ગયેલો કે માફી જ બક્ષે. તું ગમે તે કરું તોય માફી જ બક્ષે. જ્ઞાનીનો એ સ્વાભાવિક ગુણ થઈ જાય છે. અને તે આત્માનો ગુણ નથી એ, નથી દેહનો ગુણ, એ વ્યતિરેક ગુણો છે બધા.

આ ગુણો ઉપરથી આપણે માપી શકીએ કે આત્મા એટલે સુધી પહોંચ્યો. છતાં આ આત્માના ગુણો નથી. આત્માના પોતાના ગુણો તો ત્યાં ઠેઠ જોડે જાય છે, એ બધા ગુણો આત્માના. અને વ્યવહારમાં આ આપણે કહ્યાં તે લક્ષણ છે એનાં. આપણે કોઈને ધોલ મારીએ અને એ આપણી સામે હસે ત્યારે આપણે જાણીએ છીએ કે આમને સહજ ક્ષમા છે. ત્યારે આપણને સમજાય કે વાત બરાબર છે.

તમારી નિર્બળતા અમે જાણીએ છીએ. અને નિર્બળતા હોય જ. એટલે અમારી સહજ ક્ષમા હોય. ક્ષમા આપવી પડે નહીં, મળી જાય, સહજપણે. સહજ ક્ષમા ગુણ તો છેલ્લી દશાનો ગુણ કહેવાય. અમારે સહજ ક્ષમા હોય. એટલું નહીં પણ તમારા માટે અમને એકધારો પ્રેમ રહે. જે વધે-ઘટે એ પ્રેમ ન હોય, એ આસક્તિ છે. અમારો પ્રેમ વધે-ઘટે નહીં એ જ શુદ્ધ પ્રેમ, પરમાત્મ પ્રેમ છે. 

×
Share on