Related Questions

વીતરાગોની તત્ત્વ દ્રષ્ટિ

અમને આ જગતમાં કોઈ દોષિત દેખાતું જ નથી. ગજવું કાપનારો હોય કે ચારિત્ર્યહીન હોય, તેનેય અમે નિર્દોષ જ જોઈએ! અમે 'સત્ વસ્તુ'ને જ જોઈએ. એ તાત્ત્વિક દ્રષ્ટિ છે. પેકિંગને અમે જોતા નથી. વેરાઈટીઝ ઓફ પેકિંગ છે, તેમાં અમે તત્ત્વદ્રષ્ટિથી જોઈએ. 'અમે' સંપૂર્ણ નિર્દોષ દ્રષ્ટિ કરી અને આખા જગતને નિર્દોષ જોયું! માટે જ 'જ્ઞાની પુરુષ' તમારી 'ભૂલ'ને ભાંગી શકે! બીજાનું ગજું નહીં.  

×
Share on