અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો11 ડિસેમ્બર |
10 ડિસેમ્બર | to | 12 ડિસેમ્બર |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોલોક માને કે ભગવાન ઉપરી છે, તે તેમની ભક્તિ કરીશું, તો છૂટી જઈશું. પણ ના, કોઈ બાપોય ઉપરી નથી. તું જ તારો ઉપરી, તારો રક્ષક પણ તું જ ને તારો ભક્ષક પણ તું જ. યુ આર હોલ એન્ડ સોલ રીસ્પોન્સિબલ ફોર યોર સેલ્ફ (તમે જ તમારે પોતાને માટે સંપૂર્ણ જવાબદાર છો) પોતે જ પોતાનો ઉપરી છે, આમાં બીજો કોઈ બાપોય આંગળી ઘાલતો નથી. આપણો બોસ(ઉપરી) છે તેય આપણી ભૂલથી ને અન્ડરહેન્ડ(હાથ નીચેના) છે તેય આપણી ભૂલથી જ છે. માટે ભૂલ તો ભાંગવી પડશે ને ?
પોતાની સંપૂર્ણ સ્વતંત્રતા-આઝાદી જોઈતી હોય તો પોતાની બધી જ ભૂલો ભાંગી જાય તો મળે. ભૂલ તો ક્યારે જડે કે 'પોતે કોણ છે ?' એનું ભાન થાય, પરમાત્માનો સાક્ષાત્કાર થાય ત્યારે !
આ બ્રહ્માંડનો દરેક જીવ બ્રહ્માંડનો માલિક છે. માત્ર પોતાનું ભાન નથી તેથી જ જીવડાંની જેમ રહે છે. પોતાના દેહની માલિકીનો જેને દાવો નથી તે આખા બ્રહ્માંડનો માલિક થઈ ગયો ! આ જગત આપણી માલિકીનું છે તેવું સમજાય એ જ મોક્ષ ! હજી એવું શાથી સમજાયું નથી ? કારણ કે આપણી જ ભૂલોએ બાંધેલા છે તેથી. આખું જગત આપણી જ માલિકીનું છે.
અમારો ઉપરી કોઈ બાપોય નથી. આ ઉપર બોસ છે કે બાપોય ઉપર બેઠો છે, એવું નથી. જે છો એ તમે જ છો અને તમને દંડ આપનારોય કોઈ નથી ને તમને જન્મ આપનારોય કોઈ નથી. તમે પોતે જન્મ લો છો ને ધારણ કરો છો ને આ પાછું જાવ છો ને આવો છો. જાવ છો ને આવો છો. તમારી મરજી મુજબના સોદા છે. હિન્દુસ્તાનમાં આવતા સુધી તો જાણે કે કુદરતી સાહજીક રીતે છે, પણ આ હિન્દુસ્તાનમાં આવ્યા પછી થોડું ઘણું સમજાય કે આપણી કંઈક ભૂલ થાય છે.
ડાહ્યા માણસ જો આટલું જ સમજે કે શું મારામાં કોઈ પણ માણસ સળી કરી શકે એમ નથી ? તો આપણે કહીએ કે નથી, નથી, નથી !!! અને કહેશે, 'મારો ઉપરી કોઈ નથી ?' ત્યારે કહીએ, 'નથી, નથી, નથી !!!' તારા ઉપરી તારા બ્લંડર્સ અને મિસ્ટેક્સ. બ્લંડર્સ કેમ ભાંગવા ? તો અમે કહીએ કે અહીં આવજે બા અને મિસ્ટેક કેમ ભાંગવી ? તે અમારે તને સમજ પાડવી પડે. પછી તારે ભાંગવાની. અમે રસ્તો દેખાડીશું. મિસ્ટેક ભાંગવાની તારે અને બ્લંડર્સ અમારે ભાંગી આપવાનાં.
subscribe your email for our latest news and events