Related Questions

સાચા જ્ઞાનની ઓળખાણ શી છે?

સમકિતીની નિશાની શું ? ત્યારે કહે કે ઘરનાં બધાં ઊંધું કરી આપે તોય પોતે છતું કરી નાખે. બધી બાબતમાં છતું કરવું એ સમકિતીની નિશાની છે. અમે આ સંસારની બહુ સૂક્ષ્મ શોધખોળ કરેલી. છેલ્લા પ્રકારની શોધખોળ કરીને અમે આ બધી વાતો કરીએ છીએ. વ્યવહારમાં કેમ કરીને રહેવું તેય આપીએ છીએ અને મોક્ષમાં કેવી રીતે જવાય તેય આપીએ છીએ. તમને અડચણો કેમ કરીને ઓછી થાય એ અમારો હેતુ છે.

આપણી વાત સામાને 'એડજસ્ટ' થવી જ જોઈએ. આપણી વાત સામાને 'એડજસ્ટ' ના થાય તો તે આપણી જ ભૂલ છે. ભૂલ ભાંગે તો 'એડજસ્ટ' થાય. વીતરાગોની વાત 'એવરીવ્હેર એડજસ્ટમેન્ટ'ની છે.

પ્રશ્નકર્તા : દાદા, આ 'એડજસ્ટ એવરીવ્હેર' એ જે આપે કહ્યું, એને લીધે તો બધા ભલભલાનો નિકાલ આવી જાય !

દાદાશ્રી : બધા નિકાલ આવી જાય. અમારા એક-એક શબ્દ છે, તે બધા જલદી નિકાલ લાવનારા. એ ઠેઠ મોક્ષે લઈ જાય. માટે 'એડજસ્ટ એવરીવ્હેર.'

પ્રશ્નકર્તા : અત્યાર સુધી જ્યાં ગમતું'તું, ત્યાં બધા એડજસ્ટ થતા હતા અને આપનામાં તો એવું લાગ્યું કે જ્યાં ના ગમતું હોય ત્યાં તું વહેલો એડજસ્ટ થા.

દાદાશ્રી : હા, એવરીવ્હેર એડજસ્ટ થવાનું છે.

×
Share on
Copy