સંબંધોમાં સાચો પ્રેમ

પ્રેમમાં કોઈ દહાડો ય આખી જીંદગીમાં છોકરાનો દોષ ના દેખાય, બૈરીનો દોષ ના દેખાય, એનું નામ પ્રેમ કહેવાય.  પ્રેમમાં દોષ દેખાય જ નહીં એને અને આ તો લોકોને કેટલા દોષ દેખાય? 'તું આવી ને તું આવો !" પ્રેમનો એક વાળ જગતે જોયો નથી. આ તો આસક્તિ છે.

વધે નહીં, ઘટે નહીં તે સાચો પ્રેમ. સાચો પ્રેમ ઘાટ વગરનો હોય. સાચા પ્રેમમાં અપેક્ષા ના હોય. પ્રેમમાં સ્વાર્થ ક્યારેય ના હોય.

વ્યવહારમાય બાળકો, નોકરો કે કોઈ પણ પ્રેમથી જ વશ થઈ શકે, બીજા બધા હથિયાર નકામા નીવડે અંતે તો !

એક છોડવો ઉછેરવો હોયને, તો ય તમે પ્રેમથી ઉછેરો, તો બહુ સારો ઉછરે. પણ એમ ને એમ પાણી રેડોને બૂમાબૂમ કરો, તો કશું ના થાય. એક છોડવો ઉછેરવો હોય તો ! તમે કહો કે 'ઓહોહો, સરસ થયો છોડવો'. તે એને સારું લાગે છે! એ ય સરસ ફૂલાં આપે મોટાં મોટાં ! તો આ પછી મનુષ્યોને તો કેટલી બધી અસર થતી હશે ?

જગતે જોયો નથી, સુણ્યો નથી, શ્રદ્ધયોનથી, અનુભવ્યો નથી, એવો પરમાત્મ પ્રેમ પ્રત્યક્ષમાં પામવો હોય તો પ્રેમ સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાનીને જ સેવવા.

 

પ્રેમની પરીભાષા

કોઈની પ્રત્યે આકર્ષણ થાય એને પ્રેમ ના કહેવાય એ આસક્તિ કહેવાય. રીયલ પ્રેમ એ શુદ્ધપ્રેમ છે, પરમાત્મા પ્રેમ છે, જે પ્રેમમાં કંઈ પણ મેળવવાની ભાવના નથી, કંઈ જોઈતું નથી. તો મેળવો સમજણ સાચા પ્રેમની.

Spiritual Quotes

  1. પ્રેમમાં કોઈ દહાડો ય આખી જિંદગીમાં છોકરાનો દોષ ના દેખાય, બૈરીનો દોષ ના દેખાય, એનું નામ પ્રેમ કહેવાય.
  2. આસક્તિ તો એબવ નોર્મલ અને બીલો નોર્મલ પણ હોઈ શકે. પ્રેમ નોર્માલિટીમાં હોય, એકસરખો જ હોય, તેમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય જ નહીં.
  3. ફૂલ ચઢાવનાર અને ગાળ દેનાર, બન્ને પર સરખો પ્રેમ હોય, એનું નામ પ્રેમ.
  4. સત્ય પ્રેમમાં વિષય ના હોય, લોભ ના હોય, માન ના હોય.
  5. સારા દેખાય છે તેય ભ્રાંતિ અને દોષિત દેખાય છે તેય ભ્રાંતિ. બન્ને એટેચમેન્ટ-ડિટેચમેન્ટ છે. એટલે કોઈ દોષિત ખરેખર છે જ નહીં અને દોષિત દેખાય છે એટલે પ્રેમ થાય જ નહીં. એટલે જગત જોડે જ્યારે પ્રેમ થશે, જ્યારે નિર્દોષ દેખાશે ત્યારે પ્રેમ ઉત્પન્ન થશે.
  6. જગતના લોકોને શું જોઈએ છે ? મુક્ત પ્રેમ. જેમાં સ્વાર્થની ગંધ કે કોઈ પ્રકારનો ઘાટ ના હોય.
  7. એટલે જ્યાં સ્વાર્થ ના હોય ત્યાં આગળ શુદ્ધ પ્રેમ હોય. સ્વાર્થ ક્યારે ના હોય ? 'મારી-તારી' ના હોય ત્યારે સ્વાર્થ ના હોય. 'મારું-તારું' છે ત્યાં અવશ્ય સ્વાર્થ છે અને 'મારું-તારું' જ્યાં છે ત્યાં અજ્ઞાનતા છે.
  8. ''ઘડી ચઢે, ઘડી ઊતરે, વોહ તો પ્રેમ ના હોય અઘટ પ્રેમ હી હૃદય બસે, પ્રેમ કહીએ સોય.''
  9. સાચા ગુરુ ને શિષ્ય વચ્ચે તો પ્રેમનો આંકડો એવો સરસ હોય કે ગુરુ જે બોલે એ એને ગમે બહુ.
  10. એક પ્રમાણિકપણું અને બીજું પ્રેમ કે જે પ્રેમ વધઘટ ના થાય. આ બે જગ્યાએ ભગવાન રહે છે. કારણ કે જ્યાં પ્રેમ છે, નિષ્ઠા છે, પવિત્રતા છે, ત્યાં જ ભગવાન છે.

Related Books

×
Share on
Copy