સ્પર્ધા

શું તમે રેસકોર્સ જોઈ છે? ત્યાં શું થાય છે? દરેક ઘોડો બીજા બધા ઘોડાઓ સાથે સ્પર્ધામાં ઊતરે છે અને હાંફી હાંફીને પહેલો નંબર લાવાની કોશિશ ઠેઠ સુધી કરે છે. જ્યારે એ દોડે છે, ત્યારે એ એટલો સ્વાર્થી થાય છે કે જીતવા માટે હિંસક પણ બની જાય છે. આપણે મનુષ્યો પણ જીવનની દરેક સ્પર્ધામાં આવું જ કરતા હોય છે ને? આપણે પણ આ ઘોડાઓની જેમ એક બીજા સાથે સ્પર્ધામાં ઊતરીએ છીએ. પણ અંતે શું થાય છે? ખાલી એક વ્યક્તિ જીતે છે અને બાકી બધા હારે છે. હવે જો એટલા બધા માણસોમાંથી ખાલી એક જ જીતવાનો હોય, તો પછી આપણે આટલું બધું કેમ દોડીએ? આપણે એટલા સ્વાર્થી અને હિંસક કેમ બનીએ કે જેથી કરીને આપણે ના ખાલી હારનો માર ખાવો પડે પણ બીજા ને પણ દુઃખ આપીને વેર ઊભું કરીએ (કચડીને, નીચે પાડીને, શડયંત્ર રમીને) અને પોતાને પણ તકલીફ આપીને ખુદની પ્રગતિને રૂંધીયે (માણસાઈ ગુમાવી, અધોગતિ નોતરવી)?

તમને એવું નથી લાગતું કે આના કરતા તો આપણે આવી સ્પર્ધામાં હારીને કાયમના માટે શાંતિ અને વિનમ્રતાને જીતી લેવી જોઈએ? પણ શું આ કાળમાં આવા લઘુતમ રહીને પણ હારીને જીતી શકાય ખરું? આજ ચાવીઓ આ કાળના જ્ઞાની પુરુષ, પરમ પૂજ્ય દાદાશ્રી, આપણને વ્યવહારુ અને વૈજ્ઞાનિક રીતે આપે છે. તો ચાલો વાંચીએ મિત્રો! 

જીવન - હાર કે જીત?

આપના મતે જીવન હાર છે કે જીત? જીતવું તો દરેકને ગમે, પરંતુ શું એવો કોઈ રસ્તો છે કે હારીને પણ જીતી શકાય?

play
previous
next

Top Questions & Answers

 1. Q. પૈસા માટે સ્પર્ધામાં ઉતરવું લાભદાયી છે? શું પૈસા માટેની સ્પર્ધા નકામી છે?

  A. રાત-દહાડો પૈસાના વિચાર મુંબઈ શહેરમાં કોણ નહીં કરતું હોય ? થોડા ઘણા ધોળા ને ભગવા લૂગડાંવાળા સાધુઓ... Read More

 2. Q. ધંધાની સ્પર્ધામાં થતી પૈસાની ચિંતા કે નુકશાનના ભયને કેવી રીતે દૂર કરાય?

  A. દરેક ધંધા ઉદય-અસ્તવાળા હોય છે. મચ્છર ખૂબ હોય તો ય આખી રાત ઊંઘવા ના દે અને બે હોય તો ય આખી રાત... Read More

 3. Q. કોઇ મને હરાવવા માટે આવે ત્યારે કેવી રીતે જીતાય? જીતવા માટે શ્રેષ્ઠ માર્ગ કયો છે?

  A. અનંત અવતાર આનું આ જ કર્યું છે. બીજું શું કર્યું છે તે ? બીજો ધંધો શું કર્યો છે ? પણ હવે આ 'જ્ઞાન'... Read More

 4. Q. જયારે મને સફળતા મળતી હોય અને લોકો મને નીચે પાડવા પ્રયત્ન કરે ત્યારે શું કરવું? ઈર્ષાળુ લોકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો?

  A. હરીફાઈમાં ય કેવી પદ્ધતિ હોય છે, કે કેટલીક નાતો તો પોતાનો છોકરો આગળ વધતો હોય તો વધવા દે અને રક્ષણ... Read More

 5. Q. સ્પર્ધાની શું ખરાબ અસરો છે? શું તમે સ્પર્ધાથી વસ્તુઓની ખરીદી કરો છો? શું સામાજિક સ્પર્ધા સારી છે?

  A. ધર્મધ્યાન કોને કહેવાય ? કોઇક માણસે પોતાનું ખરાબ કર્યું તો એના તરફ કિંચિત્ માત્ર ભાવ બગડે નહીં અને... Read More

 6. Q. સ્પર્ધામાં ઉતરવું યોગ્ય છે? કેમ તમારે સ્પર્ધા ના કરવી જોઈએ?

  A. પ્રશ્નકર્તા: દરેકની એવી ઇચ્છા હોય ને, કે હું કંઈક થઉં અને અહીં આપની પાસે એવી ઇચ્છા થાય કે હું કાંઈ... Read More

 7. Q. ધર્મમાં સ્પર્ધાની શું અસરો હોય છે? શું ધાર્મિક સ્પર્ધા અથવા ધાર્મિક સાંપ્રદાયિક્તા યોગ્ય છે?

  A. લોકોને મોક્ષે જવું છે અને બીજી બાજુ મતમતાંતરમાં પડી રહેવું છે, પક્ષાપક્ષી કરવી છે. મારું સાચું એમ... Read More

 8. Q. ગુરુતમ બનવાની સ્પર્ધામાંથી કેવી રીતે બહાર નીકળવું? શા માટે નમ્ર કે વિનમ્ર (લઘુતમ) રહેવું જોઈએ?

  A. ગુરુતમનો યોગ થાય ત્યારે અહીં ભારે થાય, ગુરુતમ થાય. ગુરુનો અર્થ જ ભારે અને ભારે એટલે ડૂબે. અને ડૂબે... Read More

 9. Q. કેવી રીતે સ્પર્ધા ટીકામાં પરિણામે છે? તમે અન્ય લોકોની ટીકા કરો ત્યારે શું થાય છે?

  A. અને બીજું, કોઈની યે ટીકા કરવા જેવું નથી. ટીકા કરનારનું પોતાનું બગડે છે. કોઈ પણ માણસ કશું કરે,... Read More

 10. Q. આ વિશ્વમાં એવી કોઈ પણ જગ્યા છે કે જ્યાં સ્પર્ધા ના હોય?

  A. આ તેથી આપણે કહ્યું ને, કે ભઈ, આ તમારા બધાનું સાચું. પણ અમારું આ સ્પર્ધાવાળું નથી. આ અજોડ વસ્તુ છે.... Read More

Spiritual Quotes

 1. આ 'રેસકોર્સ'માં કોઈનો નંબર લાગેલો નહીં. ખાલી હાંફી હાંફીને મરી જાય ! 'અમે' આ દોડાદોડમાં કોઈ દહાડો ઊતરીએ નહીં. 'અમે' તો એક જ શબ્દ કહીએ કે, 'ભઈ, અમારામાં બરકત નથી.'
 2. એ તો સરવૈયું કાઢીને આ અનુભવથી કહું છું. અનંત અવતારથી દોડ્યો, તે બધું નકામું ગયું. 'ટોપ' ઉપર બેસે એવું દોડ્યો છું, પણ બધે માર ખાધો છે. એનાં કરતાં ભાગોને, અહીંથી ! આપણી અસલ જગ્યા ખોળી કાઢો, હેય....જાયજેન્ટિક !!
 3. અનંત અવતાર 'આ' 'રેસકોર્સ'માં દોડ દોડ કરીશ તોય છેલ્લે દહાડે તું છેતરાઈશ, એવું આ જગત છે ! બધું નકામું જશે ! ઉપરથી પાર વગરનો માર ખાવાનો ! એનાં કરતાં ભાગો અહીંથી, આપણી 'અસલ જગ્યા' ખોળી કાઢો ! જે આપણું 'મૂળ સ્વરૂપ' છે !
 4. આ 'અક્રમ વિજ્ઞાન' છે. તમે 'રેસકોર્સ'માંથી ખસ્યા કે તરત તમારી 'પર્સનાલિટી' પડશે. રેસકોર્સમાં 'પર્સનાલિટી' ના પડે. કોઈની જ ના પડે.
 5. આ જગતને કોઈ જીતી શકેલો જ નહીં. તેથી અમારી એક બહુ ઊંડી શોધખોળ છે કે જે આ જગતને જિતાડે. 'અમે તો હારીને બેઠા છીએ, તારે જીતવું હોય તો આવ.'
 6. હારીને પછી જીતેલાને આશીર્વાદ આપે તે મોક્ષે જાય, 'કમ્પલીટ' થાય !
 7. જીતવા જશો તો વેર બંધાશે ને હારશો તો વેર છૂટશે !
 8. તમે કહો કે અમે હારી ગયેલા છીએ, તો જગત તમને છોડી દેશે. એ અમે શોધખોળ કરેલી. કારણ કે જગતને પહોંચી વળવા ગયા, તેથી કેટલાંય અવતાર કરવા પડ્યા. એ છેવટે અમે હાર્યા કહીને બેસી ગયા.
 9. આપણે છૂટવું હોય તો આપણે હરીફાઈમાં ના રહીએ. હરીફાઈમાં હોઈએ ત્યાં સુધી સામો એના દોષ સંતાડે ને આપણે આપણા !
 10. હરીફાઈ છે ત્યાં 'જ્ઞાન' થતું નથી.
 11. હરીફાઈ એ કુસંગ છે.
 12. જ્યાં સ્પર્ધા ત્યાં સંસાર ને સ્પર્ધા ના હોય ત્યાં 'જ્ઞાન'.
 13. હરીફાઈ કરવી એ તો ભયંકર રોગ છે.
 14. 'હું મોટો છું' એવું માને છે તેથી આ જગત 'રેસકોર્સ'માં ઊતરે છે અને એ બધા ભાન ભૂલીને અવળે રસ્તે જઈ રહ્યા છે. જો લઘુતમનો અહંકાર હોયને, તે લઘુ થતો થતો એકદમ લઘુતમ થઈ જાય. એટલે એ પરમાત્મા થઈ જાય !

Related Books

×
Share on