મુક્તિ મરણના ભયથી
દરેક જીવ અનંત અવતારથી મરણના ભયમાં ને ભયમાં રહે છે. આત્મસ્વરૂપ પામવાથી જન્મ-મરણ માંથી મુક્ત થવાય એમ છે. મૃત્યુના ભયમાંથી મુક્ત થવા માટેની વિશેષ સમજણ.
અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો05 જૂન |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
શું એવું તમારા ધ્યાનમાં આવ્યું છે કે, કોઈપણ સંબંધોમાં, જો તમને કોઈ (વ્યકિત) ના ગમતી હોય, તો તમને તેની ભૂલો (દોષ) દેખાવાનું શરૂ થઈ જાય છે? આમ સતત ભૂલો (દોષો) જોવાના લીધે સામા માટે તિરસ્કાર ઉત્પન્ન થઈ જાય છે. પછી જ્યારે જ્યારે તમે તે વ્યકિતનાં સંપર્કમાં આવો છો, ત્યારે તમને અકળામણ થાય છે. અકળામણની સાથે તીવ્ર અભાવ થવાથી તે વ્યકિત માટે ભય ઉત્પન્ન થાય છે આ પૂરવાર કરે છે કે, તમે એવી વ્યકિતઓથી ભય પામો છો, કે જેની ભૂલો તમને દેખાય છે.
હકીકતમાં, આખુ જગત નિર્દોષ છે. સામેની વ્યકિત તમારું કર્મ પુરું કરાવવામાં, માત્ર નિમિત્ત છે. જો તમે આવું વિચારો અને બીજાની ભૂલો જોવાનું બંધ કરી દો, તો તમે આપોઆપ ભયમુક્ત થઈ શકો છો.
કૃષ્ણ ભગવાને પણ કહ્યું છે, ‘વીતરાગ માર્ગ નિર્ભય માર્ગ છે, મોક્ષમાર્ગ છે.’ કૃષ્ણ ભગવાને કેવું સુંદર કહ્યું છે!
દાદાશ્રી કહે છે કે, ‘આત્મા સ્વભાવથી જ સુખનું ધામ છે. પોતે આત્મ સ્વરૂપે છે, બીજું કોઈ તેની પાસેથી તેનું સુખ છીનવી શકે એમ છે નહીં. તે સ્વભાવથી જ દુઃખ અને ભોગવટાથી મુક્ત છે. તેની પાસે જબરદસ્ત ઐશ્વર્ય (પ્રભાવ) છે. કોઈ પણ દુઃખ તેને કેવી રીતે અસર કરી શકે?” તેથી જો તમે તમારા અનંતા સુખના ધામ એવા આત્મ સ્વરૂપને ઓળખો, તો તમને ક્યારેય ભોગવટો નહીં આવે.
વધુમાં, તમે જ્ઞાની પુરુષની નિર્દોષ દ્રષ્ટિની સમજણથી ભયના મૂળ કારણને સમજીને, કોઈપણ પ્રકારનાં ભયમાંથી મુક્ત થઈ શકો છો. માત્ર આટલી અંતર (સૂક્ષ્મ) દ્રષ્ટિ જ તમને શાંત અને ભયમુક્ત બનાવશે.
subscribe your email for our latest news and events