Related Questions

એડજસ્ટમેન્ટ લેવાના જુદા જુદા રસ્તાઓ ક્યા છે?

પરમ પૂજ્ય દાદા ભગવાને પ્રરૂપિત સુત્ર: “એડજસ્ટ એવરીવ્હેર”. તેમણે જીવનમાં કેવી રીતે એડજસ્ટમેન્ટ લઈ શકાય તેના ઘણા જુદા જુદા રસ્તાઓ બતાવ્યા છે.

 • એડજસ્ટ થવા માટે તમારે સામી વ્યક્તિના વ્યુપોઈન્ટને એડજસ્ટ થવું તે મુખ્ય છે. એના માટે ફરિયાદ કરતા પહેલાં તમે પોતે તેની જગ્યાએ હોવ તો શું કરો તે વિચારો.
 • ફરિયાદ કરવાના બદલે, તમારા અસંતોષને પોઝીટીવ થિંકિંગ (વિચારો) ની શકિતથી સંતોષમાં ફેરવી નાખો. આવું કરવા માટે અગવડતામાં સગવડતા જુઓ. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, "રાત્રે મને વિચાર આવ્યો કે, 'આ ચાદર મેલી છે' પણ પછી એડજસ્ટમેન્ટ મૂકી દીધું તે એટલી સુંવાળી લાગે કે ના પૂછો વાત."
 • તમને દુઃખ કે ભોગવટો તમારા સારા અને ખરાબના અભિપ્રાયને કારણે થાય છે. તમારે પોતે તેના પર જાગૃતિ રાખવી જોઈએ. જ્યારે તમે કોઈ વસ્તુને સારી કહો છો, ત્યારે બીજી વસ્તુ તેની સરખામણીમાં ખરાબ બની જાય છે અને તમને ગૂંચવવાનું શરુ કરી દે છે અને જો તમે સારા અને ખરાબ આ અભિપ્રાયોથી બહાર નીકળી જાવ તો, તમને કોઈ ભોગવટો નહી આવે. ‘એડજસ્ટ એવરીવ્હેર'.
 • યાદ રાખો બધી પરિસ્થિતિઓ આવીને અંતે જતી રહેવાની છે. ખરેખર તો પરિસ્થિતિઓ ઉપડી જશે અને અથડામણથી થયેલ નુકશાનથી લાંબા સમય સુધી તેના પડઘા પડ્યા રાખશે. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, "તમારે શા માટે એડજસ્ટ થવું જોઈએ કારણકે જગતની દરેક ઘટના અંત વાળી છે; તેનો અંત આવવાનો જ છે, પણ જો તે લાંબી ચાલે અને તમે તેને એડજસ્ટ ના થાવ, તો પછી તમે પોતે અને સામી વ્યક્તિ બંને દુઃખી થાવ છો. 
 • ‘સત્ય’ ને તપાસવામાં બહુ ગૂંચવાઈ ના જાશો. ખરેખર તો ‘સત્ય’ એ રીલેટીવ છે અને દરેક વ્યક્તિના વ્યૂ પોઇન્ટના આધારે છે. લોકો જે કહે તે સાચું હોય કે નહિ, તમારે એડજસ્ટ થઈ જાવું. જો કોઇ તમને કહે કે "તમે અક્કલ વગરના છો” તો તમારે એવું કહી ને તુરત જ એડજસ્ટ થઈ જવું કે, "તમે સાચા છો. હું પહેલેથી જ થોડો ધીમો (ઢીલો) છું. તમને તો આજે ખબર પડી, હું તો નાનપણથી જ જાણું છું. "તમે આવી રીતે જવાબ આપશો, તો તમે અથડામણ ટાળી શકશો. તેઓ તમને પછી ફરી ક્યારેય હેરાન નહીં કરે.
 • કાઉન્ટર પુલી વાપરો. પરમ પૂજ્ય દાદાશ્રી આપણને પૂલી સિસ્ટમનું ઉદાહરણ આપીને સમજાવીને એડજસ્ટ થવાનું કહે છે. જો તારા રિવોલ્યૂશન ૧૮૦૦ ના હોય ને સામાનાં ૬૦૦ હોય, તે તું તારો અભિપ્રાય એના પર બેસાડે તો સામાનું એન્જિન તૂટી જાય. એના બધા ગિયર બદલવા પડે એ લોકો તારી વાત ત્યારે જ સમજાશે જ્યારે તું કાઉન્ટર પુલી નાખીને તારા રિવોલ્યૂશન ધીમા કરીશ.
 • ધારો કે તમે કોઈ પરિસ્થિતિમાં એડજસ્ટ ના થઈ શક્યાં અને કોઈને દુઃખ થઇ ગયું, તો તમે પાછા તેમની પાસે જાવ અને માફી માંગો. અથડામણ વધુ આગળ ના વધારતા પરિસ્થિતિને એડજસ્ટ થવાનો આ પણ એક ઉપાય છે.
 • તમે વિચાર કરો કે, જો તમે તમારી ભૂલો નથી સાંભળી શકતા તો પછી તમે બીજાને તેની ભૂલો કેવી રીતે બતાવી શકો છો. તેના બદલે તમે સામી વ્યક્તિની પ્રકૃતિને ઓળખો, જેનાથી તમને તે સમજાશે કે તે આવું શાથી કરી રહ્યો છે, પછી તમે તેને એડજસ્ટ થઈ શકશો.
 • જે લોકો જેવા છે તેવા તેમને સ્વીકારો, એમને બદલવા પ્રયત્ન ના કરો. આવું ઘરની વ્યક્તિઓ સાથે સૌથી મહત્વનું બની જાય છે. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, "કોઈ કહેશે કે, 'ભઈ, એને સીધી કરો.' અરે, એને સીધી કરવા જઈશ તો તું વાંકો થઈ જઈશ.”
 • તમારા કુટુંબીજનો અને પતિ / પત્ની જેવા છે તેવા સ્વીકાર કરો તે જ સૌથી સારું છે. એવું વિચારો કે તમારું ઘર જુદા જુદા ફૂલોવાળો (વ્યક્તિત્વ ધરાવતો) એક બગીચો છે. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, "શું તમે બગીચાના બધા ફૂલોને નહી વખાણો? એક ઘરમાં એક ગુલાબ જેવું, એક મોગરા જેવો, એટલે પેલો ગુલાબ બૂમો પાડે કે તું કેમ મારા જેવું નથી ? તારો રંગ જો કેવો સફેદ, મારો રંગ કેવો સરસ છે ? ત્યારે મોગરો કહેશે કે તારે તો નર્યા કાંટા છે. હવે ગુલાબ હોય તો કાંટા હશે, મોગરો હશે તો કાંટા નહીં હોય. મોગરાનું ફૂલ સફેદ હશે. તો આમ વિચારો, અભિપ્રાયો અને વ્યક્તિત્વ ની વિવિધતાને વખાણીને મતભેદ ઓછા કરો. (અથડામણ ટાળો)
 • એડજસ્ટમેન્ટ લેવાનો મતલબ એવો નથી કે તમે સામી વ્યક્તિ સાથે માત્ર અથડામણ ટાળવા તે જેમ કહે તેમ આંખ મીંચીને કરો . તમારે સામે બેસીને પ્રોબ્લેમ શું છે તે વિષે વાતચીત કરવી જોઈએ. દરેક વ્યક્તિ પોતાનો મત દર્શાવી શકે અને આ રીતે વધારે મતભેદ પાડ્યા વિના, પરસ્પર સમજૂતીથી સમસ્યાનો નિકાલ લાવી શકાય.
 • એવા લોકોનું નિરીક્ષણ કરો જે કેવી રીતે એડજસ્ટ કરવું તે જાણે છે અને તેમની પાસેથી શીખો.

એવી રીતે એડજસ્ટ કરો કે જેથી તમારા લીધે કોઈ મુશ્કેલીમાં ના મુકાય જાય.

×
Share on