drug-culture

વ્યસન કરવું એ ખોટું છે એ સમજવું સૌથી મહત્વની વસ્તુ છે!

આજે, આપણે ફિલ્મ ક્ષેત્રમાં જોઇએ છીએ કે કેટલી હદ સુધી વ્યસનો ફેલાયેલા છે. ટોચની હસ્તીઓ, કે જે યુવાનો માટે ખૂબ પ્રેરણાદાયક બની ગયા હોય અને જેઓ લોકોના જીવનને ઘણી બધી રીતે અસર કરતાં હોય છે, તેઓ તેમના ચાહકોની નજરમાં વ્યસનની ખરાબ આદતના કારણે કલંકિત બની જતા હોય છે.

દારૂ અને માદક પીણાનું વ્યસન, કેટલા બધા વર્ષોની મહેનત અને ટેલેન્ટ્ને નષ્ટ કરી દે છે, જે મહેનતને કારણે તેઓએ પોતાના ધ્યેયને હાંસલ કરેલું હોય છે અને લોકોના હ્ર્દયમાં સામ્રાજ્ય જમાવ્યું હોય છે, આ બધુ ક્ષણવારમાં જ સંપૂર્ણપણે નાશ પામી જાય છે! તેઓએ ક્ષણિક આનંદ ખાતર આવું શરૂ કર્યુ હોય છે, તે આગળ જતાં તેમની અપકીર્તિમાં બદલાઇ જાય છે અને જીવન અસ્તવ્યસ્ત થઇ જાય છે.

પરંતુ આજે પણ, જો જીવનના આ ખરાબ સમયમાં વ્યક્તિને સમજમાં આવે કે વ્યસન એ ખરેખર સમસ્યા છે જે મને નિષ્ફળતાના માર્ગે લઇ ગયેલ છે, તે જ પડતીનું મૂળ કારણ છે, તો તેવી સમજણ પણ સદ્દનસીબ કહેવાય !

આ સમસ્યામાંથી કઈ રીતે બહાર આવવું તેના કારણો વિચારવા – બીજી મહત્વની વસ્તુ...

હવે, એક વખત આપણે સમજીએ કે વ્યસન એ સમસ્યા છે, તો પછીનું પગલું છે આ સમસ્યાનો શું ઉપાય છે તે વિચારવું? ચાલો સમજીએ...

આપણે વારંવાર ખરાબ આદતોને બળપૂર્વક દબાવી દેવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ સમય જતાં , જ્યારે આપણુ મન બળવો કરે છે અને બૂમો પાડવાનું શરૂ કરે છે ,આપણે મન જે કહે તે કરવા દોરાઇ જઇએ છીએ.જ્યારે વ્યસનની ખૂબ જ જરૂર પડી ગઇ હોય ત્યારે મનને દબાવી દેવાથી , સમય જતાં બમણું વ્યસન કરવા તરફ દોરાઇ જાય છે.ઉદાહરણ તરીકે , જો હું વ્યસનની આદતને બળપૂર્વક દબાવી દેવાના પ્રયત્ન કરવા દોડું તો , સમય જતાં ધીમે-ધીમે વ્યસનની આદતમાં ખૂબ ઉછાળો આવી જશે.

તેથી,હવે આપણે શું કરવું જોઇએ? આ ઝેરીલા ચક્રમાંથી આપણે કઇ રીતે બહાર આવીશું?

વ્યસન દૂર કરવાના ચાર ઉપાયો :

ચાર વ્યવહારુ ઉકેલ દ્વારા કોઇ પણ પ્રકારના વ્યસન અથવા દુર્ગુણને મનના મૂળમાંથી દૂર કરી શકાય છે. ચાલો આ ઉકેલ વિશે સમજીએ, એવું ધારીએ કે આપણને બીડી પીવાનું વ્યસન છે.

addiction
  1. નિશ્ચય : બીડી ફૂંકવાની આદત છોડવા માટે મજબૂત નિશ્ચય કરવો. એવું આપણા મનને લાગવું જોઇએ કે આપણે બીડી પીવાના ધ્યેયની વિરૂધ્ધમાં છીએ.
  2. વિશ્લેષણ :બીજું પગથિયું એ છે કે બીડી ફૂંકવી કઈ રીતે ખોટી છે તેના કારણોની તપાસ કરવી. આપણે બીડી ફૂંકવાથી થતા ગેરફાયદાઓની દરેક પાસાઓના વિશ્લેષણ સાથે યાદી બનાવવી જોઇએ. તેનાથી બીડી ફૂંકવાથી થતી હાનિકારક અસરો ધ્યાનમાં આવશે કે જે મનને સ્પષ્ટ સમજણ આપશે કે ‘બીડી ફૂંકવાથી મને અને મારા સમગ્ર પરિવારને કઈ રીતે નુકસાન થાય છે?’ આવી સમજણ આપણા મનની બીડી પીવા માટેની જે માન્યતા હતી તેને તોડશે.
  3. પ્રતિક્રમણ :માફી માગવી એટલે પ્રતિક્રમણ. (જે પણ ભગવાનને તમે માનતા હોય તેની સમક્ષ). આ વ્યસનનો પડદો ચીરવા માટેનું પ્રભાવશાળી હથિયાર છે. તમે તમારી ખરાબ ટેવના વિરોધમાં છો તેના પર તે ભાર મૂકે છે અને તેથી તમારા બીડી પીવાના અભિપ્રાયને ધોઇ નાખે છે. માટે, પ્રતિક્રમણ આપણા અભિપ્રાયો કે જે બીડી પીવાની આદતને પ્રોત્સાહન આપતા હતા તેને દૂર કરે છે અને બુધ્ધિને શાંત કરે છે.
  4. રક્ષણ ન કરવું : જ્યારે કોઇ આપણું વ્યસન કેટલું ખરાબ છે તે બાબતે ભૂલો બતાવે અથવા ફરિયાદ કરે, તો આપણે તેનું રક્ષણ ન કરવું જોઇએ. આપણું રક્ષણ કરતાં જવાબો ન આપવા જોઇએ જેવા કે- “તેમાં શું ખોટું છે? હું તો માત્ર એક જ સિગારેટ લઉં છું” અથવા “પહેલા હું દિવસમાં ૧૦ સિગારેટ લેતો હવે એક જ લઉં છું.”આમાં શું ખોટું છે – તેવું બોલવાથી આપણી ખરાબ આદતોને પ્રોત્સાહન મળે છે અને તેનાથી આપણે બીડી પીવાની ટેવમાંથી ક્યારેઉ મુક્ત થઇશું નહિ. તેથી,આપણે ક્યારેય પણ આપણી ભુલોનું રક્ષણ ન કરવું જોઇએ અને જ્યારે કોઇ આઅણને ભૂલો બતાવે ત્યારે ખરેખર તે ભુલ સ્વીકારવી જોઇએ.આ રીતે, આપણે ધીમે-ધીમે આપણા વ્યસનમાંથી મુક્ત થઇશું.
addiction

તમારા નિશ્ચયથી, તમારી સમજણથી, પ્રતિક્રમણ કરવાથી અને તમારી ખરાબ ટેવો અથવા દોષનું રક્ષણ ન કરવાથી તમે ચોક્કસપણે તેમાંથી બહાર આવી જ શકશો અને જો તમને આવા વ્યસનોમાંથી છોડાવવા માટે કોઇ જ્ઞાની પુરુષનો સંગ મળી જાય, તો તો તમે ખૂબ જ નસીબદાર સાબિત થશો, તેઓ તમારા સમગ્ર જીવનનને ધન્ય બનાવી દેશે.

×
Share on