શું ખરેખર આપણે કોણ છીએ, તે અનુભવવા માટે સંસાર ત્યાગ કરવાની, ધ્યાન કરવાની અને અસાધારણ તપની જરુર છે? આપણી ખરી ઓળખ અને પરમ સુખ કે જે આપણી અંદર પહેલેથી જ રહેલું છે, તે મેળવવા માટે શા માટે આપણે બધી વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ? એવા લાખો માણસો છે જેમણે તે પરમ સુખની ખોજમાં બધીજ(સંસારી) વસ્તુઓનો ત્યાગ કર્યો છે. પરંતુ શું ખરેખર તેની જરૂર છે? "હું કોણ છું?" તે પ્રશ્નનો જવાબ ઇતિહાસમાં અનેક વખત સંતો દ્વારા આપવામાં આવ્યો છે. જો કે તે અનુભવ તેમના હૃદયમાં એક ગુપ્ત રહસ્ય તરીકે જ રહ્યો છે. તેમ છતાં, બહુ ઓછા એવા વ્યક્તિઓ હશે કે જેમણે આ અનુભવ બીજા લોકોને કરાવ્યો હશે. આત્માનુભવની પ્રક્રિયા ખરેખર ખુબ જ સહેલી છે, પરંતુ તેના માટે યોગ્ય માર્ગદર્શનની જરૂર છે.

તો ચાલો, આની શોધ માટે આપણે, આપણામાંના જ એક એવા જ્ઞાની(દાદાશ્રી) અને મુમુક્ષુ વચ્ચેનો સંવાદ સાંભળીએ, કે ખરેખર આપણું શું છે, અને શું નથી?

આપણે કોણ છીએ તે સમજવા માટે ચાલો આપણે ‘હું’ અને ‘મારું’ ને છૂટું પાડીએ.

Know Thy self
Know Thy self

દાદાશ્રી: અત્યારે તમારે ‘મારું’ જેવી કશું વસ્તુ છે? ‘હું’ એકલો છે કે ‘મારું’ સાથે છે ?

પ્રશ્નકર્તા: ‘મારું’ સાથે જ હોય ને !

દાદાશ્રી: શું શું ‘મારું’ છે તમારે ? ‘મારું’ માં કઈ કઈ વસ્તુઓ આવે?

પ્રશ્નકર્તા: મારું ઘર અને ઘરની બધી વસ્તુઓ.

દાદાશ્રી: શું બધી વસ્તુઓ તમારી કહેવાય? અને વાઈફ કોની કહેવાય?

પ્રશ્નકર્તા: એ પણ મારી.

દાદાશ્રી: અને છોકરાં કોના ?

પ્રશ્નકર્તા: એ પણ મારા.

દાદાશ્રી: અને આ ઘડિયાળ કોનું ?

પ્રશ્નકર્તા: એ પણ મારું છે.

દાદાશ્રી: અને હાથ કોના છે?

પ્રશ્નકર્તા: હાથ પણ મારા છે.

દાદાશ્રી: પછી તમે 'મારું માથું, મારું શરીર, મારા પગ, મારા કાન, મારી આંખો' એવું કહેશો.આ શરીરમાં બધી જ વસ્તુને 'મારું' કહે છે, ત્યારે 'મારું' કહેનાર તમે કોણ છો? “આ બધી વસ્તુઓ મારી છે” એવું કહેનાર તમે કોણ છો? એવો તમે ક્યારેય વિચાર્યું છે ? એક બાજુ તમે 'માય નેમ ઈઝ ચંદુલાલ' (ચંદુલાલ ની જગ્યાએ વાચકે પોતાનું નામ સમજવું.) કહો છો અને પછી કહો છો કે 'હું ચંદુલાલ છું', આમાં કંઈ વિરોધાભાસ નથી લાગતો?

પ્રશ્નકર્તા: હા, લાગે છે.

દાદાશ્રી: તમે ચંદુલાલ છો, હવે આમાં ‘હું’ અને ‘મારું’ બે છે. આ ‘હું’ અને ‘મારું’ એ બે રેલવેલાઈનના પાટા જેવુ છે એ બંને સાથે જ ચાલે પણ હોય કાયમ જુદા જ. એ બંને પેરેલલ જ રહે છે, કોઈ દહાડો એકાકાર થતું જ નથી. છતાં ય તમે એકાકાર માનો છો. આનું કારણ પોતાની સાચી ઓળખની અણસમજણ અને અજાગૃતિ છે. તે સમજીને આમાંથી ‘મારું’ ને સેપરેટ કરી નાખો. મારું’ માં જેટલું આવે તે બધાને બાજુએ મુકો. ‘મારું’ હાર્ટ, તો એ બાજુએ મૂકો. આ શરીરમાંથી બીજું શું સેપરેટ કરવાનું હોય?

પ્રશ્નકર્તા: પગ અને બધી ઈન્દ્રિયો.

દાદાશ્રી: હા. બધું જ. પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને બીજું બધું જ. પછી ‘માય માઈન્ડ' કહે છે કે ‘આઈ એમ માઈન્ડ' કહે છે?

પ્રશ્નકર્તા: ‘માય માઈન્ડ' કહે છે. 

દાદાશ્રી: ‘મારી બુદ્ધિ’ કહે છે ને?

પ્રશ્નકર્તા: હા.

Know Thy self
Know Thy self

દાદાશ્રી: મારું ચિત્ત કહે છેને ?

પ્રશ્નકર્તા: હા.

દાદાશ્રી: અને 'માય ઈગોઈઝમ' બોલે છે કે 'આઈ એમ ઈગોઈઝમ' બોલે છે?

પ્રશ્નકર્તા: માય ઈગોઈઝમ.

દાદાશ્રી: એટલે ઈગોઈઝમ પણ તમારો ભાગ નથી. 'માય ઈગોઈઝમ' બોલશો તો એટલું જુદું પાડી શકશો. પણ તેથી આગળ જે છે, એમાં તમારો ભાગ શું છે તે તમે જાણતા નથી. એટલે પછી પૂરેપૂરું સેપરેશન થાય નહીં. તમારું અમુક હદ સુધી જાણો. તમે સ્થૂળ વસ્તુ જ જાણો છો, એથી આગળ સૂક્ષ્મમાં જાણતા જ નથી. આ તો સૂક્ષ્મ બાદ કરવાનું, એ પછી સૂક્ષ્મતર બાદ કરવાનું, પછી સૂક્ષ્મતમ બાદ કરવાનું એ જ્ઞાની પુરુષનું જ કામ.પણ એક એક સ્પેરપાર્ટસ બધા બાદ કરતાં કરતાં જઈએ તો ‘આઈ’ ને ‘માય’ એ બે જુદું થઈ શકે ખરું ને? ‘આઈ’ ને ‘માય’ બે જુદાં પાડતાં છેવટે શું રહે? ‘માય’ને બાજુએ મૂકો, તો છેવટે શું રહ્યું? ‘માય’માં જેટલું આવે તે બધાને એક બાજુએ મૂકો, તો છેવટે શું રહ્યું?

પ્રશ્નકર્તા: ‘આઈ’

દાદાશ્રી: તે ‘આઈ’એ જ તમે છો! બસ, તે ‘આઈ’ને રીયલાઈઝ કરવાનું છે.

 

પ્રશ્નકર્તા: તો સેપરેટ કરીને એમ જાણવાનું છે કે જે બાકી રહ્યું તે 'હું' છું.

દાદાશ્રી: હા, સેપરેટ કરીને જે બાકી રહ્યું તે તમે પોતે છો. ‘આઈ’ એ તમે પોતે જ છો. એની તપાસ તો કરવી પડશે ને? એટલે આ સહેલો રસ્તો છે ને, ‘આઈ’ અને માય’ જુદા કરે તો?

પ્રશ્નકર્તા: આમ તો સહેલો રસ્તો છે, પણ પેલું સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ જુદું થાય તો ખરું ને? એ જ્ઞાની વગર ના બને ને?

દાદાશ્રી: હા, તે જ્ઞાની પુરુષ દેખાડી દે. તો તેથી અમે કહીએ છીએ ને, સેપરેટ ‘આઈ’ એન્ડ ‘માય’ વિથ જ્ઞાનીઝ સેપરેટર. એ સેપરેટરને શાસ્ત્રકારો શું કહે છે?

તેને ભેદજ્ઞાન કહે છે. આ ‘આઈ’ એન્ડ ‘માય’ને છુટું પડવાનું વિજ્ઞાન છે. ભેદજ્ઞાન વગર તમે શી રીતે બાદ કરશો? કઈ કઈ ચીજ તમારી છે અને કઈ કઈ તમારી નથી, એ બેનું તમને ભેદજ્ઞાન નથી. ભેદજ્ઞાન એટલે 'મારું' બધું આ છે અને 'હું' જુદો છું આનાથી. એટલે જ્ઞાની પુરુષની પાસે, એમના ટચમાં રહીએ તો એ ભેદજ્ઞાન પ્રાપ્ત થઈ જાય ને પછી આપણને જુદું પડી જાય.

‘આઈ’ એન્ડ ‘માય’ નો ભેદ પડે તો બહુ સહેલું છે ને આ? મેં આ રીત બતાવી તે રીતે અધ્યાત્મ સહેલું છે કે અઘરું છે? નહીં તો આ કાળના જીવોનો તો શાસ્ત્રો વાંચી વાંચીને દમ નીકળી જાય.

 

“ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ. ઈટ હેઝ પઝલ્ડ ઈટસેલ્ફ. ગોડ હેઝ નોટ ક્રીયેટેડ ધીઝ પઝલ. ધેર આર ટુ વ્યૂપોઇન્ટસ્ ટુ સોલ્વ ધીસ પઝલ, વન રિલેટિવ વ્યૂપોઈન્ટ એન્ડ વન રિયલ વ્યૂપોઇન્ટ. રીયલ ઈઝ પરમેનન્ટ, રિલેટીવ ઈઝ ટેમ્પરરી. ઑલ ધીસ રિલેટિવ્સ આર ટેમ્પરરી એડજેસ્ટમેન્ટસ એન્ડ યુ આર પરમેનન્ટ.”

~પરમ પૂજ્ય દાદાશ્રી
close

જ્ઞાનવિધિની માહિતી

જ્ઞાનવિધિ એ અક્રમ વિજ્ઞાનનો બે કલાકનો એક અનોખો પ્રયોગ છે. એ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, જેમાં દેહ અને આત્મા જુદા છે, એવું અનુભવમાં આવે છે.

play

જેમ સોની સોનાને અન્ય તત્વોથી જુદું પાડે છે, તેમ વ્યક્તિને આત્માની ઓળખાણ કરાવવા માટે જ્ઞાની પુરુષની જરુર છે. ખરું આધ્યાત્મ એ ધર્મ નથી, એ વિજ્ઞાન છે. માત્ર એવા વિજ્ઞાનીની જરૂર છે કે જે બે અવિનાશી તત્વોને, આત્મા (આઈ) અને અનાત્મા (માય) ને છુટા પાડી શકે. તેથી આત્માને ઓળખવા માટે (આત્માનો અનુભવ કરવા માટે), વ્યકિતએ આત્મવિજ્ઞાની કે જ્ઞાની પુરુષ પાસે જવું પડે. પરમ પૂજ્ય દાદાશ્રીએ ભેદજ્ઞાનના પ્રયોગ દ્વારા હજારો લોકોને આ જ્ઞાન પમાડ્યું છે. આજે પણ લોકો પૂજ્ય દીપકભાઈની હાજરીમાં આત્મજ્ઞાન પામી રહ્યા છે. લાખો લોકોએ આત્માનો અનુભવ કરી આત્માને જગાડયો છે. આ જ્ઞાનવિધિ પ્રાપ્ત કર્યા પછી આત્માની નિરંતર જાગૃતિ સાથે જીવનમાં ચિંતા મુક્ત દશા અને સુખ શાંતિનો અનુભવ થાય છે.

ભેદજ્ઞાન કે જે આત્માનુભવ કરવા માટેની વૈજ્ઞાનિક વિધિ અથવા જ્ઞાનવિધિ તરીકે પણ ઓળખાય છે તેને માટે વધુ જાણવા અહીં ક્લિક કરો.

In Search of Eternal Happiness

This video considers the universal search for happiness, and how it can be fulfilled in the Gnan Vidhi (Self-realization) ceremony.

જે લોકોએ જ્ઞાનવિધિમાં ભાગ લીધો છે તેમના અનુભવો જોવા માટે અહીં ક્લિક કરો.

આખા વિશ્વમાં જે લોકોએ જ્ઞાનવિધિમાં ભાગ લીધો છે તેમના અનુભવો વાંચવા માટે અહીં ક્લિક કરો.

એક પુસ્તિકા "આત્મા સાક્ષાત્કાર" ડાઉનલોડ કરવાનું ભૂલશો નહિ.

આગામી સત્સંગ (પ્રશ્નોત્તરી સત્સંગ) અને જ્ઞાનવિધિનો (આત્મજ્ઞાન પ્રાપ્તિના પ્રયોગનો) કાર્યક્રમ જાણવા માટે અહીં ક્લિક કરો.

જો તમારે આગામી સત્સંગ અને જ્ઞાનવિધિ વિષે અગાઉથી માહિતી જોઈતી હોય તો અહીં ક્લિક કરી, ફોર્મ ભરો અને અમે તમને અનુકૂળ સ્થળ વિષે માહિતગાર કરીશું.

જો તમારે કોઈ પ્રશ્નો હોય કે મુશ્કેલીઓના ઉકેલ જોઈતા હોય તો, અમે તમને માર્ગદર્શન આપી શકીએ છીએ. આ માટે અમને [email protected] પર એક ઇ-મેઇલ મોકલશો અને અમે શક્ય તેટલી વહેલી તકે તમને જવાબ આપીશું.

 

×
Share on