કર્મ એટલે શું? કર્મ, આ શબ્દનો ઉપયોગ વ્યવહારમાં ઘણી વાર થતો હોય છે. જો તમે આ પેજ વાંચી રહ્યા છો, તો તમે ખોટી રીતે સમજાયેલા શબ્દ ‘કર્મ’ની સાચી સમજણ મેળવવા માંગતા હજારો વ્યક્તિઓમાંથી એક છો.
તમે કદાચ અહીં એ સમજવા માટે આવ્યા છો કે કેવી રીતે જે આશયો, હેતુઓ, ઈચ્છાઓ અને લાગણીઓની સાથે આપણે કાર્યો કરીએ છીએ, તેની આપણા જીવન પર કેવી અસરો થાય છે અને તે ‘કર્મ’ સાથે કેવી રીતે સંકળાયેલા છે.
સંસ્કૃતમાં કર્મનો અર્થ કાર્ય અથવા ક્રિયા કરવી. તેમાં આપણે જે ક્રિયા માત્ર શરીરથી જ નહીં, પરંતુ વાણીથી અને મનથી કરીએ છીએ, તે પણ તેમાં આવી જાય છે.
- કેટલાક લોકોએ કર્મનો અર્થ ભૂતકાળનો પડઘો ગણાવ્યો છે અને તેમના મુજબ તે ભવિષ્યનું સર્જન પણ કરે છે.
- નોકરી પર જવું, સારા કામો કરવા, દાન આપવું વગેરે જેવા રોજિંદા કાર્યોને પણ સામાન્ય રીતે કર્મ કહેવાય છે.
- આત્મજ્ઞાની પરમ પૂજ્ય દાદાશ્રી કર્મ શું છે, તેની ઊંડી સમજણ આપે છે અને સમજાવે છે કે ખરેખર તે બધા કાર્યો વ્યક્તિએ પૂર્વજન્મમાં બાંધેલા કર્મોનું ફળ છે. આમ, આપણા આ જીવનમાં જે કંઈ પણ બહાર દેખાય છે, તે બધું જ આપણા પોતાના પૂર્વજન્મના ભાવનું ફળ છે.
