Related Questions

કોઈને મોક્ષમાર્ગ તરફ કેવી રીતે દોરી જવા?

પ્રશ્નકર્તા : 9. 'હે દાદા ભગવાન ! મને જગતકલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો.' આપણે આ કલ્યાણની ભાવના કરીએ, તો એ કઈ રીતે કામ કરે ?

દાદાશ્રી : તમારો શબ્દ એવો નીકળે કે પેલાનું કામ થઈ જાય.

પ્રશ્નકર્તા : પૌદગલિક કે 'રિયલ'નાં કલ્યાણની આપ વાત કરો છો ?

દાદાશ્રી : પુદગલનું નહીં, આપણે તો 'રિયલ' ભણી જાય તેની જ જરૂર. પછી 'રિયલ'ના સહારાથી આગળ થઈ જાય. આ 'રિયલ' મળે તો પેલું 'રિલેટિવ' મળે જ ! આખા જગતનું કલ્યાણ કરો એવી ભાવના કેળવવાની. એ ગાવા ખાતર બોલવાનું નહીં, ભાવના ભાવવી. આ તો લોકો ગાવા ખાતર ગાય, જેમ શ્લોક બોલતા હોય એવું.

પ્રશ્નકર્તા : સાવ નવરો બેઠો હોય તો એના કરતાં આવી ભાવના ભાવે તો એ ઉત્તમ કહેવાયને ?

દાદાશ્રી : બહુ સરસ. ખરાબ ભાવ તો ઊડી ગયા ! એમાંથી જેટલું થયું એટલું ખરું, એટલું તો કમાયા !

પ્રશ્નકર્તા : એ ભાવનાને મિકેનિકલ ભાવના કહી શકાય ?

દાદાશ્રી : ના. મિકેનિકલ કેમ કહેવાય ? મિકેનિકલ તો એ વધારે પડતો એમ ને એમ પોતાને ખ્યાલમાં ના રહે ને બોલ્યા કરતો હોય તો મિકેનિકલી ! 

×
Share on