Related Questions

અભાવ અને તિરસ્કાર કેવી રીતે ટાળવા?

પ્રશ્નકર્તા: 'હે દાદા ભગવાન! મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિ‌‌ત્‌માત્ર પણ અભાવ, તિરસ્કાર ક્યારેય પણ ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો.'

દાદાશ્રી: હા, બરોબર છે. આપણને કોઈનો અભાવ થાય, જેમ કે ઓફિસમાં તમે બેઠા હો ને કોઈ માણસ આવ્યો તો અભાવ થાય, તિરસ્કાર થાય. એટલે તમારે મહીં વિચારીને પછી એને માટે પસ્તાવો કરવો જોઈએ કે આવું ન થવું જોઈએ.

આ તિરસ્કારથી કોઈ દહાડોય છૂટાય નહીં. એમાં તો નર્યા વેર બંધાય. ગમે તેની સાથે સહેજ તિરસ્કાર હશે, આ નિર્જીવ જોડે તિરસ્કાર હશે તોય તમે છૂટો નહીં. એટલે કોઈનો સહેજ પણ તિરસ્કાર ના ચાલે. અને જ્યાં સુધી કોઈને માટે તિરસ્કાર હોય તો વીતરાગ ના થવાય. એ તો વીતરાગ થવું પડશે, તો છૂટાય!! 

×
Share on