ધ્યાન કોને કહેવાય?
જે જ્ઞાન છે એના આધારે ધ્યાન ઉત્પન્ન થઇ જ જાય છે. ધ્યાન માટે ધ્યેય નક્કી કરો. પૂજ્ય દીપકભાઈ ધ્યાન વિશેની વધુ સમજણ આ વીડિયોમાં સમજાવે છે.
ધ્યાન એ માનસિક, શારીરિક અને આપણા ઈમોશન્સને સંતુલિત રાખવા માટે કરવામાં આવતી એક આધ્યાત્મિક ક્રિયા છે. જ્યારે આપણે કોઈ વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ કે મંત્રજાપ કરીએ છીએ અથવા આપણા ગુરુનું ધ્યાન કરીએ છીએ, ત્યારે આપણું મન સ્થિર થાય છે. કારણ કે, આપણે આપણા મનને કોઈ એક જ વસ્તુ ઉપર કેન્દ્રિત કરીએ છીએ. ધ્યાન કરવાના અનેક શારીરિક ફાયદાઓ છે, પણ વૈજ્ઞાનિક રીતે ધ્યાન કરવાનો હેતુ મનને મજબૂત બનાવવાનો છે. ધ્યાન કરવાના પરિણામે આપણને શાંતિ અને આનંદ મળે છે. પરંતું, શું તે મુશ્કેલીના સમયમાં પણ હાજર રહે છે?
જ્યારે આપણે બરફની નજીક બેસીએ છીએ, ત્યારે આપણને ઠંડકનો અનુભવ થાય છે, પણ જો આપણે બરફથી દૂર જતા જઈએ તો શું થાય છે? આપણે પહેલાની જેમ જ ગરમીનો અનુભવ કરીએ છીએ. તેવી જ રીતે, જ્યારે આપણે ધ્યાન કરીએ છીએ, ત્યારે આપણને શાંતિ તો મળે છે, પણ એ ટેમ્પરરી હોય છે, લાંબો સમય સુધી રહેતી નથી. જો કે, રિલેટિવ ધ્યાનથી આપણને કાયમી સુખ પ્રાપ્ત થતું નથી. તો કાયમી શાંતિ અને સુખનો અનુભવ કરવા માટે આપણે શું કરવું જોઈએ?
રિયલ ધ્યાન, જે ફક્ત જ્ઞાની પુરુષ પાસેથી જ પ્રાપ્ત થઈ શકે એમ છે.


Q. ધ્યાનના પ્રકારો કયા કયા છે?
A. ચાર પ્રકારના ધ્યાન હોય, તેમાંથી એક ધ્યાનમાં મનુષ્યો નિરંતર હોય. તમારે અહીં કયું ધ્યાન રહે... Read More
Q. શું ધ્યાન કરતી વખતે કર્મ બંધાય છે?
A. આચાર્ય મહારાજ પ્રતિક્રમણ કરે, સામાયિક કરે, વ્યાખ્યાન આપે, પ્રવચન કરે, પણ એ તો એમનો આચાર છે, એ... Read More
Q. આ જન્મ અને પૂર્વજન્મના કર્મ ધ્યાન (અંદરના ભાવ) પર કેવી રીતે આધાર રાખે છે?
A. પ્રશ્નકર્તા: હાલમાં જે ભોગવાય છે એમાં આપે કહ્યું કે આયોજન છે. એમાં ક્રિયમાણ પણ હોય ને સંચિત પણ હોય... Read More
Q. તપ વખતે પાર્શ્વનાથ ભગવાનની ધ્યાનની સ્થિતિ કેવી હતી?
A. આમને ક્યાં પહોંચી વળાય? આમને ત્યાં તો બંદૂકો મારીએ તો ગોળીઓ નકામી જાય એવું છે! ને ઉપરથી વેર... Read More
Q. ધ્યાન અને ધર્મ વચ્ચે શું તફાવત છે? અને ખરો ધર્મ એટલે શું?
A. ધર્મ કોને કહેવાય? જે ધર્મ થઈને પરિણામ પામે તે ધર્મ. એટલે કે મહીં પરિણામ પામીને કષાય ભાવોને... Read More
Q. શું કુંડલિની જાગરણથી આત્માનો અનુભવ કરી શકાય?
A. બધું રીલેટિવ છે. રીલેટિવ (લૌકિક) એટલે ઓર્નામેન્ટલ (ચળકાટવાળું) હોય. મનને સ્થિર કરે. મહીં પ્રગતિ ના... Read More
Q. અનાહત નાદના ધ્યાનથી શું પ્રાપ્ત થાય?
A. પ્રશ્નકર્તા: અનાહત નાદ એટલે શું? દાદાશ્રી: શરીરના કોઈ પણ ભાગનો નાદ પકડી લે છે તે હાર્ટ પાસે, કોણી... Read More
Q. સાચા ગુરુ અને સદ્ગુરુ કયા પ્રકારનું ધ્યાન કરાવે છે?
A. આ તો લોક ગુરુને સમજ્યા જ નથી. હિન્દુસ્તાનના લોકો ગુરુને સમજ્યા જ નથી કે ગુરુ કોને કહેવાય તે! જે કોઈ... Read More
Q. સમાધિ એટલે શું? નિર્વિકલ્પ સમાધિ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય?
A. પ્રશ્નકર્તા: દાદા, મને ચાર-ચાર કલાક સમાધિ રહે છે. દાદાશ્રી: સમાધિ રહે છે ત્યારે તો રહે છે એ બરાબર... Read More


subscribe your email for our latest news and events
