Related Questions

આજકાલ પ્રેમમાં નિષ્ફળતા શા માટે મળે છે?

પ્રશ્નકર્તા : આ છોકરા-છોકરીઓ પ્રેમ કરે છે અત્યારના જમાનામાં, તે મોહથી કરે છે એટલા માટે ફેઈલ થાય છે ?

દાદાશ્રી : એકલો જ મોહ ! ઉપર મોઢું રૂપાળું દેખાય છે એટલે પ્રેમ દેખાય. પણ એ પ્રેમ કહેવાય નહીં ને ! હમણે અહીં આગળ ગૂમડું થાયને તો પાસે જાય નહીં પછી. આ તો કેરી મહીંથી ચાખી જુએને તો ખબર પડે. મોઢું બગડી જાય તો બગડી જાય, પણ મહિના સુધી ખાવાનું ના ભાવે. અહીં બાર મહિના સુધી આવડું ગુમડું થાયને તો મોઢું ના જુએ, મોહ છૂટી જાય ને જ્યારે ખરો પ્રેમ હોય તો એક ગુમડું, અરે બે ગુમડાં થાય તો ય ના છૂટે. તે આવો પ્રેમ ખોળી કાઢજો. નહીં તો શાદી જ ના કરશો. નહીં તો ફસાઈ જશો. પછી એ મોઢું ચઢાવશે ત્યારે કહેશે, 'આનું મોઢું જોવાનું મને નથી ગમતું.' 'ત્યારે અલ્યા, સારું જોયું હતું તેથી તને ગમ્યું હતું ને હવે આવું નથી ગમતું ?' આ તો મીઠું બોલતા હોયને એટલે ગમે. અને કડવું બોલે તો કહે, 'મને તારા જોડે ગમતું જ નથી.'

પ્રશ્નકર્તા : એ પણ આસક્તિ જ છે ને ?

દાદાશ્રી : બધી આસક્તિ. 'ગમ્યું હતું ને ના ગમ્યું, ગમ્યું હતું ને ના ગમ્યું' એમ કકળાટ કર્યા કરે. એવા પ્રેમને શું કરવાનો ? 

×
Share on
Copy