• question-circle
 • quote-line-wt

ભય

દરેક જીવમાત્રને ભય હોય જ. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય દરેક જીવોમાં ચાર પ્રકારની સંજ્ઞા હોય, આહાર, મૈથુન, નિદ્રા અને ભય. જીવ ગર્ભમાં આવે ત્યારથી ઠેઠ મરતા સુધી આ સંજ્ઞા વણાયેલી જ હોય છે અને તેના દ્વારા કાર્યો થયા કરે છે. ભય સંજ્ઞા કઈ રીતે કામ કરે છે? જેમ કે, નાનું કુરકુરિયું રસ્તા પર બેઠું હોય અને ગાડીના હોર્નનો અવાજ સાંભળે કે તરત ઊભું થઈને ચાલવા માંડે. કારણ કે તેને ભય સંજ્ઞાના આધારે “મરી જઈશ તો?” એવો ભય લાગે છે. જો ભય સંજ્ઞા ન હોત તો કુરકુરિયું પણ રસ્તા ઉપરથી ખસે નહીં અને રસ્તામાં ટ્રાફિકની મુશ્કેલીઓ સર્જાય.

શરૂઆતમાં જીવને ભય સંજ્ઞાને કારણે સ્વાભાવિક ભય હોય છે. પણ તે જેમ જેમ મનુષ્યમાં આવે છે તેમ તેમ વિપરીત ભય પેસે છે.સવાર સવારમાં છાપામાં કે ટીવીના સમાચારમાં ચોરી, લૂંટફાટના બનાવો સાંભળીને પોતાને લૂંટાઈ જવાનો ભય લાગ્યા કરે. અથવા તો “હુલ્લડ થશે તો?” એવો ભય ઊભો થાય. અરે, સહેજ વીજળી જતી રહે અને લાઈટો ના હોય તોય ભયના માર્યા ફફડાટ ઊભો થઈ જાય. પ્લેનમાં કે કારમાં એકસિડન્ટ થઈ જવાનો ભય લાગે. ઘરમાં ગરોળી કે વાંદો જોઈને ભયથી ઊછળી પડે. કેટલાકને રાતે જાગી જાય તો ભૂતનો ભડકાટ ડરાવે. કોઈ ખરાબ કામ થઈ ગયું હોય તો “મારી આબરૂ જતી રહેશે!” એનો પણ ભય લાગ્યા કરે. પરીક્ષા પછી પરિણામનો ભય લાગે. ક્યાં ભય નથી? કેટલાકને ભૂતકાળનો ભય સતાવે, કેટલાકને ભવિષ્યનો ભય લાગ્યા કરે. આમ, મનુષ્યની સ્થિતિ ભડકેલા ઘોડા જેવી થઈ ગઈ છે! પરાશ્રિતપણે જીવન વહી જાય છે. એમાંય કળિયુગની વિપરીત બુદ્ધિ, ના હોય ત્યાંથી ભય ઊભા કરી નાખે. એક ભયને સોગણું કરીને બતાવે, પછી શાંતિમય જીવન જીવવુંય ભારે પડી જાય છે!

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે આવું મનુષ્યપણું શા કામનું? મનુષ્યપણું તો નીડર હોવું જોઈએ. વર્લ્ડમાં કોઈ ચીજ હલાવે નહીં, એવું હોવું જોઈએ. એવી નિર્ભય જગ્યા કઈ? પોતાનું આત્મસ્વરૂપ! પોતાને “હું આત્મા છું” એવું ભાન થયા પછી જેમ જેમ આત્મ અનુભવની શ્રેણી ચઢાય તેમ તેમ ભય ખલાસ થતો જાય, ભયભીત સંસારમાંય નિર્ભય આત્મસ્વરૂપે વર્તી શકાય. જેટલું પોતાની જાતને વિનાશી માને છે, તેટલો ભય ઉત્પન્ન થાય. જ્યારે “પોતે અવિનાશી છે” એવું ભાન થાય ત્યારથી નિર્ભય થતો જાય.

અહીં આપણને વિવિધ પ્રકારના ભય, તેની પાછળના કારણો અને તેમાંથી નીકળવાના પ્રેક્ટિકલ અને વ્યવહારિક ઉપાયોની વિગતવાર સમજણ પ્રાપ્ત થાય છે.

Top Questions & Answers

 1. Q. પોલીસનો અને કોર્ટ-કેચેરીમાં જવાનો ભય લાગે ત્યારે શું કરવું?

  A. સામાન્ય રીતે દરેક વ્યક્તિને પોલીસનો અને કોર્ટ-કચેરીનો ભય લાગે છે. પોલીસ આપણા ઘરનું બારણું ખખડાવે... Read More

 2. Q. બાળકો ભયથી સુધરે કે પ્રેમથી?

  A. પ્રશ્નકર્તા: અહીંના બાળકો દલીલબાજી બહુ કરે છે, આર્ગ્યુમેન્ટ બહુ કરે છે. આ તમે શેના લેકચર મારી રહ્યા... Read More

 3. Q. શું માતા-પિતાએ બાળકોને ભય બતાડીને કામ કરાવવું જોઈએ?

  A. પ્રશ્નકર્તા: આપની વાણીની અસર એવી થાય છે કે જે બુધ્ધિ પઝલ ઉકેલી ના શકે, તે આ વાણી ઉકેલી શકે... Read More

 4. Q. જગત ભયથી સુધરે કે પ્રેમથી?

  A. પ્રેમનો પાવર ! સામાનો અહંકાર ઊભો જ ના થાય. સત્તાવાહી અવાજ અમારો ના હોય. એટલે સત્તા ના હોવી જોઈએ.... Read More

 5. Q. ભયના કારણો શું છે?

  A. ભયના કારણો સમજીએ તો ભયમાંથી નીકળવાના ઉપાયો આપોઆપ મળી જાય છે. પરમ પૂજ્ય દાદા ભગવાને આપેલ સમજણરૂપી... Read More

 6. Q. અપમાનના ભયમાંથી કેવી રીતે મુક્ત થવાય?

  A. આગળના પ્રશ્નોમાં આપણે બાહ્ય વસ્તુ અને પરિસ્થિતિના ભય વિશે જાણ્યું. પરંતુ કેટલાક ભય એવા હોય છે કે જે... Read More

 7. Q. નિષ્ફળતાના ભયમાંથી બહાર કઈ રીતે નીકળાય?

  A. જીવનના દરેક તબક્કે આપણને નિષ્ફળતાનો ભય સતાવતો હોય છે. સ્કૂલ અને કોલેજમાં હોઈએ ત્યારે પરીક્ષા,... Read More

 8. Q. વધારાની બુદ્ધિ શંકાને કેવી રીતે ઉપજાવે છે?

  A. બુદ્ધિ બગાડે સંસાર ! પ્રશ્નકર્તા: પણ બહુ બુદ્ધિશાળી માણસોને કેમ વધારે શંકા હોય? દાદાશ્રી: એને... Read More

 9. Q. ભૂત, પ્રેત, પિશાચ, ડાકણ, મેલીવિદ્યા વગેરેનો ભય લાગે ત્યારે શું કરવું?

  A. આપણે રાત્રે કોઈ હોરર મુવી (ભૂતનું મુવી) જોઈને અથવા ભૂતની વાત સાંભળીને સૂઈ ગયા હોઈએ. ઉપરથી એ રાત્રે... Read More

 10. Q. ભય અને શંકા વચ્ચેનો સંબંધ શું છે?

  A. શંકા અને ભય ! પ્રશ્નકર્તા: આ ભય અને શંકા એ બેને અરસપરસ સંબંધ ખરો ? દાદાશ્રી: શંકાથી જ ભય ઉત્પન્ન... Read More

 11. Q. ભય અને શંકાને દૂર રાખવમાં મજબૂત મન કેવી રીતે મદદ કરે છે?

  A. ત્યાં શૂરવીરતા હોવી ઘટે !  નહીં તો શંકા પડે એ કામ જ ઊભું કરશો નહીં. જ્યાં આપણને શંકા પડે ને, તે... Read More

 12. Q. શું નિર્ભયતા એ પૂર્ણ નિઃશંકતાનું પરિણામ છે?

  A. નિઃશંકતા - નિર્ભયતા - અસંગતા - મોક્ષ ! બાકી, જ્યાં શંકા ત્યાં દુઃખ હોય. અને 'હું શુદ્ધાત્મા' તો... Read More

 13. Q. મારી શંકા ક્યારે જશે?

  A. ત્યારે સંદેહ જાય ! પ્રશ્નકર્તા: ને સંદેહ ગયા છે એવું નથી કહેતો, પણ સંદેહ મને અંદરથી ઉદ્ભવતો... Read More

 14. Q. કોઈ નિ:શંક કેવી રીતે બની શકે?

  A. શંકામાંથી નિઃશંકતા ! પ્રશ્નકર્તા: સામા પર શંકા કરવી નથી, છતાં શંકા આવે તો તે શી રીતે દૂર... Read More

 15. Q. કેવા ભય હિતકારી છે?

  A. જીવનમાં ક્યાંય ભય રાખવા જેવો નથી. છતાંય એવી કેટલીક બાબતો છે જેમાં ભય રાખવો હિતકારી છે. એ બાબતોમાં... Read More

 16. Q. જીવજંતુ અને પ્રાણીઓનો ભય કેવી રીતે દૂર થાય?

  A. મોટાભાગના લોકોને જીવજંતુ જેવા કે, ગરોળી, વાંદો, વીંછી કે સાપનો ભય લાગતો હોય છે. દીવાલ ઉપર ગરોળી... Read More

Spiritual Quotes

 1. 'જ્યારે અપમાનનો ભય નહીં રહે ત્યારે કોઈ અપમાન નહીં કરે.' એવો નિયમ જ છે. જ્યાં સુધી ભય છે ત્યાં સુધી વેપાર. ભય ગયો એટલે વેપાર બંધ. 
 2. શૂરવીરતા હોય, તે કોઈક દહાડો ફેંકી દે તો બધું ફેંકીને ચાલતો થઈ જાય અને એ ધારે એવું કામ કરી શકે. એટલે શૂરવીરપણું રાખવું જોઈએ કે 'મને કંઈ થાય નહીં.'
 3. એટલે જે કામ કરવું એમાં શંકા નહીં, ને શંકા આવે તે કરવું નહીં. 'મારાથી આ કામ થશે કે નહીં થાય' એવી શંકા પડે ત્યાંથી જ કામ થાય નહીં.
 4. વેદના તો તેને થાય કે જેને ભય હોય !
 5. જો ધાકથી સુધરતું હોયને તો આ ગવર્નમેન્ટ ડેમોક્રેસી... સરકાર લોકશાહી ઉડાડી મેલે અને જે કોઈ ગુનો કરે એને જેલમાં ઘાલી અને ફાંસી કરે.
 6. કેટલાંક કહે છે કે અમારે ડરના માર્યા કપટ કરવું પડે છે. પણ ડર શેનો? ગુનો હોય તેને ડર ને!
 7. શંકા યથાર્થ પ્રતિક્રમણથી દૂર થાય. શંકા સામે પ્રતિક્રમણ કરવાનાં છે, નિષ્ફિકરા નથી થવાનું. જેણે શંકા કરી, જે અતિક્રમણ કરે છે તેની પાસે પ્રતિક્રમણ કરાવવાનું છે. 
 8. સંસારમાં દુઃખ એટલે શું ? ત્યારે કહે, કુશંકાથી ઊભાં થયેલાં દુઃખ.
 9. ઘરમાં મોટા ભાગની વઢવાડો તે અત્યારે શંકાથી ઊભી થઈ જાય છે. શંકાથી સ્પંદનો ઊઠે ને એ સ્પંદનોના ભડકા જાગે. અને જો નિઃશંક થાય તો ભડકા એની મેળે શમી જાય. બેઉ જો શંકાવાળા થાય તો ભડકા શમે શી રીતે ? એકાદને નિઃશંક થયે જ છૂટકો !
 10. જેને વહેમ પડે, તેનું આખું નિકંદન જાય. વહેમ એ 'ટિમિડનેસ' (ભીરુતા) છે. આખું જગત 'સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' છે. ત્યાં વહેમ શો ? તું આખા બ્રહ્માંડનો માલિક છે, તેનો પુરાવો 'હું' આપવા તૈયાર છું.
 11. શંકાનું સમાધાન ના હોય, સાચી વાતનું સમાધાન હોય. શંકાનું સમાધાન ક્યારેય પણ થાય નહીં.
 12. ભય લાગે શા કારણે ? ટેમ્પરરી જાતને સમજે; નિત્ય છે મારું સ્વરૂપ, સમજ્યે ભય ન ઉપજે !
 13. વિચાર તો ગમે તેવાં આવે તો ય પણ આપણે 'પુરુષ' છીએ ને ? પુરુષ ના હોય તો માણસ મરી જાય. પુરુષ થયા પછી પુરુષાર્થમાં શંકા હોતી હશે ? પુરુષ થયા પછી ભય શો ? સ્વપુરુષાર્થ ને સ્વપરાક્રમ ઊભાં થયાં છે. પછી ભય શો?
 14. જ્ઞાનદાનથી તો શ્રેષ્ઠ અભયદાન ! તે લોકો અભયદાન આપી શકે નહીંને ! એ જ્ઞાનીઓ એકલા જ અભયદાન આપે. જ્ઞાનીઓ અને જ્ઞાનીઓનો પરિવાર હોય તે અભયદાન આપે.

Related Books

×
Share on