Related Questions

ઘરમાં કેવી રીતે સુખી રહેવું?

જીવન બધું બગડી ગયું છે, આવું જીવન ના હોવું જોઈએ. જીવન તો પ્રેમમય હોવું જોઈઆએ. જ્યાં પ્રેમ હોય ત્યાં ભૂલો જ ના કઢાય. ભૂલ કાઢવી હોય તો સમજ બરાબર પાડવી. એને આપણે કહીએ, 'આમ કરવા જેવું છે.' તો એ પેલી કહેશે, 'સારું થયું મને કહ્યું.' ઉપકાર માને.

'ચામાં ખાંડ નથી', કહેશે. અલ્યા, પી જા ને છાનોમાનો. વખતે એને ખબર પડશેને ? એ આપણને કહે ઉલટી, કે તમે ખાંડ માંગી નહીં ?! ત્યારે કહીએ, તમને ખબર પડે ત્યારે મોકલજો.

જીવન જીવતાં નથી આવડતું. ઘરમાં ભૂલ કઢાય નહીં. કાઢે કે ના કાઢે આપણા લોકો ?

પ્રશ્નકર્તા : દરરોજ કાઢે.

દાદાશ્રી : બાપની, માની, છોકરાની, બધાંની ભૂલો કાઢે મૂઓ. પોતાની એકલાની જ ના કાઢે ! કેવો ડાહ્યો ! અક્કલવાળો ! એટલે આવી વાંકી જાત છે આ. હવે ડાહ્યા થઈ જજો એટલે અતિક્રમણ નહીં કરવાનું.

કોઈ વખત આમ છાંટો ઉડ્યો એટલે આપણે તરત જાણવું કે આ ડાઘ પડ્યો એટલે તરત ધોઈ નાખવું. ભૂલ તો થાય, ના થાય એવું નહીં, પણ ભૂલ ધોઈ નાખવી એ આપણું કામ.

પ્રશ્નકર્તા : પણ ડાઘ દેખાય એવી દ્રષ્ટિ મળવી જોઈએ.

દાદાશ્રી : એ આપણને મળી છે. બીજા લોકોને તો મળી જ ના હોય ને આપણને તો મળી છે ને કે આ ભૂલ થઈ, આપણી ભૂલ ખબર પડે. આપણી જાગૃતિ એવી છે કે ભૂલો બધી દેખાડે. થોડી થોડી દેખાય, જેમ જેમ પડળ ખસતાં જાય તેમ તેમ દેખાતાં જાય.

જ્યારે ઘરના માણસો નિર્દોષ દેખાય ને પોતાના જ દોષ દેખાય ત્યારે સાચાં પ્રતિક્રમણ થાય.  

×
Share on