અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો“જો પોતે પોતાના સ્વરુપને જાણે તો પોતે જ પરમાત્મા છે.”
~ પરમ પૂજ્ય દાદા ભગવાન
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
સામાનો દોષ કોઈ જગ્યાએ છે જ નહીં, સામાનો શો દોષ ! એ તો એમ જ માનીને બેઠા છે, કે આ સંસાર એ જ સુખ છે ને આજ વાત સાચી છે. આપણે એમ મનાવવા જઈએ કે તમારી માન્યતા ખોટી છે તો તે આપણી જ ભૂલ છે. લોકોને પારકાંના દોષો જ જોવાની ટેવ પડી છે. કોઈના દોષો હોતા જ નથી. બહાર તો તમને દાળભાત, શાક-રોટલી બધું બનાવીને, રસ-રોટલી બનાવીને આપે બધાં, પીરસે, પાછાં ઘી મૂકી જાય, ઘઉં વેણે, તમને ખબરેય ના પડે, ઘઉં વેણીને દળાવે છે. જો કદી બહારવાળા દુઃખ આપતા હોય, તો ઘઉં વેણે શું કરવા ? એટલે બહાર કોઈ દુઃખ આપતા નથી. દુઃખ તમારું મહીંથી જ આવે છે.
સામાનો દોષ જ ના જોઈએ, દોષ જોવાથી તો સંસાર બગડી જાય છે. પોતાના જ દોષ જો જો કરવા. આપણા જ કર્મના ઉદયનું ફળ છે આ ! માટે કંઈ કહેવાનું જ ના રહ્યું ને ? આ તો બધા અન્યોન્ય દોષ દે કે 'તમે આવા છો, તમે તેવાં છો' ને ભેગા બેસીને ટેબલ પર ખાય. આમ મહીં વેર બંધાય છે, આ વેરથી દુનિયા ઊભી રહી છે. તેથી તો અમે કહ્યું કે 'સમભાવે નિકાલ કરજો.' એનાથી વેર બંધ થાય.
Q. વ્યવહારમાં આપણને શામાટે સમસ્યાઓ થાય છે?
A. પ્રશ્નકર્તા : મારા ઘરમાં બધી જ જાતની મુશ્કેલીઓ કેમ રહ્યા કરે છે? ધંધામાં, વાઈફને, ઘરમાં બધાને એવી કંઇક તકલીફો રહ્યા જ કરે છે. દાદાશ્રી : આપણે લોકોને...Read More
Q. ઘરમાં કેવી રીતે સુખી રહેવું?
A. જીવન બધું બગડી ગયું છે, આવું જીવન ના હોવું જોઈએ. જીવન તો પ્રેમમય હોવું જોઈઆએ. જ્યાં પ્રેમ હોય ત્યાં ભૂલો જ ના કઢાય. ભૂલ કાઢવી હોય તો સમજ બરાબર પાડવી. એને...Read More
Q. શા માટે આપણે બીજાની ભૂલો જોઈએ છીએ?
A. પ્રશ્નકર્તા : દાદા, સામાના દોષ કેમ દેખાય છે ? દાદાશ્રી : પોતાની ભૂલને લીધે જ સામાવાળો દોષિત દેખાય છે. આ દાદાને બધા નિર્દોષ જ દેખાય. કારણ કે પોતાની બધી જ...Read More
Q. વ્યવહારમાં મતભેદ પડતા કેવી રીતે અટકાવી શકાય?
A. પ્રશ્નકર્તા : આપણે કલેશ ના કરવો હોય પણ સામો આવીને ઝઘડે તો શું કરવું? એમાં એક જાગ્રત હોય પણ સામાવાળો કલેશ કરે, તો ત્યાં તો કલેશ થાય જ ને? દાદાશ્રી : આ...Read More
Q. બાળકોને સુધારવામાં શું આપણે તેમને દુઃખ આપવું જોઈએ?
A. આ જગતમાં તમે કોઈને દુઃખ દેશો, તો તેનો પડઘો તમને પડ્યા વગર રહેશે નહીં. સ્ત્રી-પુરુષે છૂટાછેડા લીધા પછી પુરુષ ફરી પૈણ્યો તેમ છતાંય પેલી સ્ત્રીને દુઃખ રહ્યા...Read More
Q. સાસુ-વહુનાં પ્રોબ્લેમ્સમાં કેવી રીતે વર્તવું?
A. એક એક કર્મની મુક્તિ થવી જોઈએ. સાસુ પજવે ત્યારે એકે એક વખત કર્મથી મુક્તિ મળવી જોઈએ. તો તે માટે આપણે શું કરવું જોઈએ ? સાસુને નિર્દોષ જોવા જોઈએ કે સાસુનો તો...Read More
Q. અપમાનનો સામનો કેવી રીતે કરવો?
A. પ્રશ્નકર્તા : કોઈ આપણને કંઈ બોલી જાય, એ પણ નૈમિત્તિક જ ને ? આપણો વાંક ના હોય તો પણ બોલે તો ? દાદાશ્રી : આપણો વાંક ના હોય તે બોલે, તે કોઈને એવો અધિકાર નથી...Read More
Q. શું આપણે પ્રીજ્યુડિસ (પૂર્વગ્રહ) રાખવા જોઈએ?
A. દોષ જોવાનું બંધ કરી દોને ! પ્રશ્નકર્તા : જો દોષ ના જોઈએ તો દુનિયાની દ્રષ્ટિએ આપણે એક્સેસ ફૂલ (વધારે પડતા મૂર્ખ) ના લાગીએ ? દાદાશ્રી : એટલે દોષ જોવાથી સફળ...Read More
Q. કામ-કાજની જગ્યા પર આળસુ લોકોની સાથે કેવી રીતે વર્તવું?
A. પ્રશ્નકર્તા : મારો સ્વભાવ એવો છે કે ખોટી વસ્તુ સહન થતી નથી એટલે ગુસ્સો થયા કરે. દાદાશ્રી : ખોટું છે એવું ન્યાય કોણ કરે ? પ્રશ્નકર્તા : આપણી બુદ્ધિ...Read More
subscribe your email for our latest news and events