Related Questions

કલેશ રહિત જીવન કેવી રીતે જીવી શકાય?

તમે તમારા જીવનમાં દરરોજ ઘણી બધી અથડામણનો સામનો કરતા હશો, દાખલા તરીકે: 

  • જ્યારે તમારો બોસ તમને હુકમો કરે.
  • જ્યારે તમારા મિત્રો અને સહાધ્યાયીઓ તમને સાથ ન આપે.
  • જ્યારે તમારા કર્મચારીઓ તમારું અનુસરણ ન કરે.
  • જ્યારે તમારા માતા-પિતા સમયની સાથે બદલાવ ન લાવે.
  • જ્યારે તમારા બાળકો તમારું કહ્યું ન માને.
  • જ્યારે તમારા જીવનસાથી તમારી સાથે દલીલો કરે.

અને આવા ઘણા કારણો જેમ કે કલેશ રહિત જીવન કઈ રીતે જીવી શકાય, તેની શોધમાં આપ અહીં આવ્યા છો. 

જો તમે રોજબરોજના થતા ક્લેશથી થાકી ગયા છો, તો કલેશ-રહિત જીવન જીવવા શું કરવું જોઇએ?  

સામી વ્યક્તિનો દ્રષ્ટિકોણ અથવા માન્યતા ન સ્વીકારી શકવાથી મતભેદ ઉદભવે છે, અને આ મતભેદોથી આપણા સંબંધો ઝઘડામાં પરિણમે છે. 

“અથડામણ ટાળો” – પરમ પૂજ્ય દાદા ભગવાને કહેલું આ એક વાક્ય જો તમે જેમ છે તેમ ગળી જાવ, તો તમારું કામ થઇ ગયું‍! તેના માટે દ્રઢ અને સિન્સીયર (પ્રમાણિક) રીતે તમારી તૈયારી જોઇશે. તમારી અંદર બધી જાતની અથડામણોના ઉકેલ માટે અનંત શક્તિઓ રહેલી છે, પછી ભલે તે અથડામણો ગમે તેટલી તીવ્ર કેમ ન હોય! 

તમારો દ્રઢ નિશ્ચય અને આ શબ્દોની શક્તિ બધું કામ કરી શકશે. એવો દ્રઢ નિશ્ચય કરો કે ‘ હું તેમની સાથે કોઇ પણ કિંમતે અથડામણમાં આવીશ નહિ, સામો વિરોધી ગમે તેટલો બળવાન કેમ ન હોય.’ 

જ્યારે તમે કહો છો “અથડામણ ટાળો” તેનો શું મતલબ છે? 

જ્યારે લોકો ટ્રાફિક્ના નિયમો અનુસરે તો રસ્તા પર ટ્રાફિક બાબતે કોઇ સમસ્યા રહેતી નથી, ખરું ને? 

તે જ રીતે, તમારા રોજિંદા જીવનમાં જો કુદરતના નિયમો સાચી રીતે અનુસરવામાં આવે તો, તમે અથડામણ થતી રોકી શકશો અને અથડામણ મુક્ત જીવન જીવી શકશો. પરંતુ જીવના કાયદા માટે તમારી પાસે મર્યાદિત અર્થો હોવાને કારણે સમસ્યા ઊભી થાય છે. તમે તમારા પોતાના કાયદા અને અર્થઘટનનું અનુસરણ કરો છો તેથી અથડામણ ઉદ્‍ભવે છે અને તમે અથડામણ દુર કરવાની સાચી પધ્ધતિ જાણતા નથી. 

ધારો કે, તમે ટ્રૈનમાંથી ઊતરો છો અને તમે તમારો સામાન ઊંચકવાવાળા શોધો છો. કેટલાક કુલીઓ તમારી સામે આવી રહ્યા છે અને તમે તેમાંથી એકને સામાન ઊંચકવાનો કહો છો. તે તમારો સામાન ઊંચકી બહાર મૂકી જાય છે, પરંતુ પૈસા ચૂકવતી વખતે તમે તેની સાથે ઝઘડો કરો છો, “તું આટલા બધા રૂપિયા કેમ કહે છે?” લોકોને દરેક સમયે અથડામણ કરવાની ટેવ પડી ગઇ હોય છે. આવી ક્ષુલ્લક બાબતો પર અથડામણ ન કરવી. જો તે બસો પચાસ રૂપિયા પણ કહે ને તો પણ શાંતિથી સમજાવીને ઓછા કરવા કહેવું. 

“સાંભળ ભાઇ, ખરેખર તો આ સો રૂપિયાનું જ કામ છે છતાં આ બસો રૂપિયા લઇ લે!” તમારે થોડા ઘણા વધુ ઓછા રૂપિયા આપીને વાતની પતાવટ કરવી જોઇએ. આ અથડામણ કરવાની જગ્યા નથી. જો સામો વ્યક્તિ નબળો હશે, તો તે જવા દેશે અને દુ:ખી થશે કારણ કે તે નબળી વ્યક્તિ છે, પરંતુ તેને તમારી તરફ અભાવ થશે. આ અભાવ વેરનું બીજ વાવશે, અને તે આવતા જન્મમાં પરિણામ આવશે. દરેક મનુષ્ય, ખરેખર તો પ્રત્યેક જીવ માત્ર વેર વાળવાને સક્ષમ છે. 

બીજી તરફ, જ્યારે કોઇ તમારી સામે આવે અને તમને તીવ્ર અપશબ્દો બોલે, ત્યારે તમારે ચેતી જવું અને તે વ્યક્તિ સાથેની અથડામણ ટાળવી. તમને અંદર ક્ષોભની લાગણી ઊભી થશે જે તમને દુ:ખી કરશે. તેથી તમારે ખ્યાલમાં રાખવું કે તે વ્યક્તિની અસર તમારા મન પર થશે અને તેથી તમારે તેના માર્ગમાંથી ખસી જવું. આ અથડામણ સ્પંદનના રૂપમાં હોય છે. તેથી, અથડામણ ટાળો.  

તે વ્યક્તિના શબ્દો ખૂબ જ તીવ્ર કેમ ન હોય, તો પણ તમારે તમારી અંદર અથડામણ ઊભી થવા દેવાની નહિ. આ સિધ્ધાંતનું પાલન કરવું એ જ ધર્મ છે. શબ્દો એવી શર્ત લઇને નથી આવતા કે તેનાથી અથડામણ થાય જ. તમને ચીડવતા હોય તેવા શબ્દોને બાજુમાં મૂકતા શીખવું જોઇએ અને તેના વિશે ભૂલી જવું જોઇએ. જે આવું કરી શકે છે તે જ માણસ કહેવાને લાયક છે. 

અને તમે તમારા શબ્દો દ્વારા તમારો અહમ પોષવા માટે કોઇને ચીડવો છો તો તે તો બહુ ભયંકર ગુનો છે. આવું ક્યારેય ન કરો. 

જેમ જેમ તમારી સમજણ વિકાસ પામતી જશે, તેમ તમે અથડામણો ટાળી શકશો. 

નીચે દર્શાવેલ પધ્ધતિ આપ અથડામણ ટાળવા માટે અપનાવી શકો છો: 

  • અંદરનો એવો દ્રઢ નિશ્ચય કરો કે , ‘ હું ભીંત સાથે અથડાવા ઇચ્છતો નથી, હું અભિપ્રયોમાં ભિન્નતાને કારણે ભેદ પાડવા ઇચ્છતો નથી.’
  • તમારે બહાર અથડામણ થતી હોય તો પણ તમારો ઇરાદો એવો જ હોવો જોઇએ કે , ‘ હું કોઇની પણ સાથે અથડાવા ઇચ્છતો નથી’
  • સામી વ્યક્તિના દ્રષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કરો. તમને એવો ખ્યાલ આવશે કે હું આવી જ પરિસ્થિતિમાં હોવ અને કોઇ તમારી સાથે અથડામણમાં આવવાને બદલે એડજસ્ટ થઇ જાય તો પછી તમને ખરેખર શાંતિ મળશે. તેથી, જ્યારે કોઇ વ્યક્તિ આવી પરિસ્થિતિમાંથી પસાર થતી હોય ત્યારે તમે આવું જ વર્તન સામા સાથે કરો, જેનાથી તમે અથડામણ તો ટાળી શકશો, પરંતુ સારા સંબંધો પણ નિભાવી શકશો.
  • જો કોઇ તમને એવું કહે કે તમારો દોષ છે, ત્યારે તેને સ્વીકારી લો અને કહો, “ તમે સાચા છો. આ દોષ બતાવવા બદલ તમારો આભાર.”
  • વધુ અથડામણો ટાળવા માટે દરેકની સાથે એડજસ્ટમેન્ટ લેતા શીખો.
  • સામી વ્યક્તિની પ્રકૃત્તિને ઓળખો. આવું કરવાથી, તમને ખ્યાલ આવશે કે જૂદી જૂદી પરિસ્થિતિમાં તે આવું વર્તન શા માટે કરે છે. જ્યારે આવી પરિસ્થિતિઓ ઉદ્‍ભવશે ત્યારે તમે આવું કરવાથી સ્થિર રહી શકશો.
  • જ્યારે કોઇ તમારા પર બૂમ બરાડા કરે, દલીલો કરે, અથવા તમને ચીડવે, તમારે તે વસ્તુ તમને પાછી આપવાની ટાળવી. તેના બદલે તમારે તે વ્યક્તિની અંદર બિરાજેલા ભગવાનને આવી દુ:ખદાયક વાણી ટાળવા અને શક્તિ આપવા પ્રાર્થના કરવી : “હે ભગવાન! મને કોઇ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારેય પણ કઠોર ભાષા, તંતીલી ભાષા ન બોલાય, ન બોલાવાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઇ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે તો મને મૃદુ-ઋજુ ભાષા બોલવાની શક્તિઓ આપો.”
  • તમે આમ કહીને પણ અથડામણ ટાળી શકો છો કે, “ તમે જે કહો છો તે મને ગમે છે, પરંતુ મને થોડો વિચારવાનો સમય આપો.”
  • જો કોઇ ઝઘડો કરવા આવે તો તમારે એના ઉપર દયા ખાવી કે, ‘ અરે રે! તે કેટલો તણાવમાં હશે કે તે ઝઘડો કરવા આવે છે.’  જે વાતવાતમાં ચિડાય જાય/તણાવમાં હોય એ નબળા કેહવાય.
  • તમે ઘણી કાળજી લેશો અને નિશ્ચય કરશો તો પણ સામી વ્યક્તિ તમારી સાથે અથડાશે અને તમને દુ:ખ પહોંચાડશે. જો તમે બીજાને જરા પણ દુ:ખ ન આપો અને તમને સામી વ્યક્તિએ આપેલું દુ:ખ હસતા હસતા સ્વીકારી લેશો, તો તમારા ગતભવના હિસાબ ચૂકતે થશે અને તમે મોક્ષ પ્રાપ્ત કરી શકશો.
×
Share on