અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો21 માર્ચ |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
પ્રશ્નકર્તા : આપણે મંદિરોમાં ગયા'તાને, તે લોકો કરોડો રૂપિયા પથ્થરની પાછળ ખર્ચા કરે છે. અને આ ભગવાને કીધું કે આ જીવતા જાગતા અંતર્યામી અને તે દરેક જીવમાત્રમાં બિરાજમાન છે. અને જીવતાને લોકો તતડાવે છે. એ લોકોને કગરાવે છે ને અહીંયા કરોડો રૂપિયા પથ્થરની મૂર્તિ પાછળ ખર્ચે આવું કેમ ?
દાદાશ્રી : હા, પણ લોકોને કકળાવે છે એ તો એની અણસમજણથી કકળાવે છેને, બિચારાને ! ક્રોધ-માન-માયા-લોભની નિર્બળતાથી કકળાવે છે ને !
એવું છેને, આ પૈસા કમાવા જે નીકળે છે, હવે સારી રીતે ઘર ચાલે એવું હોય છે, તોય પૈસા કમાવા નીકળે. તે આપણે ના સમજીએ કે આ એના ક્વોટા ઉપરાંત વધારે ક્વોટા લેવા ફરે છે ?! જગતમાં તો ક્વોટા બધાનો સરખો છે. પણ આ લોભિયા છે તે વધારે ક્વોટા લઈ જાય છે એ પેલાં અમુક લોકોને ભાગ જ ના આવે. હવે એય છે તે એમ ને એમ ગપ્પાથી નથી મળતું, તે પુણ્યથી મળે છે.
ત્યારે પુણ્ય વધારે કર્યું તો આપણી પાસે નાણું આવ્યું તો નાણું આપણે ખર્ચી નાખીએ પાછું. આપણે જાણીએ કે આ તો ભેગું થવા માંડ્યું. ખર્ચી નાખ્યા તો ડીડક્શન(બાદ) થઈ શકેને ? પુણ્ય ભેગું તો થઈ જ જાય. પણ ડીડક્શન કરવાની રીત તો જાણવી જોઈએને ?
એટલે લોકો મંદિરો બધું કરે છે, બરોબર કરે છે. એમને ચાવી જોઈએ છે. એમને દર્શન ક્યાં કરવાં છે ? જે જ્યાં દર્શન કરવા જાયને તો એને શરમ ના આવે એવું જોઈએ છે. જીવતાં જોડે એને શરમ આવે છે અને મૂર્તિ પાસે તમે કહો એવો નાચે હઉ. નાચે-કૂદે એકલો ! પણ જીવતાં જોડે એને શરમ આવે છે. આ જીવતાં ન્હોયને અને જીવતાં પાસે ના કશું થાય. અને જો જીવતાં પાસે જો કર્યું તો એનું કલ્યાણ થઈ જાય, પરમ કલ્યાણ થઈ જાય, આત્યંતિક કલ્યાણ થઈ જાય. પણ એવી શક્તિ ના હોયને ! એવી પુણ્યૈ ના હોય !
Q. દાન/ધર્માદાનાં ફાયદા શું છે?
A. પ્રશ્નકર્તા : આ દાન શા માટે કરવામાં આવે છે ? દાદાશ્રી : એવું છે ને, એ દાન પોતે આપીને લેવા માગે છે. સુખ આપી અને સુખ લેવા માંગે છે. મોક્ષ માટે દાન નથી આપતો....Read More
Q. દાનનાં કેટલાં અને ક્યાં પ્રકાર છે?
A. દાદાશ્રી: કેટલાં પ્રકારના દાન છે એવું જાણો છો તમે ? ચાર પ્રકારનાં દાન છે. જો એક આહારદાન, બીજું ઔષધદાન, ત્રીજું જ્ઞાનદાન અને ચોથું અભયદાન. પહેલું આહારદાન...Read More
Q. દાન અને લક્ષ્મી વચ્ચે શું સંબંધ છે?
A. પ્રશ્નકર્તા : તો લક્ષ્મીદાનની જગ્યા જ નથી ? દાદાશ્રી : લક્ષ્મીદાન એ જ્ઞાનદાનમાં આવી ગયું. અત્યારે તમે પુસ્તકો છપાવડાવોને, તો એ લક્ષ્મી એમાં આવી ગઈ, એ...Read More
A. પ્રશ્નકર્તા : સરપ્લસ કોને કહેવાય ? દાદાશ્રી : સરપ્લસ તો તમે આજે આપો ને કાલે ચિંતા થાય એવું ઊભું થાય એ ના કહેવાય. હજુ છ મહિના સુધી આપણને ઉપાધિ નથી પડવાની...Read More
Q. દાન કેવી રીતે આપવું? ધર્માદો કેવી રીતે આપવો?
A. પૈસા વપરાઈ જશે એવી જાગૃતિ રખાય જ નહીં. જે વખતે જે ઘસાય તે ખરું. તેથી પૈસા વાપરવાનું કહેલું કે જેથી કરીને લોભ છૂટે ને ફરી ફરી અપાય. ઉપયોગ એ જાગૃતિ છે. આપણે...Read More
A. એક માણસ મને સલાહ પૂછતો હતો કે મારે આપવા છે, તે કેવી રીતે આપવા ? ત્યારે મેં કહ્યું, આને પૈસા આપવાની સમજણ પડતી નથી. મેં કહ્યું, 'તારી પાસે પૈસા છે ?' ત્યારે...Read More
A. પ્રશ્નકર્તા : આત્માર્થી માટે તો કીર્તિ અવસ્તુ છેને ? દાદાશ્રી : કીર્તિ તો બહુ નુકસાનકારક વસ્તુ છે. આત્માને રસ્તે કીર્તિ તો એની બહુ ફેલાય, પણ એ કીર્તિમાં એ...Read More
Q. ગરીબોને શા માટે દાન આપવું જોઈએ?
A. પ્રશ્નકર્તા : માનસિક શાંતિ મેળવવા માટે માણસે કોઈ ગરીબ હોય, કોઈ અશક્ત હોય, એની સેવા કરવી કે ભગવાનની ભજના કરવી કે કોઈને દાન આપવું ? શું કરવું ? દાદાશ્રી :...Read More
Q. પૈસા નો સદુપયોગ કેવી રીતે કરવો ?
A. પ્રશ્નકર્તા : પણ ધારો કે કોઈના પુણ્યકર્મે એની પાસે લાખો રૂપિયા થાય, તો એ ગરીબોમાં વહેંચી દેવા કે પછી પોતે જ ઉપયોગ કરવો ? દાદાશ્રી : નહીં, એ પૈસા ઘરના...Read More
Q. શું કાળાં નાણાંને દાનમાં આપવા જોઈએ?
A. એરણચોરી, સોયદાન ! પ્રશ્નકર્તા : ઘણા એમ કહે છે કે દાન કરે તો દેવ થાય એ ખરું છે ? દાદાશ્રી : દાન કરે છતાં નર્કે જાય એવાં ય છે. કારણ કે દાન કોઈના દબાણથી કરે...Read More
subscribe your email for our latest news and events