Related Questions

દાન અને લક્ષ્મી વચ્ચે શું સંબંધ છે?

પ્રશ્નકર્તા: તો લક્ષ્મીદાનની જગ્યા જ નથી?

દાદાશ્રી: લક્ષ્મીદાન એ જ્ઞાનદાનમાં આવી ગયું. અત્યારે તમે પુસ્તકો છપાવડાવો ને, તો એ લક્ષ્મી એમાં આવી ગઈ, એ જ્ઞાનદાન.

પ્રશ્નકર્તા: લક્ષ્મી થકી જ બધું થાય છે ને? અન્નદાન પણ લક્ષ્મી થકી જ અપાય છે ને?

દાદાશ્રી: ઔષધ આપવું હોય ને તોય આપણે સો રૂપિયાનું ઔષધ લાવીને પેલાને આપીએ ત્યારે ને? એટલે લક્ષ્મી તો બધામાં વાપરવાની જ. પણ લક્ષ્મીનું આ રીતે દાન હોય તે સારામાં સારું.

charity

લેતાંય કેવી ઝીણી સમજણ!

અહીં ફક્ત પુસ્તકો જે છપાય એ જ અને એટલી ખાતરી ખરી કે આ પુસ્તકોના પૈસા આવી મળશે, એની મેળે જ. એને માટે નિમિત્ત છે પાછળ, એ બધા આવી મળે છે. એમને કંઈ બૂમ પાડવી કે ભીખ માગવી પડતી નથી. કોઈ પાસે માંગીએ તો એને દુઃખ થાય. તો કહેશે કે આટલા બધા? 'આટલા બધા' કહ્યું કે તેની સાથે એને દુઃખ થાય છે. એવું આપણને ખાતરી થઈ ગઈને? અને કોઈને દુઃખ થયું એટલે આપણો ધર્મ રહ્યો નહીં. એટલે સહેજેય આપણાથી મંગાય નહીં. એ પોતે રાજીખુશીથી કહેતો હોય તો આપણાથી પૈસા લેવાય. એ પોતે જ્ઞાનદાનને સમજે તો જ લેવાય. એટલે જેણે જેણે આપ્યા છે ને, તે પોતે જ્ઞાનદાન સમજીને આપે છે. એની મેળે જ આપે છે. અત્યાર સુધી માગ્યું નથી.

અહીં પુસ્તક છપાવ્યું હોય ને તો પૈસા આપણા દીપે ને તે પુણ્યૈ હોય તો જ મેળ બેસે. પૈસા સારા હોય તો જ છપાવાય, નહીં તો છપાવાય નહીંને ને એ મેળ ખાય નહીં ને!  

×
Share on