Related Questions

ગુપ્ત દાન શું છે?

પ્રશ્નકર્તા : આત્માર્થી માટે તો કીર્તિ અવસ્તુ છેને ?

charity

દાદાશ્રી : કીર્તિ તો બહુ નુકસાનકારક વસ્તુ છે. આત્માને રસ્તે કીર્તિ તો એની બહુ ફેલાય, પણ એ કીર્તિમાં એ ઈન્ટરેસ્ટ ના પડે. કીર્તિ તો ફેલાય જ ને ! ચકચકિત હીરો હોય તે જોઈને સહુ કોઈ કહેને કે 'કેટલું સરસ લાઈટ આવે છે, એરીયા કેટલાં બધાં પડે, કહે ખરાં પણ એને પોતાને એમાં મઝા ના આવે. જ્યારે આ સંસારી સંબંધની કીર્તિઓ છે, એ કીર્તિ માટે જ ભિખારી છે. કીર્તિની ભીખ છે એને એટલા હારુ લાખ રૂપિયા હાઈસ્કૂલમાં આપે, દવાખાનામાં આપે, પણ કીર્તિ એને મળી જાય એટલે બહુ થઈ ગયું !

પાછાં તેય વ્યવહારમાં બોલે કે દાન ગુપ્ત રાખજો. હવે ગુપ્ત કો'ક જ આપે. બાકી સહુને કીર્તિની ભૂખ એટલે આપે. તો લોકોય વખાણ કરે કે ભાઈ, આ શેઠ, ઓહોહો, લાખ રૂપિયાનું દાન આપ્યું ! એટલો એનો બદલો અહીંનો અહીં જ મળી ગયો.

એટલે આપીને એનો બદલો અહીંનો અહીં જ લઈ લીધો. અને જેણે ગુપ્ત રાખ્યું, એને બદલો આવતે ભવે લેવાનો રાખ્યો. બદલો મળ્યા વગર તો રહેતો જ નથી. તમે લો કે ના લો, પણ બદલો તો એનો હોય છે જ.

પોતપોતાની ઇચ્છાપૂર્વક દાન આપવાનું હોય. આ તો બધું ઠીક છે, વ્યવહાર છે. કોઈ દબાણ કરે કે તમારે આપવા જ પડશે. પછી ફૂલહાર કરે એટલે આપે એ.

દાન ગુપ્ત હોવું જોઈએ. જેમ આ મારવાડી લોકો ભગવાનની પાસે છાનામાના નાખી આવે છેને ! કોઈને ખબરેય ના પડે તો એ ઊગે. 

×
Share on