Related Questions

દાન કેવી રીતે આપવું? ધર્માદો કેવી રીતે આપવો?

પૈસા વપરાઈ જશે એવી જાગૃતિ રખાય જ નહીં. જે વખતે જે ઘસાય તે ખરું. તેથી પૈસા વાપરવાનું કહેલું કે જેથી કરીને લોભ છૂટે ને ફરી ફરી અપાય.

charity

ઉપયોગ એ જાગૃતિ છે. આપણે શુભ કરીએ, દાન આપીએ, તે દાન કેવું ? જાગૃતિપૂર્વકનું કે લોકોનું કલ્યાણ થાય. કીર્તિ-નામ આપણને પ્રાપ્ત ના થાય એટલા માટે ઢાંક્યું આપીએ. એ જાગૃતિપૂર્વક કહેવાયને ! એનું નામ ઉપયોગ કહેવાય. પેલું તો નામ ના છપાયું હોય તો ફરી આપે નહીં.

એવું છે, શુભમાર્ગમાં પણ જાગૃતિ ક્યારે કહેવાય ? આ ભવમાં ને પરભવમાં લાભકારી થાય એવું શુભ હોય ત્યારે એને જાગૃતિ કહેવાય. નહીં તો એ દાન આપતો હોય, સેવા કરતો હોય, પણ આગળની જાગૃતિ એને કશી જ ના હોય. જાગૃતિપૂર્વક બધી ક્રિયા કરે તો આવતા ભવનું હિત થાય, નહીં તો ઊંઘમાં બધુંય જાય. આ દાન કર્યું તે બધું ઊંઘમાં ગયું ! જાગતાં ચાર આનાય જાય તો બહુ થઈ ગયું ! આ દાન આપે ને મહીં અહીંની કીર્તિની ઇચ્છા હોય તો તે બધું ઊંઘમાં ગયું. પરભવના હિતને માટે જે દાન અહીં આપવામાં આવે છે એ જાગતો કહેવાય. હિતાહિતનું ભાન એટલે પોતાનું હિત શેમાં છે ને પોતાનું અહિત શેમાં છે એ પ્રમાણે જાગૃતિ રહે તે ! આવતા ભવનું કંઈ ઠેકાણું ના હોય ને અહીં દાન આપતો હોય, તેને જાગૃત કઈ રીતે કહેવાય ? 

×
Share on