ધર્મોનો સાર
ભગવાન કોઈ પક્ષમાં હતા નહી. બધા ભગવાને એવું જ કહ્યું કે આત્મા જાણો અને મોક્ષને પામો. આ વીડિયોમાં નીરુમા બધા ધર્મોના સાર વિશે સમજાવે છે.
ઘણીવાર આપણે વિચારીએ છીએ કે, "મારે નેગેટિવ વિચારો નહોતા કરવા, છતાં તે આવી ગયા. મારે કોઈના વિશે કશું જ નેગેટિવ નહોતું બોલવું, છતાં બોલાઈ ગયું. મારે કોઈની સાથે ખરાબ વર્તન નહોતું કરવું, છતાં પણ તે થઈ ગયું." તો આવું કેમ થાય છે?
પરમ પૂજ્ય દાદાશ્રીએ આ ગૂંચવણ પાછળના રહસ્યનો ફોડ પાડ્યો છે. તેઓ કહે છે કે આપણા આજના વાણી, વર્તન અને વિચાર એ ગતભવમાં બંધાયેલા કારણોનું પરિણામ છે. કોઈ પણ પરિણામમાં કોઈ ફેરફાર લાવી શકતું નથી. જો કારણ બદલાય તો પરિણામ એની મેળે જ બદલાઈ જશે.
તો પછી, આપણે આપણા ભાવો કેવી રીતે બદલી શકીએ? પરમ પૂજ્ય દાદાશ્રી આપણને ભગવાન પાસે કેવી રીતે પ્રાર્થના કરવી અને શું માંગવું તે માટે તમામ શાસ્ત્રોના સત્ત્વનો સાર કાઢીને આ નવ કલમો આપી છે. આ નવ કલમો એ આપણા ભાવમાં ધરમૂળથી ફેરફાર કરવા માટેની ચાવી છે.
નવ કલમો બોલવાથી, આપણે આપણી બધી જ ભૂલો માટે ક્ષમા માંગીએ છીએ અને તે ભૂલો ફરીથી ના થાય તે માટે શક્તિ માંગીએ છીએ. નવ કલમો બોલવાથી (ભાવના ભાવવાથી), આપણા અંદરના નવા ભાવો પ્યૉર થઈ જાય છે.
ચાલો, આ નવ કલમો પાછળના વિશાળ વિજ્ઞાનને સમજવા માટે નીચેના પ્રશ્નોનો અભ્યાસ કરીએ...


Q. જ્યારે કોઈ ખોટું હોય ત્યારે શા માટે મારે તેનો અહમ્ ના દુભાવવો જોઈએ?
A. પ્રશ્નકર્તા: ધંધામાં સામાવાળાનો અહમ્ દુભાય નહીં એવા પ્રસંગો હંમેશાં નથી બનતા, કોઈકના ને કોઈકના તો... Read More
Q. વાણી કેવી રીતે સુધારવી? કઠોર(દુઃખદાયી) શબ્દો કેવી રીતે ટાળવા?
A. દાદાશ્રી: કઠોર ભાષા નહીં બોલવી જોઈએ. કો'કની જોડે કઠોર ભાષા બોલી ગયા ને તેને ખરાબ લાગ્યું તો આપણે... Read More
Q. ખોરાકની લાલચ હોય તો શું કરવું? આધ્યાત્મિક રીતે સમરસી ખોરાક એટલે શું?
A. દાદાશ્રી: આ જમતી વખતે તમને અમુક જ શાક, ટામેટાનું જ ગમે, તે તમને ફરી યાદ આવ્યા કરે તો લુબ્ધપણું થયું... Read More
Q. અભાવ અને તિરસ્કાર કેવી રીતે ટાળવા?
A. પ્રશ્નકર્તા: 'હે દાદા ભગવાન! મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત્માત્ર પણ અભાવ, તિરસ્કાર... Read More
Q. વિષયના વિચારો અને ઈચ્છાઓથી કેવી રીતે મુક્ત થવું?
A. પ્રશ્નકર્તા: 'હે દાદા ભગવાન! મને કોઈ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી-પુરુષ અગર નપુંસક, ગમે તે... Read More
Q. કોઈ પણ ધર્મનું પ્રમાણ શા માટે ના દુભાવવું?
A. પ્રશ્નકર્તા: 'હે દાદા ભગવાન! મને કોઈ પણ ધર્મનું કિંચિત્માત્ર પણ પ્રમાણ ન દુભાય, દુભાવાય કે... Read More
Q. કોઈને મોક્ષમાર્ગ તરફ કેવી રીતે દોરી જવા?
A. પ્રશ્નકર્તા: 'હે દાદા ભગવાન! મને જગતકલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ... Read More
Q. તમે તમારો આધ્યાત્મિક વિકાસ કેવી રીતે વધારી શકો?
A. એવું છે ને, આ કાળના હિસાબે લોકોને શક્તિ નહીં. આ જેટલી શક્તિ છે એટલું જ આપ્યું છે. આટલી ભાવના ભાવશે,... Read More
Q. સાર, તમામ શાસ્ત્રોનો: નવ કલમો આધ્યાત્મિક પ્રગતિ માટે
A. એક ભાઈને મેં કહ્યું કે આ નવ કલમોમાં બધું આવી ગયું. આમાં કશું બાકી રાખ્યું નથી. તમે આ નવ કલમો રોજ... Read More
Q. ઋણાનુબંધમાંથી કેવી રીતે મુક્ત થવું?
A. પ્રશ્નકર્તા: એ જે નવ કલમો આપી છે એ વિચાર, વાણી અને વર્તનની શુદ્ધતા માટે જ આપી છે ને? દાદાશ્રી: ના,... Read More


subscribe your email for our latest news and events
