Related Questions

કર્મનું સંચાલન કોણ કરે છે?

પ્રશ્નકર્તા : તો આ બધું ચલાવે છે કોણ ?

દાદાશ્રી : આ તો બધું આ કર્મનો નિયમ એવો છે કે તમે જે કર્મ કરો છો, એનાં પરિણામ એની મેળે કુદરતી રીતે આવે છે.

પ્રશ્નકર્તા : આ કર્મનાં ફળ આપણને ભોગવવાં પડે. એ કોણ નક્કી કરે ? કોણ ભોગાવડાવે ?

દાદાશ્રી : નક્કી કરવાની જરૂરત જ નથી. કર્મ 'ઈટસેલ્ફ' કર્યા કરે. એની મેળે પોતે જ થઈ જાય છે.

પ્રશ્નકર્તા : તો પછી કર્મના નિયમને કોણ ચલાવે છે ?

દાદાશ્રી : 2H ને O ભેગા થઈ જાય એ વરસાદ થઈ જાય, એ કર્મનો નિયમ.

પ્રશ્નકર્તા : પણ કોઈએ એને કર્યો હશેને, એ નિયમ ?

દાદાશ્રી : નિયમ કોઈ કરે નહીં. તો તો પછી માલિક ઠરે પાછો. કોઈને કરવાની જરૂર નથી. ઈટસેલ્ફ પઝલ થયેલું છે અને તે વિજ્ઞાનના નિયમથી થાય છે એને અમે 'ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' થી જગત ચાલે છે એમ કહીએ છીએ. એને ગુજરાતીમાં કહ્યું કે 'વ્યવસ્થિત શક્તિ' જગત ચલાવે છે.  

×
Share on