
પ્રશ્નકર્તા: બુદ્ધિ કાઢવી જ છે. કારણ કે, બહુ માર ખવડાવે છે.
દાદાશ્રી: તે બુદ્ધિ કાઢવી હોય તો બુદ્ધિ કંઈ (એમ ને એમ) જતી ના રહે. બુદ્ધિ તો આપણે એના કારણોને કાઢીએ તો આ કાર્ય જતું રહે. બુદ્ધિ એ કાર્ય છે. એના કારણો શું? વાસ્તવિકતામાં જે બન્યું, એને ન્યાય કહેવામાં આવે, ત્યારે એ જતી રહે. જગત શું કહે? વાસ્તવિકતાનું બનેલું ચલાવી લેવું પડે. અને ન્યાય ખોળ ખોળ કરે ને તેમાં ઝઘડાં ચાલુ રહે.
એટલે એમ ને એમ બુદ્ધિ ના જતી રહે. બુદ્ધિ જવાનો માર્ગ, એના કારણો ના સેવીએ તો બુદ્ધિ, એ કાર્ય ના થાય.
પ્રશ્નકર્તા: આપે કહ્યું ને કે બુદ્ધિ એ કાર્ય છે અને એના કારણો શોધો તો એ કાર્ય બંધ થઈ જાય.
દાદાશ્રી: એના કારણોમાં, આપણે છે તે ન્યાય ખોળવા નીકળ્યા, એ એનું કારણ. ન્યાય ખોળવાનું બંધ કરી દઈએ તો બુદ્ધિ જતી રહે. ન્યાય શેના માટે ખોળો છો? ત્યારે પેલી વહુ શું કહે? 'પણ તું મારી સાસુને ઓળખતી નથી. હું આવી ત્યારથી એ દુઃખ દે છે. એમાં મારો શો ગુનો?'
કોઈ ઓળખ્યા વગર દુઃખ દેતું હશે? એ ચોપડે જમે હશે તો તને આપ આપ કરે છે. ત્યારે કહે, 'પણ મેં તો એનું મોઢું જ જોયું નહોતું.' 'અરે, પણ તેં આ ભવમાં નથી જોયું, પણ આગલા ભવના ચોપડા શું કહે છે?' માટે જે બને એ જ ન્યાય.
ઘેર છોકરો દાદાગીરી કરે છે, એ દાદાગીરી એ જ ન્યાય. આ તો બુદ્ધિ દેખાડે છે, છોકરો થઈને બાપની સામે દાદાગીરી? જે બન્યું એ જ ન્યાય!
એટલે આ 'અક્રમ વિજ્ઞાન' શું કહે છે? જુઓ આ ન્યાય! લોક મને કહે છે, 'તમે બુદ્ધિ શી રીતે કાઢી નાખી?' ન્યાય ખોળ્યો નહીં એટલે બુદ્ધિ જતી રહે. બુદ્ધિ ક્યાં સુધી ઊભી રહે? ન્યાય ખોળીએ અને ન્યાયને આધાર આપીએ તો બુદ્ધિ ઊભી રહે, તો બુદ્ધિ કહેશે, 'આપણા પક્ષમાં છે ભાઈ.' એ કહેશે, 'આટલી સરસ નોકરી કરી અને આ ડાયરેક્ટરો શા આધારે વાંકું બોલે છે?' આ આધાર આપો છો? ન્યાય ખોળો છો? એ બોલે છે તે જ કરેક્ટ છે. અત્યાર સુધી કેમ નહોતા બોલતા? કયા આધારે નહોતા બોલતા? અત્યારે કયા ન્યાયના આધારે એ બોલે છે? વિચારતા ના લાગે કે એ બોલી રહ્યા છે, તે સપ્રમાણ છે? અલ્યા, પગારવધારો નથી આપતો એ જ ન્યાય છે. આપણાથી એને અન્યાય શી રીતે કહેવાય?
Book Name: બન્યું તે જ ન્યાય (Page #21 and Page #22)
Q. કુદરતી આફતો કે અકસ્માતમાં ભગવાન નિર્દોષ લોકોને કેમ દુઃખ આપે છે?
A. આજકાલ ટીવી કે ન્યૂઝ ચેનલોમાં જ્યારે અણબનાવો જોવા અને સાંભળવા મળે, ત્યારે આપણું હૃદય કંપી ઊઠે. પૂર,... Read More
Q. કોઈ આપણી સાથે ખોટું કામ કરે ત્યારે ન્યાય શું છે?
A. પોતાની આસપાસ કોઈ ખોટાં કામ, જેમ કે ચોરી, લૂંટફાટ, મારફાડ, દુરાચાર કે ભ્રષ્ટાચાર થતાં સાંભળીને... Read More
Q. દુનિયામાં સાચા લોકો દુઃખી અને ખોટું કામ કરનારા મોજમાં કેમ?
A. આપણે પોતાના જીવનમાં કે આસપાસ બનાવો બનતા જોઈએ છીએ કે બે ભાઈઓ વચ્ચે મિલકતની વહેંચણીમાં એક ભાઈ બધું... Read More
A. જીવનમાં ડગલે ને પગલે એવા પ્રસંગો બને છે, જ્યાં આપણને એમ લાગે કે મારી સાથે જ આવો અન્યાય કેમ? મારી... Read More
A. ભગવાન ન્યાય સ્વરૂપ નથી ને ભગવાન અન્યાય સ્વરૂપેય નથી. કોઈને દુઃખ ના હો એ જ ભગવાનની ભાષા છે.... Read More
A. આ જગતમાં તું ન્યાય જોવા જાય છે? બન્યું એ જ ન્યાય. આણે તમાચા માર્યા તો મારી ઉપર અન્યાય કર્યો એવું... Read More
Q. મારા જીવનમાં બનતી ઘટનાઓ માટે કોણ જવાબદાર છે?
A. આ બધું પ્રોજેક્શન તમારું જ છે. લોકોને શા માટે દોષ દેવો? પ્રશ્નકર્તા: ક્રિયાની પ્રતિક્રિયા છે... Read More
Q. શા માટે કોઈની પરસેવાની કમાણી પણ જતી રહે છે?
A. ત્યારે આ લોકો મને કહે છે કે આ ચોર લોકો શું કરવા આવ્યા હશે? આ બધા ગજવા કાપનારાની શી જરૂર છે?... Read More
Q. વારસાઈ મિલકત અને વસિયતના પ્રશ્નો કેવી રીતે ઉકેલવા?
A. એક ભાઈ હોય, એનો બાપ મરી જાય તો બધા ભાઈઓની જમીન છે, તે પેલા મોટા ભાઈની પાસે હાથમાં આવે. હવે મોટો... Read More
subscribe your email for our latest news and events
