Related Questions

તમારા દોષોનો પશ્ચાતાપ કેવી રીતે કરશો?

દુઃખ દીધું એટલે અતિક્રમણ કહેવાય. અને અતિક્રમણની ઉપર પ્રતિક્રમણ કરે તો એ ભૂંસાઈ જાય. એ કર્મ હલકું થઈ જાય.એને કંઈક દુઃખ થાય એવું આચરણ કરીએ તો એ અતિક્રમણ કહેવાય અને અતિક્રમણ ઉપર પ્રતિક્રમણ હોવું જોઈએ.

પ્રશ્નકર્તા : એ પ્રતિક્રમણ કેવી રીતે કરવાનું ?

દાદાશ્રી : આપણે જો જ્ઞાન લીધું હોય તો એના આત્માની આપણને ખબર પડે. એટલે આત્માને ઉદ્દેશીને કરવાનું, નહીં તો ભગવાનને ઉદ્દેશીને કરવાનું, હે ભગવાન ! પશ્ચાત્તાપ કરું છું, માફી માગું છું અને ફરી નહીં કરું હવે. બસ એ પ્રતિક્રમણ !

પ્રશ્નકર્તા : ધોવાઈ જાય ખરું એ ?

દાદાશ્રી : હા, હા, ચોક્કસ વળી !! પ્રતિક્રમણ કર્યું એટલે પછી રહે નહીં ને ?! બહુ મોટું કર્મ હોય તો આમ બળેલી દોરી જેવું દેખાય પણ હાથથી અડીએ તો ખરી પડે.

પ્રશ્નકર્તા : એ પસ્તાવો કેવી રીતે કરું ? બધાંને દેખતાં કરું કે મનમાં કરું ?

દાદાશ્રી : મનમાં. મનમાં દાદાજીને યાદ કરીને કે આ મારી ભૂલ થઈ છે હવે ફરી નહીં કરું - એવું મનમાં યાદ કરીને કરવાનું એટલે ફરી એમ કરતાં કરતાં એ બધું દુઃખ ભૂલાઈ જાય. એ ભૂલ તૂટી જાય છે. પણ એવું ના કરીએ તો પછી ભૂલો વધતી જાય.

આ એકલો જ માર્ગ એવો માર્ગ છે કે પોતાના દોષ દેખાતા જાય અને શૂટ થતા જાય, એમ કરતાં કરતાં દોષ ખલાસ થતાં જાય.  

×
Share on