Related Questions

જીવનમાં એડજસ્ટમેન્ટ લેવા એ સંબંધોને સાચવવાનો સૌથી સરળ ઉપાય શા માટે છે?

ઘણી વખત એવો સમય આવે કે તમને ખબર હોય કે તમે સાચા છો છતાં પણ તમારે એડજસ્ટમેન્ટ લેવા પડે છે. તમે તમારી જાતને પુછો, “હું સાચો છું, તો શા માટે મારે જ એડજસ્ટમેન્ટ લેવા ?” આવી પરિસ્થિતિમાં તમે તમારા મનને સંબંધોને સાચવવા માટે એડજસ્ટમેન્ટના ફાયદાઓ યાદ કરાવીને શાંત કરી શકશો. તે આ પ્રમાણે છે: 

  • જો તમને બીજા સાથે એડજસ્ટ થતાં આવડે તો, તમારે જીવનમાં ક્યારેય દુઃખ કે ભોગવટો સહન કરવાનું નહી આવે અને તમારા સંબંધો હંમેશા સારા રહેશે.
  • જો તમે એડજસ્ટ થશો તો બીજા લોકોને દુઃખ નહી આપો અને તેથી તેઓ તમારી સાથે વેર નહીં બાંધે..
  • જો તમે એડજસ્ટ થશો તો તમારી સૂઝ વધશે. તેનો મતલબ કે સમસ્યાઓનું નિરાકરણ કરવાની તમારી શક્તિ વધી જશે. જેના પરિણામે તમારી કાર્યક્ષમતા વધી જશે.
  • જો તમે એડજસ્ટમેન્ટ લેશો તો ન માત્ર તમારું વર્તમાન સુધરી જશે પરંતુ તમારું ભવિષ્ય પણ સુધરી જશે.
  • જ્યારે તમે બીજા સાથે એડજસ્ટ થાવ છો, ત્યારે તેના મનને દુઃખ ન થાય તેનું ધ્યાન રાખો છો, આવું કરતાં તમારા ઘણાં બધા ક્રોધ, માન, માયા અને લોભ નાશ પામશે. આના પરિણામરૂપે તમે તમારી જાતને સુધારી રહ્યા છો.
  • તમને માનસિક શાંતિ મળશે.
  • તમે સારા સંબંધોમાં એડજસ્ટ થઈને અથડામણ ટાળશો અને તેથી જ તમારું જીવન સરળતાથી ચાલશે.
  • તમે સારા લાંબા સમય ચાલે તેવા સંબંધો જાળવી શકશો.
  • લોકો તમારી સાથે રહેવા માંગશે. તમને માન આપશે.
  • જો તમે બીજા સાથે એડજસ્ટ થશો, વહેલા નહિ તો મોડા તમારી આસપાસના લોકો પણ તમને સહકાર આપશે.
  • જો તમે તમારી આજુબાજુનાં લોકો સાથે હંમેશા એડજસ્ટ થશો તો, તે લોકો તેની નોંધ લેશે. જો ભૂલથી તમારાથી કોઈ મોટી ભૂલ થઈ ગઈ, તો મોટાભાગે તો એવી રીતે વર્તશે કે જાણે કાંઈ જ બન્યું નથી. એટલું જ નહીં પણ, તેઓ તમારી સાથે જ ઉભા રહેશે જ્યાં સુધી (સમસ્યાનો નિવેડો ના આવી જાય) પ્રોબ્લેમ ઉકેલાય ના જાય.
  • જો તમે બીજા સાથે એડજસ્ટ થશો તો, તમે એ લોકોને સુખ આપો છો, આમ કુદરત પણ તમને તમારા જીવન અને કારકિર્દીની પ્રગતિમાં તમને યારી આપશે.

જેની જોડે ના ફાવે ત્યાં જ શક્તિ કેળવવાની છે. ફાવ્યું ત્યાં તો શક્તિ છે જ. ના ફાવે એ તો નબળાઈ છે. મારે બધા જોડે કેમ ફાવે છે ? જેટલાં 'એડજસ્ટમેન્ટ' લેશો તેટલી શક્તિઓ વધશે અને અશક્તિઓ તૂટી જાય. સાચી સમજણ તો બીજી બધી ઊંધી સમજણને તાળાં વાગશે ત્યારે જ થશે.

સુંવાળા જોડે તો સહુ કોઈ 'એડજસ્ટ' થાય પણ વાંકા-કઠણ-કડક જોડે, બધાં જ જોડે 'એડજસ્ટ' થતાં આવડ્યું તો કામ થઈ ગયું. ગમે તેટલો નાગામાં નાગો માણસ હોય તો પણ તેની જોડે 'એડજસ્ટ' થતાં આવડે, મગજ ખસે નહીં તે કામનું ! ભડકે તો ચાલે નહીં. જગતની કોઈ વસ્તુ આપણને 'ફીટ' થાય નહીં, આપણે એને 'ફીટ' થઈએ તો આ દુનિયા સરસ છે અને એને 'ફીટ' કરવા જઈએ તો દુનિયા વાંકી છે. એટલે 'એડજસ્ટ એવરીવ્હેર' ! આપણે એને ફીટ થઈએને તો વાંધો નથી.

એડજસ્ટ નહી થવાના ગેરફાયદા (નુક્શાન) : 

  • જો તમે એડજસ્ટ નહી થાવ તો, લોકો તમને ટાળશે અને તમને ગાંડા ગણશે.
  • તમે એડજસ્ટ નહી થાવ તો તમે તો દુઃખ ભોગવશો જ પણ બીજા વ્યકિતને દુઃખ થશે.
  • જો તમે એડજસ્ટ નહી થાવ તો સામો અકળાશે અને તેના લીધે અનિવાર્યપણે અથડામણ થશે જ.
  • એડજ્સ્ટ ના થઈને તમે જો સામાને દુઃખ આપશો, તે તમારે સાથે વેર બાંધશે. આના લીધે આવતે ભવ તમારે (દુઃખ) ભોગવવું પડશે.
  • જો તમે એડજસ્ટ નહી થાવ તો અનંત અવતાર ભટકશો.
×
Share on