Related Questions

આધ્યાત્મિક બાબતોમાં ગર્વ અને કેફ રૂપી અહંકાર અને સ્વછંદી બુદ્ધિ નો ભય રાખવો જોઈએ?

ક્રમિક માર્ગમાં તો કયારેય પોતાના દોષ પોતાને દેખાય જ નહીં. 'દોષો તો ઘણા છે પણ અમને દેખાતા નથી'-એવું જો કહે તો હું માનું કે તું મોક્ષનો અધિકારી છે. પણ જે કહે કે, 'મારામાં બે-ચાર જ દેખાય છે', તે અનંત દોષથી ભરેલો છે. ને કહે છે કે બે-ચાર જ છે ! તે તને બે-ચાર દોષ જ દેખાય છે, તેથી એટલા જ તારામાં દોષ છે એમ તું માને છે ?

મહાવીર ભગવાનના માર્ગને કયારે પામ્યો કહેવાય ? જયારે રોજ પોતાના સો સો દોષો દેખાય, રોજ સો સો પ્રતિક્રમણ થાય ત્યાર પછી મહાવીર ભગવાનના માર્ગમાં આવ્યો કહેવાય. 'સ્વરૂપનું જ્ઞાન' તો હજી એની પછી ક્યાંય દૂર છે. પણ આ તો ચાર પુસ્તકો વાંચીને સ્વરૂપ પામ્યાનો કેફ લઇને કરે છે. આ 'સ્વરૂપ'નો એક છાંટો પણ પામ્યો ન કહેવાય. જયાં 'જ્ઞાન' અટકયું છે ત્યાં કેફ જ વધે. કેફથી જ્ઞાનાવરણ અને દર્શનાવરણ ખસવાનું અટકયું છે. મોક્ષે જવા માટે માત્ર તારી આડાઇ જ નડે છે. બીજી એકેય વસ્તુ નડતી નથી. મોટામાં મોટાં ભયસ્થાનો એ સ્વચ્છંદ અને કેફ છે !

સાધુ મહારાજોની એક ભૂલ, કે જે ઉદયકર્મનો ગર્વ લે છે, એ જો થતી હોય અને તેટલી એક ભૂલ જ જો ભાંગે તો તો કામ જ થઇ જાય. ઉદયકર્મનો ગર્વ મહારાજને છે કે નહીં એટલું જ જોવાનું હોય, બીજું બહારનું કશું જ જોવાનું ના હોય. કષાયો હશે તો ચાલશે પણ ઉદયકર્મનો ગર્વ ના હોવો જોઇએ. બસ, આટલું જ જોવાનું હોય.

Related Questions
  1. લોકોને ભય શા માટે લાગે છે?
  2. ભયની અસર શાના લીધે ઉત્પન્ન થાય છે?
  3. જુઠું બોલવાનું, ચોરી કરવાનું કે કોઈને છેતરવાનું કારણ શું હોય છે અને શું એનું ફળ મળે?
  4. મૃત્યુનાં ભયથી કેવી રીતે મુક્તિ મળે?
  5. નિર્ભયતા કેવી રીતે લાવી શકાય અને તેની અસર કેવી હોય છે?
  6. ભય પાછળનું વિજ્ઞાન શું છે?
  7. શા માટે આપણને થતા નેગેટીવ ભાવોનો ભય રાખવો જોઈએ?
  8. બધા જીવોને અભયદાન કેવી રીતે આપી શકાય?
  9. અહિંસા કેવી રીતે પળાય? શા માટે આપણે ત્રસકાય જીવોને દુઃખ કે પીડા ના પહોંચાડવી જોઈએ?
  10. આધ્યાત્મિક બાબતોમાં ગર્વ અને કેફ રૂપી અહંકાર અને સ્વછંદી બુદ્ધિ નો ભય રાખવો જોઈએ?
  11. આત્માના અસ્તિત્વ સંબંધી શંકા કોને છે?
  12. માનસિક, શારીરિક કે કોઈ પણ પ્રકારના ભય અને ભોગવટાથી મુકિત કેવી રીતે થાય?
  13. જ્ઞાનીનાં શરણે જવાથી ભયથી મુકિત કેવી રીતે થાય?
  14. આત્મજ્ઞાનથી તમામ પ્રકારના ભયથી કેવી રીતે મુક્તિ થાય?
×
Share on