Related Questions

ચોરી અને ભ્રષ્ટાચારથી પૈસા કમાવવાની જવાબદારી શું આવે?

પ્રશ્નકર્તા: લક્ષ્મી શાથી ખૂટે છે?

દાદાશ્રી: ચોરીઓથી. જ્યાં મન-વચન-કાયાથી ચોરી નહીં થાય ત્યાં લક્ષ્મીજી મહેર કરે. લક્ષ્મીનો અંતરાય ચોરીથી છે. ટ્રિક અને લક્ષ્મીને વેર. સ્થૂળ ચોરી બંધ થાય ત્યારે તો ઊંચી નાતમાં જન્મ થાય. પણ સૂક્ષ્મ ચોરી એટલે કે ટ્રિકો કરે એ તો હાર્ડ રૌદ્રધ્યાન છે. ટ્રિકો તો હોવી જ ના જોઈએ. ટ્રિકો કરી કોને કહેવાય? 'બહુ ચોખ્ખો માલ છે' કહીને ભેળસેળવાળો માલ આપીને ખુશ થાય. ને જો આપણે કહીએ કે, 'આવું તો કરાતું હશે?' તો એ કહે કે, 'એ તો એમ જ કરાય.' પણ પ્રામાણિકપણાની ઇચ્છાવાળાએ શું કહેવું જોઈએ કે 'મારી ઇચ્છા તો સારો માલ આપવાની છે. પણ માલ આવો છે એ લઈ જાવ.' આટલું કહે તો પણ જોખમદારી આપણી નહીં!

એટલે આ બધા ક્યાં સુધી પ્રામાણિક છે? કે જ્યાં સુધી કાળાબજારનો એને અધિકાર પ્રાપ્ત થયો નથી. 

Reference: Book Excerpt: પૈસાનો વ્યવહાર (Page #19 - Paragraph #3 to #5)

મમતા રહિતતા

પોતાનામાં કોઈ ભાગીદારી કરે નહીં, મહીં આમ હાથે ય ઘાલે નહીં. આ તો અક્કલનો ઈસ્કોતરો હોય તે કર્યા જ કરે. આપણે છોકરાને પૂછીએ કે 'અલ્યા ભાઈ આ ચોરીઓ કરી કરીને ધન કમાઈએ છીએ.' ત્યારે એ કહે, 'તમારે કમાવવું હોય તો કમાવ, અમારે એવું નથી જોઈતું, ઉપરથી પાછી બૈરી કહે, આખી જિંદગી ખોટાં કર્યાં છે. હવે છોડી દો ને બળ્યાં? તો ય ના છોડે મૂઓ.

આપવાનું શીખ્યો ત્યારથી સદ્બુધ્ધિ ઉત્પન્ન થઈ. અનંત અવતારથી આપવાનું શીખ્યો જ નથી. એંઠવાડો ય આપવાનો એને પસંદ નથી, એવો મનુષ્યનો સ્વભાવ! ગ્રહણ કરવાની જ ટેવ છે એને! તેમાં જાનવરમાં હતો તોય ગ્રહણ કરવાની જ ટેવ, આપવાનું નહીં! એ જ્યારે આપવાનું શીખે ત્યારથી મોક્ષ ભણી વળે છે.

ચેક આવ્યો ત્યાંથી જ સમજોને કે આને વટાવીશ એટલે પૈસા આવશે! તે આ તો ચેક લઈને આવ્યા હતા. અને તે આજ વટાવ્યો તમે! વટાવ્યામાં શું મહેનત તમે કરી? ત્યારે લોક કહેશે, હું આટલું કમાયો, મેં મહેનત કરી! અલ્યા, એક ચેક વટાવી લાવ્યો એમાં મહેનત કરી કહેવાય? તે પાછો જેટલાનો ચેક હોય એટલો જ વટાવાય. વધારે ના મળે ને? એ તમને સમજાયું?     

Reference: Book Name: પૈસાનો વ્યવહાર (Page #61 - Paragraph #5, Page #62 - Paragraph #1 to #3)

Related Questions
  1. પૈસાનો સિદ્ધાંત શું છે? અનીતિના પૈસા વાપરવાનું પરિણામ શું આવે? અને તમે પ્રામાણિકતાથી કેવી રીતે વધારે પૈસા કમાઈ શકો?
  2. ચોરી અને ભ્રષ્ટાચારથી પૈસા કમાવવાની જવાબદારી શું આવે?
  3. શા માટે મારે પ્રામાણિકતાથી પૈસા કમાવા જોઈએ? શું નીતિનું ધન, મને મનની શાંતિ આપી શકશે?
  4. શું વાંકા લોકોની સાથે સીધા થવું એ મૂર્ખામી છે? સ્વાર્થી લોકો સાથે કેવી રીતે વર્તવુ જોઈએ?
  5. પ્યોરિટી અને મુકિત- આ બંને વૈજ્ઞાનિક રીતે એકબીજાની સાથે કેવી રીતે સંકળાયેલા છે? શું પ્યોરિટીનું અંતિમ પરિણામ મોક્ષ છે?
  6. શુધ્ધ ચિત્ત કેવી રીતે કર્મોનું શુદ્ધિકરણ કરે છે? શું પ્રામાણિકતાનાં પરિણામ સ્વરૂપે સંસાર વ્યવહાર શુદ્ધ થઈ શકે?
  7. કેવી રીતે ચિત્તશુધ્ધિ થાય, એટલે કે સત્ ચિત્ આનંદ સ્વરૂપ બની શકાય?
  8. બોલેલા શબ્દોની શું અસર થાય? વાણીમાં કેવી રીતે પ્યોરિટી આવે અને વચનબળ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે?
  9. શુદ્ધતાથી મળેલી લક્ષ્મીની નિશાની શું છે? અશુધ્ધ અને ભ્રષ્ટાચારથી મેળવેલા પૈસાના પરિણામ શું આવે છે?
  10. કોઈ વ્યકિત પ્યોર કેવી રીતે બની શકે?
  11. પ્યોરિટીમાંથી ઉદભવતા શીલનું બળ શું છે? ઓરાની શકિતના ગુણો ક્યા ક્યા છે?
  12. શુદ્ધાત્મા એ શું છે? તે આત્માથી કઈ રીતે જુદો છે? શુદ્ધાત્માની જાગૃતિમાં રહેવાથી પ્યોરિટી તરફ કેવી રીતે જવાય?
  13. શીલવાન કોને કહેવાય? શીલવાન અને ચારિત્રવાનના વાણીના લક્ષણો શું હોય છે?
  14. મારો અનીતિવાળો વ્યવહાર હોવા છતાં હું કેવી રીતે નીતિથી ધંધો કરી શકું? અપ્રામાણિક હોવા છતાં હું કેવી રીતે પ્રામાણિક બની શકું?
×
Share on