નીતિ અને પ્રામાણિકતા
નીતિ એ શું છે? નીતિ એ વ્યવહારનું ફાઉન્ડેશન છે. નીતિથી જ ધર્મ અને અધ્યાત્મ પામી શકાય. નીતિ-પ્રામાણિકતાને સિન્સિયર કઈ રીતે રહેવું? ચાલો નિહાળીએ આ વિડીયોમાં…
ઘણા લોકો માને છે કે સંપત્તિમાંથી સુખ મળશે, પરંતુ ઘણા સંપત્તિવાન લોકોના જીવનમાં શાંતિ નથી હોતી. અને તેઓ સતત, ખૂબ જ તણાવમાં રહેતા હોય છે. બીજી બાજુ કેટલાક લોકો ખૂબ જ ઓછો પગાર મેળવતા હોવા છતાં આશ્ચર્યજનક સુખ અને શાંતિ ભર્યું જીવન જીવતા હોય છે. આ વિસંગતતાની પાછળનું કારણ શું છે? આ કેવી રીતે શક્ય છે?
પરમ પૂજ્ય દાદાશ્રી કહેતા કે, જ્યારે કોઈ વ્યકિત પૂછે કે ‘મારે સુખ જોઈએ છે’, તો હું તેને કહેતો કે ‘પ્રામાણિકતા અને નૈતિકતાથી જીવન જીવજે.’ પ્રામાણિકતા એ ધર્મનો ઊંચામાં ઊંચો પ્રકાર છે, કારણ કે, તે ભગવાનના સિદ્ધાંત પ્રમાણે છે. જો તમે પ્યોર વ્યક્તિ છો અને પ્રામાણિક જીવન જીવો છો, તો તમને તમારા કર્મોનું સારું ફળ મળશે. જો તમે અંદરથી પ્યોર હશો તો તમારું જીવન સરળતાથી ચાલશે અને જો તમે અંદરથી અપ્રામાણિક હશો, તો તમારા જીવનમાં એવું પ્રતિબિંબ પડશે (ખરાબ પરિણામ આવશે). આ કુદરતનો નિયમ છે.
પરંતુ, આ કાળમાં જો આપણે પ્રામાણિક અને નૈતિક જીવન જીવીએ તો લોકો આપણો ફાયદો ઉઠાવશે. ખરું ને! જ્યારે આપણી આસપાસની દરેક વ્યક્તિ આપણને છેતરવા માંગતી હોય ત્યારે પ્રામાણિક અને ચોખ્ખા રહેવું, એ કેવી રીતે શક્ય છે? જ્યારે તમે અત્રે પરમ પૂજ્ય દાદાશ્રીએ અગોપિત કરેલ પ્રામાણિકતા અને પ્યોરિટી પાછળનું વિજ્ઞાન વાંચશો, ત્યારે આ પ્રશ્નોના જવાબ જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો!


A. જ્યાં સુધી કોઈ દિવસ આડો ધંધો ના શરૂ થાય ત્યાં સુધી લક્ષ્મીજી જાય નહીં. આડો રસ્તો એ લક્ષ્મી જવા... Read More
Q. ચોરી અને ભ્રષ્ટાચારથી પૈસા કમાવવાની જવાબદારી શું આવે?
A. પ્રશ્નકર્તા: લક્ષ્મી શાથી ખૂટે છે? દાદાશ્રી: ચોરીઓથી. જ્યાં મન-વચન-કાયાથી ચોરી નહીં થાય ત્યાં... Read More
Q. શા માટે મારે પ્રામાણિકતાથી પૈસા કમાવા જોઈએ? શું નીતિનું ધન, મને મનની શાંતિ આપી શકશે?
A. કુદરત શું કહે છે? એણે કેટલા રૂપિયા વાપર્યા એ અમારે ત્યાં જોવાતું નથી. એ તો વેદનીય શું ભોગવી? શાતા... Read More
Q. શું વાંકા લોકોની સાથે સીધા થવું એ મૂર્ખામી છે? સ્વાર્થી લોકો સાથે કેવી રીતે વર્તવુ જોઈએ?
A. પ્રશ્નકર્તા: દુનિયા વાંકી છે, પણ આપણે આપણા સ્વભાવ પ્રમાણે સરળતાથી વર્તીએ તો મૂર્ખામાં ખપીએ છીએ, તો... Read More
A. વિજ્ઞાનથી મુક્તિ પ્રશ્નકર્તા: મોક્ષમાં જવાની ભાવના છે, પણ એ કેડીમાં ખામી છે તો શું... Read More
A. ચિત્તશુદ્ધીકરણ એ જ અધ્યાત્મસિદ્ધિ! પ્રશ્નકર્તા: કર્મની શુદ્ધિ કેવી રીતે થાય? દાદાશ્રી:... Read More
Q. કેવી રીતે ચિત્તશુદ્ધિ થાય, એટલે કે સત્ ચિત્ આનંદ સ્વરૂપ બની શકાય?
A. શુદ્ધ ચિદ્રૂપ પ્રશ્નકર્તા: ચિત્તની શુદ્ધિ કેવી રીતે થાય? દાદાશ્રી: આ ચિત્તની શુદ્ધિ જ કરી રહ્યા... Read More
Q. બોલેલા શબ્દોની શું અસર થાય? વાણીમાં કેવી રીતે પ્યોરિટી આવે અને વચનબળ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે?
A. પ્રશ્નકર્તા: ઘણી વખત એવું નથી બનતું કે આપણને સામાનો વ્યૂ પોઈન્ટ જ ખોટો દેખાતો હોય, એટલે પછી આપણી... Read More
A. હંમેશાં જો લક્ષ્મી નિર્મળ હોય તો બધું સારું રહે, મન સારું રહે. આ લક્ષ્મી માઠી પેઠી છે તેનાથી ક્લેશ... Read More
Q. કોઈ વ્યકિત પ્યોર કેવી રીતે બની શકે?
A. પ્રશ્નકર્તા: શુદ્ધતા લાવવા શું કરવું? દાદાશ્રી: કરવા જશો તો કર્મ બંધાશે. 'અહીં' કહેવાનું કે અમારે... Read More
Q. પ્યોરિટીમાંથી ઉદ્ભવતા શીલનું બળ શું છે? ઓરાની શકિતના ગુણો કયા કયા છે?
A. શીલનો પ્રભાવ એવો છે કે જગતમાં એનું કોઈ નામ ના દે. બધીય આંગળીઓએ સોનાની વીંટીઓ ઘાલેલી હોય, અહીં આખા... Read More
A. શુદ્ધતા વર્તવા કાજે, 'શુદ્ધાત્મા' કહો! પ્રશ્નકર્તા: આપે શુદ્ધાત્મા શાથી કહ્યો! આત્મા જ કેમ ના... Read More
Q. શીલવાન કોને કહેવાય? શીલવાન અને ચારિત્રવાનના વાણીના લક્ષણો શું હોય છે?
A. આ જગતના બધા જ્ઞાન શુષ્કજ્ઞાન છે. શુષ્કજ્ઞાનવાળા કોઈ શીલવાન પુરુષ હોય, એટલે શાસ્ત્રોથી ઉપર હોય એમાં,... Read More


subscribe your email for our latest news and events
