Related Questions

પ્યોરિટીમાંથી ઉદભવતા શીલનું બળ શું છે? ઓરાની શકિતના ગુણો ક્યા ક્યા છે?

શીલવાનનું ચારિત્રબળ

શીલનો પ્રભાવ એવો છે કે જગતમાં એનું કોઈ નામ ના દે. બધીય આંગળીઓએ સોનાની વીંટીઓ ઘાલેલી હોય, અહીં આખા શરીરે બધા સોનાના દાગીના પહેર્યા હોય ને બહારવટિયા ભેગા થયા હોય, બહારવટિયા જુએય ખરા પણ અડી શકે નહીં. બિલકુલ ગભરાવા જેવું જગત જ નથી. જે કંઈ ગભરામણ છે એ તમારી જ ભૂલનું ફળ છે, એમ અમે કહેવા આવ્યા છીએ. લોકો એમ જ જાણે છે કે જગત અડસટ્ટો છે.

કિંચિતમાત્ર તમને કશું કોઈ કરી શકે એમ છે જ નહીં, જો તમે કોઈનામાં સળી ના કરો તો, એની હું તમને ગેરન્ટી લખી આપું છું.

જે ભૂલ વગરના છે તેને તો બહારવટિયાઓના ગામમાંય કોઈ નામ ના દે! એટલો બધો તો પ્રતાપ છે શીલનો! શીલવાનનું-ચારિત્રવાનનું કોણ નામ દઈ શકે આખા જગતમાં! આખું જગત પોતાની માલિકીનું છે. અરે, એક વાળ પણ કોઈ વાંકો ના કરી શકે એવી સ્વતંત્ર માલિકીવાળું આ જગત છે.

જે લોકોને ચારિત્ર ના હોય એ લોકો ચારિત્રવાનને જુએ, તો ત્યાં તરત જ પ્રભાવિત થઈ જાય. જેમાં પોતે ખરાબ હોય ત્યાં સામાનો સારો માલ જુએ કે પ્રભાવિત થઈ જાય. ક્રોધી માણસ બીજા કોઈ શાંત પુરુષને જુએ તો પણ પ્રભાવિત થઈ જાય. આ જગતમાં તમારો પ્રભાવ પડવા માંડ્યો, ત્યાં તમે વિષય ખોળો તો પછી શું થાય? આ માસ્તર છોકરા પાસે શાક મંગાવે, બીજું મંગાવે તો પછી પ્રભાવ રહે? આને જ ‘વિષય’ કહ્યો છે. શીલવાનનો એવો પ્રભાવ પડે કે કોઈ ગાળો આપવાનું નક્કી કરીને આવ્યો હોય તો પણ સામે આવે કે એની જીભ સિવાઈ જાય. એવો આત્માનો પ્રભાવ છે! પ્રભાવ એટલે શું કે એને જોવાથી જ લોકોના ભાવ ઊંચા થાય. આ જ્ઞાન પછી પ્રભાવ વધે. પ્રભાવ એ આગળ ઉપર ચારિત્ર કહેવાય છે. બહુ ઊંચો પ્રભાવ થાય ત્યારે ચારિત્રવાન કહેવાય.

ચારિત્રબળની ઓળખ શું?

પ્રશ્નકર્તા: તો દાદા, આ ચારિત્રબળ શું છે? ચારિત્રવાન કોને કહેવાય?

દાદાશ્રી: ચારિત્રબળમાં બે જ ચીજ આવે; એક, બ્રહ્મચર્ય અને બીજું, કોઈને કિંચિતમાત્ર દુઃખ નહીં દેવું એ બેનો ગુણાકાર થાય ત્યારે ચારિત્રબળ ઉત્પન્ન થાય.

વ્યવહાર ચારિત્રમાં મુખ્ય બે વસ્તુ કઈ? એક વિષયબંધ. કયો વિષય? ત્યારે કહે છે, સ્ત્રીચારિત્ર વિષય. અને બીજું શું? લક્ષ્મી સંબંધી. લક્ષ્મી(નો વ્યવહાર) હોય ત્યાં આગળ ચારિત્ર હોઈ શકે નહીં.

પ્રશ્નકર્તા: લક્ષ્મી હોય ત્યાં ચારિત્ર ના હોય એ કેવી રીતે?

દાદાશ્રી: ત્યાં ચારિત્ર ના જ કહેવાયને! લક્ષ્મી આવી એટલે લક્ષ્મીથી તો વ્યવહાર કરવાનો બધો. અમારાથી લક્ષ્મી ના લેવાય.

‘ચારિત્રબળ શું છે’ તેની ઓળખ શેનાથી થાય? (ત્યારે કહે,)  બીજું કશું જોવાનું નહીં. ભગવા લૂગડાં પહેરે છે કે ધોળા લૂગડાં પહેરે છે, એ જોવાનું નહીં. ભાષા કેવી નીકળે છે, એના પરથી ચારિત્રબળની ઓળખ થાય. ચારિત્રબળ વધે એટલે તરત જ પ્રગમી જાય.

સંસારમાં વાણી નીકળી, એ ચારિત્રબળની ઓળખ કહેવાય. (એ) વાણી મીઠી-મધુરી, કોઈને આઘાત થાય નહીં, પ્રત્યાઘાત થાય નહીં, ઉપઘાત (અથડામણ) થાય નહીં એવી વાણી (હોય). કિંચિતમાત્ર દુઃખ ના થાય એવી વાણી નીકળે ને, તો બધું ચારિત્ર જ છે. દરેક માણસ કેવું બોલે છે, તેના પરથી (એનું) ચારિત્ર ઓળખાય.

Related Questions
  1. પૈસાનો સિદ્ધાંત શું છે? અનીતિના પૈસા વાપરવાનું પરિણામ શું આવે? અને તમે પ્રામાણિકતાથી કેવી રીતે વધારે પૈસા કમાઈ શકો?
  2. ચોરી અને ભ્રષ્ટાચારથી પૈસા કમાવવાની જવાબદારી શું આવે?
  3. શા માટે મારે પ્રામાણિકતાથી પૈસા કમાવા જોઈએ? શું નીતિનું ધન, મને મનની શાંતિ આપી શકશે?
  4. શું વાંકા લોકોની સાથે સીધા થવું એ મૂર્ખામી છે? સ્વાર્થી લોકો સાથે કેવી રીતે વર્તવુ જોઈએ?
  5. પ્યોરિટી અને મુકિત- આ બંને વૈજ્ઞાનિક રીતે એકબીજાની સાથે કેવી રીતે સંકળાયેલા છે? શું પ્યોરિટીનું અંતિમ પરિણામ મોક્ષ છે?
  6. શુધ્ધ ચિત્ત કેવી રીતે કર્મોનું શુદ્ધિકરણ કરે છે? શું પ્રામાણિકતાનાં પરિણામ સ્વરૂપે સંસાર વ્યવહાર શુદ્ધ થઈ શકે?
  7. કેવી રીતે ચિત્તશુધ્ધિ થાય, એટલે કે સત્ ચિત્ આનંદ સ્વરૂપ બની શકાય?
  8. બોલેલા શબ્દોની શું અસર થાય? વાણીમાં કેવી રીતે પ્યોરિટી આવે અને વચનબળ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે?
  9. શુદ્ધતાથી મળેલી લક્ષ્મીની નિશાની શું છે? અશુધ્ધ અને ભ્રષ્ટાચારથી મેળવેલા પૈસાના પરિણામ શું આવે છે?
  10. કોઈ વ્યકિત પ્યોર કેવી રીતે બની શકે?
  11. પ્યોરિટીમાંથી ઉદભવતા શીલનું બળ શું છે? ઓરાની શકિતના ગુણો ક્યા ક્યા છે?
  12. શુદ્ધાત્મા એ શું છે? તે આત્માથી કઈ રીતે જુદો છે? શુદ્ધાત્માની જાગૃતિમાં રહેવાથી પ્યોરિટી તરફ કેવી રીતે જવાય?
  13. શીલવાન કોને કહેવાય? શીલવાન અને ચારિત્રવાનના વાણીના લક્ષણો શું હોય છે?
  14. મારો અનીતિવાળો વ્યવહાર હોવા છતાં હું કેવી રીતે નીતિથી ધંધો કરી શકું? અપ્રામાણિક હોવા છતાં હું કેવી રીતે પ્રામાણિક બની શકું?
×
Share on