Related Questions

બોલેલા શબ્દોની શું અસર થાય? વાણીમાં કેવી રીતે પ્યોરિટી આવે અને વચનબળ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે?

પ્રશ્નકર્તા: ઘણી વખત એવું નથી બનતું કે આપણને સામાનો વ્યુપોઈન્ટ જ ખોટો દેખાતો હોય, એટલે પછી આપણી વાણી કર્કશભરી નીકળે?

દાદાશ્રી: એ દેખાયા કરતું હોય તેથી જ અવળું થાય છે ને! એ પૂર્વગ્રહો ને એ બધું જ નડે છે ને! ‘ખરાબ છે, ખરાબ છે’ એવો પૂર્વગ્રહ થયેલો તે પછી વાણી નીકળે તો એવી ખરાબ જ નીકળે ને!

જેને મોક્ષે જવું હોય, તેણે ‘આમ કરવું જોઈએ કે તેમ ના કરવું જોઈએ’ એવું ના હોય. જેમ તેમ કરીને પતાવટ કરીને ચાલવા માંડવાનું. એમાં પકડી ના રાખે. જેમ તેમ કરીને ઉકેલ લાવે.

એક જણને વાણી સુધારવી હતી. આમ ક્ષત્રિય હતો અને બંગડીઓનો વેપાર કરતો’તો. હવે એ બંગડીઓ અહીંથી બહારગામ લઈ જાય. તે શેમાં? ટોપલામાં લઈ જાય. ટોપલો માથે ઊંચકીને ના લઈ જાય. એક ગધેડી હતી ને, તેની પર આ ટોપલું બાંધીને બહારગામ લઈ જાય. ત્યાં આગળ એ ગામમાં બધાને બંગડીઓ વેચીને પછી રાતે વધી એ પાછો લઈને આવતો રહે. એ વારે ઘડીએ પેલી ગધેડીને કહે છે ‘હત્ ગધેડી, ચાલ જલદી’ આમ કરતો કરતો હાંકીને જાય ને, તે એક જણે એને સમજણ પાડી કે, ‘ભઈ, તું આ ત્યાં આગળ ગામોમાં ક્ષત્રિયાણીઓને બંગડીઓ ચઢાવે છે. તે અહીં તને આ ટેવ પડી જશે ને ત્યાં કોઈક દહાડો ગધેડી બોલીશ તો મારી મારીને તારું તેલ કાઢી નાખશે તે લોકો.’ ત્યારે એ કહે છે, ‘વાત તો સાચી છે. એક ફેરો હું એવું બોલી ગયેલો. મારે પસ્તાવું પડ્યું’તું.’ ત્યારે પેલો કહે છે, ‘તો તું એ ટેવ જ બદલી નાખ.’ ‘શી રીતે બદલી નાખું?’ ત્યારે પેલો કહે છે, ‘ગધેડીને તારે કહેવું કે હેંડ બા, હેંડ બા, બેની હેંડો.’ હવે એવી ટેવ પાડી એટલે ત્યાં આગળ ‘આવ બા, આવ બા’ એમ તેમ એણે ફેરવી નાખ્યું પણ. ‘આવ બા, આવ બા’ કરવાથી ગધેડીને એની પર આનંદ થઈ જવાનો છે? પણ એ ય સમજી જાય કે આ સારા ભાવમાં છે. ગધેડી ય એ બધું સમજે. આ જાનવરો બધું સમજે, પણ બોલે નહીં બિચારાં.

એટલે આમ ફરે ને! પ્રયોગ કંઈ કરીએ તો વાણી ફરે. આપણે જાણીએ કે આમાં ફાયદો છે ને આ નુકસાન થઈ પડશે તો ફેરફાર થાય પછી.(૫૩૩)

આપણે નક્કી કરીએ કે ‘કોઈને દુઃખ ના થાય એવી વાણી બોલવી છે. કોઈ ધર્મને અડચણ ના પડે. કોઈ ધર્મનું પ્રમાણ ના દુભાવાય એવી વાણી બોલવી જોઈએ.’ ત્યારે એ વાણી સારી નીકળે. ‘સ્યાદવાદ વાણી બોલવી છે’ એવો ભાવ કરે તો સ્યાદવાદ વાણી ઉત્પન્ન થઈ જાય.

પ્રશ્નકર્તા: પણ આ ભવમાં ગોખ ગોખ જ કરે કે ‘બસ, સ્યાદવાદ વાણી જોઈએ છે’ તો તે થઈ જાય ખરી?

દાદાશ્રી: પણ આ ‘સ્યાદવાદ’ સમજીને બોલે ત્યારે. એ પોતે સમજતો જ ના હોય ને બોલ બોલ કરે કે ગા ગા કરે તો કશું વળે નહીં.

કોની વાણી સારી નીકળે? કે ઉપયોગપૂર્વક બોલતો હોય. હવે ઉપયોગવાળો કોણ હોય? જ્ઞાની હોય. એ સિવાય ઉપયોગવાળા હોય નહીં. આ મેં ‘જ્ઞાન’ આપેલું છે, તેને ‘જ્ઞાન’ હોય, તેને ઉપયોગપૂર્વક નીકળી શકે. એ પુરુષાર્થ માંડે તો ઉપયોગપૂર્વક થઈ શકે. કારણ કે ‘પુરુષ’ થાય પછીનો પુરુષાર્થ છે. ‘પુરુષ’ થયા પહેલાં પુરુષાર્થ છે નહીં.(૫૩૫)

Related Questions
  1. પૈસાનો સિદ્ધાંત શું છે? અનીતિના પૈસા વાપરવાનું પરિણામ શું આવે? અને તમે પ્રામાણિકતાથી કેવી રીતે વધારે પૈસા કમાઈ શકો?
  2. ચોરી અને ભ્રષ્ટાચારથી પૈસા કમાવવાની જવાબદારી શું આવે?
  3. શા માટે મારે પ્રામાણિકતાથી પૈસા કમાવા જોઈએ? શું નીતિનું ધન, મને મનની શાંતિ આપી શકશે?
  4. શું વાંકા લોકોની સાથે સીધા થવું એ મૂર્ખામી છે? સ્વાર્થી લોકો સાથે કેવી રીતે વર્તવુ જોઈએ?
  5. પ્યોરિટી અને મુકિત- આ બંને વૈજ્ઞાનિક રીતે એકબીજાની સાથે કેવી રીતે સંકળાયેલા છે? શું પ્યોરિટીનું અંતિમ પરિણામ મોક્ષ છે?
  6. શુધ્ધ ચિત્ત કેવી રીતે કર્મોનું શુદ્ધિકરણ કરે છે? શું પ્રામાણિકતાનાં પરિણામ સ્વરૂપે સંસાર વ્યવહાર શુદ્ધ થઈ શકે?
  7. કેવી રીતે ચિત્તશુધ્ધિ થાય, એટલે કે સત્ ચિત્ આનંદ સ્વરૂપ બની શકાય?
  8. બોલેલા શબ્દોની શું અસર થાય? વાણીમાં કેવી રીતે પ્યોરિટી આવે અને વચનબળ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે?
  9. શુદ્ધતાથી મળેલી લક્ષ્મીની નિશાની શું છે? અશુધ્ધ અને ભ્રષ્ટાચારથી મેળવેલા પૈસાના પરિણામ શું આવે છે?
  10. કોઈ વ્યકિત પ્યોર કેવી રીતે બની શકે?
  11. પ્યોરિટીમાંથી ઉદભવતા શીલનું બળ શું છે? ઓરાની શકિતના ગુણો ક્યા ક્યા છે?
  12. શુદ્ધાત્મા એ શું છે? તે આત્માથી કઈ રીતે જુદો છે? શુદ્ધાત્માની જાગૃતિમાં રહેવાથી પ્યોરિટી તરફ કેવી રીતે જવાય?
  13. શીલવાન કોને કહેવાય? શીલવાન અને ચારિત્રવાનના વાણીના લક્ષણો શું હોય છે?
  14. મારો અનીતિવાળો વ્યવહાર હોવા છતાં હું કેવી રીતે નીતિથી ધંધો કરી શકું? અપ્રામાણિક હોવા છતાં હું કેવી રીતે પ્રામાણિક બની શકું?
×
Share on