અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો11 ડિસેમ્બર |
10 ડિસેમ્બર | to | 12 ડિસેમ્બર |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોવાંકા જોડે વાંકા થઈએ તો?
પ્રશ્નકર્તા: દુનિયા વાંકી છે પણ આપણે આપણા સ્વભાવ પ્રમાણે સરળતાથી વર્તીએ તો મૂર્ખામાં ખપીએ છીએ, તો સરળતા છોડીને વાંકા થવું કે મૂર્ખામાં ખપવું?
દાદાશ્રી: એવું છે કે કેટલાય અવતારની કમાણી હોય તો સરળતા ઉત્પન્ન થાય. જે વાંકો છે તે આપણી કમાણી ખોવડાવી નાખવા ફરે છે, તો આપણે આપણી કમાણી ખોઈ નાખીએ ખરા? પોતાની કમાણી ખોઈ નાખે તો આપણે પણ વાંકા જ થઈ ગયા, તો પછી આપણી પાસે રહ્યું શું? સામાન બધો ખલાસ થઈ ગયો! અને પછી નાદારી નીકળે!
પ્રશ્નકર્તા: એટલે એના કરતાં મૂર્ખામાં રહેવું સારું?
દાદાશ્રી: ના, આ જગતમાં કોઈ મૂરખ નથી એવું છે જ નહીં. જ્યાં બધાં મૂર્ખા જ છે એમાં છોને એ મૂર્ખા કહેતા! એટલે તમારે મનમાં એમ ના રાખવું કે મને મૂર્ખો માને છે. એ પછી ભાંજગડ શી? સરળતા તો બહુ અવતારે કમાણી થાય; તો એ કમાણી ખોઈ નાખવી એ તો બહુ જોખમ છે. અને તમે તો વકીલ, કોઈ દહાડો ખોવો જ નહીં. વિચાર કરીને કરો કે આવડી મોટી મૂડી તો ખોઈ નખાતી હશે? માટે આ ભલે થોડું ઘણું મળે, તેનો કંઈ વાંધો નથી. તમને મૂર્ખા માને, એમાં જે માને એની જોખમદારી છે, એને દોષ લાગશે. બોલે એની જોખમદારી છે, એમાં તમને શું? તમે સરળ રીતે વર્તો છો. સરળતા એ તો બહુ ઊંચી વસ્તુ છે. વાંકા જોડે સરળ રહેવું એ કંઈ જેવી તેવી વસ્તુ નથી, એ સહેલી વસ્તુ નથી. હવે જે કમાણી કરી હોય અને તમારે તે ખોઈ નાખવી હોય તો તમારે આ બધા જોડે બાથંબાથ કરવું.
Reference: દાદાવાણી Magazine October 2009 (Page #2 - Paragraph #6 to #9)
વાંકા જોડે એડજસ્ટ થાવ
પ્રશ્નકર્તા: વ્યવહારમાં રહેવાનું છે, તો 'એડજસ્ટમેન્ટ' એકપક્ષી તો ના હોવું જોઈએને?
દાદાશ્રી: વ્યવહાર તો એનું નામ કહેવાય કે 'એડજસ્ટ' થઈએ એટલે પડોશી ય કહે કે, 'બધા ઘેર ઝઘડા છે, પણ આ ઘેર ઝઘડો નથી.' એનો વ્યવહાર સારામાં સારો ગણાય. જેની જોડે ના ફાવે ત્યાં જ શક્તિ કેળવવાની છે. ફાવ્યું ત્યાં તો શક્તિ છે જ. ના ફાવે એ તો નબળાઈ છે. મારે બધા જોડે કેમ ફાવે છે? જેટલાં 'એડજસ્ટમેન્ટ' લેશો તેટલી શક્તિઓ વધશે અને અશક્તિઓ તૂટી જાય. સાચી સમજણ તો બીજી બધી ઊંધી સમજણને તાળાં વાગશે ત્યારે જ થશે.
સુંવાળા જોડે તો સહુ કોઈ 'એડજસ્ટ' થાય પણ વાંકા-કઠણ-કડક જોડે, બધાં જ જોડે 'એડજસ્ટ' થતાં આવડ્યું તો કામ થઈ ગયું. ગમે તેટલો નાગામાં નાગો માણસ હોય તો પણ તેની જોડે 'એડજસ્ટ' થતાં આવડે, મગજ ખસે નહીં તે કામનું! ભડકે તો ચાલે નહીં. જગતની કોઈ વસ્તુ આપણને 'ફીટ' થાય નહીં, આપણે એને 'ફીટ' થઈએ તો આ દુનિયા સરસ છે અને એને 'ફીટ' કરવા જઈએ તો દુનિયા વાંકી છે. એટલે 'એડજસ્ટ એવરીવ્હેર'! આપણે એને ફીટ થઈએને તો વાંધો નથી.
Reference: Book Name: એડજસ્ટ એવરીવ્હેર (Page #10 - Paragraph #1 to #3)
subscribe your email for our latest news and events