અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો21 માર્ચ |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
પ્રશ્નકર્તા : હવે સદગુરુ કોને કહેવો ?
દાદાશ્રી : એવું છે ને, સદગુરુ કોને કહેવો એ બહુ મોટી મુશ્કેલી છે. સદગુરુ કોને કહેવાય છે, શાસ્ત્રીય ભાષામાં ? કે સત્ એટલે આત્મા, એ જેને પ્રાપ્ત થયો છે એવા ગુરુ, એ સદગુરુ !
એટલે સદગુરુ એ તો આત્મજ્ઞાની જ કહેવાય, આત્માનો અનુભવ થયેલો હોય એમને. બધા ગુરુઓને આત્મજ્ઞાન ના હોય. એટલે જે નિરંતર સત્માં જ રહે છે, અવિનાશી તત્ત્વમાં રહે છે એ સદગુરુ ! એટલે સદગુરુ એ તો જ્ઞાની પુરુષ હોય.
પ્રશ્નકર્તા : શ્રીમદ્ રાજચંદ્ર કહી ગયા છે કે પ્રત્યક્ષ સદગુરુ વિના મોક્ષ થાય જ નહીં.
દાદાશ્રી : હા, ત્યાર વગર મોક્ષ થાય જ નહીં. અને સદગુરુ કેવા હોવા જોઈએ ? કષાયરહિત હોવા જોઈએ, જેમનામાં કષાય જ ના હોય. આપણે મારીએ, ગાળો ભાંડીએ, તોય કષાય ના કરે. એકલા કષાય રહિત જ નહીં, પણ બુદ્ધિ ખલાસ થઈ જવી જોઈએ. બુદ્ધિ ના હોવી જોઈએ. આ બુદ્ધિશાળીઓ પાસે આપણે મોક્ષ લેવા જઈએ, તો મોક્ષ એનો જ થયેલો નથી તો તમારો કેમ થાય ? એટલે ધોલ મારે તોય અસર નહીં, ગાળો ભાંડે તોય અસર નહીં, માર મારે તોય અસર નહીં, જેલમાં ઘાલે તોય અસર નહીં. દ્વંદ્વથી પર હોય. દ્વંદ્વ સમજ્યા તમે ? નફો-ખોટ, સુખ-દુઃખ, દયા-નિર્દયતા. એક હોય ત્યારે બીજું હોય જ, એનું નામ દ્વંદ્વ ! એટલે જે ગુરુ દ્વંદ્વાતીત હોય, તેને સદગુરુ કહેવાય.
આ કાળમાં સદગુરુ હોય નહીં. કો'ક જગ્યાએ, કોઈ ફેરો હોય. બાકી સદગુરુ હોય જ નહીં ને ! એટલે આ લોકો ગુરુને જ ઊંધી રીતે સદગુરુ માની બેઠાં છે. તેને લીધે આ બધું ફસાયેલું છે તે ! નહીં તો સદગુરુ મળ્યા પછી ચિંતા થતી હશે ?
પ્રશ્નકર્તા : દરેક લોકો પોતાના ગુરુને સદગુરુ લઈ મંડ્યા છે, એ શું છે ?
દાદાશ્રી : આપણા હિન્દુસ્તાનમાં બધા ધર્મોવાળા પોતપોતાના ગુરુને સદગુરુ જ કહે છે. કોઈ એકલા ગુરુ નથી કહેતા. પણ એનો અર્થ લૌકિક ભાષામાં છે. સંસારમાં જે બહુ ઊંચા ચારિત્રવાળા ગુરુ હોય, એને આપણા લોકો સદગુરુ કહે છે. પણ ખરેખર એ સદગુરુ ના કહેવાય. એને પ્રકૃતિના ગુણો બહુ ઊંચા હોય, ખાવા-પીવામાં સમતા રહે, વ્યવહારમાં સમતા હોય, વ્યવહારમાં ચારિત્રગુણ બહુ ઊંચા હોય, પણ એને આત્મા પ્રાપ્ત થયેલો ના હોય. એ સદગુરુ ના કહેવાય.
એવું છે ને, ગુરુ બે પ્રકારના. એક ગાઈડ રૂપી ગુરુ હોય. ગાઈડ એટલે એને આપણે ફોલો કરવાનું હોય. એ આગળ આગળ ચાલે મોનિટરની પેઠ. એને ગુરુ કહેવાય. મોનિટર એટલે તમે સમજ્યા ? જેને આપણે ફોલો કર્યા કરીએ. ત્રણ રસ્તા આવ્યા હોય તો એ ડીસાઈડ કરે કે 'ભાઈ, આ રસ્તે નહીં. પેલે રસ્તે ચાલો.' એટલે આપણે એ રસ્તે ચાલીએ. એને ફોલો કરવાનું હોય. પણ એ આપણી આગળ જ હોય. બીજે કશે આઘાપાછા ના હોય અને બીજા સદગુરુ ! સદગુરુ એટલે આપણને આ જગતના સર્વ દુઃખોથી મુક્તિ અપાવડાવે. કારણ કે એ પોતે મુક્ત થયેલા હોય ! એ આપણને એના ફોલોઅર્સ તરીકે ના રાખે. અને ગુરુને તો ફોલો કર્યા કરવું પડે આપણે. એના વિશ્વાસે ચાલવાનું. ત્યાં આપણું ડહાપણ નહીં વાપરવું અને ગુરુને સિન્સીયર રહેવું. જેટલાં સિન્સીયર હોય એટલી શાંતિ રહે.
ગુરુ તો આપણે અહીંથી સ્કૂલમાં ભણવા જઈએ છીએ ને, ત્યારથી ગુરુની શરુઆત થાય છે, તે ઠેઠ અધ્યાત્મના બારા સુધી ગુરુ લઈ જાય છે. પણ અધ્યાત્મની અંદર પેસવા દેતું નથી. કારણ કે ગુરુ જ અધ્યાત્મ ખોળતા હોય. અધ્યાત્મ એટલે શું ? આત્માની સન્મુખ થવું તે. સદગુરુ તો આપણને આત્માની સન્મુખ બનાવે.
એટલે આ ગુરુ અને સદગુરુમાં ફેર !
Book Name : ગુરુ-શિષ્ય (Page #34 Paragraph #2 to #6 , Page #35 full and Page #36 Paragraph #1,#2,#3)
A. પ્રશ્નકર્તા : ગુરુ રસ્તો બતાવી દે એ રસ્તે ચાલવાનું. પછી ગુરુની જરૂર કે ગુરુને છોડી દેવાના ? દાદાશ્રી : ના, જરૂર ઠેઠ સુધી. પ્રશ્નકર્તા : પછી શું જરૂર...Read More
Q. ગુરુનાં લક્ષણો શાં શાં હોવાં જોઈએ ? ગુરુની વ્યાખ્યા શું છે?
A. પ્રશ્નકર્તા : સાચા ગુરુનાં લક્ષણ ક્યાં ? દાદાશ્રી : જે ગુરુ પ્રેમ રાખે, જે ગુરુ આપણા હિતમાં હોય, એ જ સાચા ગુરુ હોય. આવાં સાચા ગુરુઓ ક્યાંથી મળે ! ગુરુને...Read More
Q. જીવંત ગુરુનું શું મહત્વ છે?
A. પ્રશ્નકર્તા : જે મહાન પુરુષો થઈ ગયા છે, હજારો વર્ષ પૂર્વે થઈ ગયેલા છે, એમને આપણે સમર્પણ કરીએ, તો એ સમર્પણ કરેલું કહેવાય ? અથવા એનાથી આપણો વિકાસ થાય ખરો ?...Read More
Q. ગુરુ અને જ્ઞાની પુરુષ એ બે વચ્ચે શું તફાવત છે?
A. પ્રશ્નકર્તા : ગુરુ અને જ્ઞાની પુરુષ એ બેનો તફાવત સમજાવો. દાદાશ્રી : જ્ઞાની પુરુષ અને ગુરુમાં તો બહુ ફેર ! હંમેશાં ગુરુ સંસારને માટે જ કરવામાં આવે છે....Read More
Q. શિષ્ય કોને કહેવાય? શિષ્યમાં કયા કયા ગુણો હોવા જોઈએ?
A. પ્રશ્નકર્તા : તો ગુરુ કરતી વખતે શિષ્યમાં કેવાં ગુણ હોવા જોઈએ ? દાદાશ્રી : અત્યારે શિષ્યમાં ગુણ ક્યાંથી સારા હોય ! અને તેય આ કળિયુગમાં ? બાકી, શિષ્ય તો...Read More
Q. ગુરુમાં આપણને શ્રદ્ધા હોય તો શું ફાયદો થાય?
A. પ્રશ્નકર્તા : ગુરુમાં આપણને શ્રદ્ધા હોય, પછી ગુરુમાં ગમે તે હોય, પણ આપણી શ્રદ્ધા હોય તો તે ફળે કે ના ફળે ? દાદાશ્રી : આપણી શ્રદ્ધા ફળે, પણ ગુરુ પર અભાવ ના...Read More
Q. ગુરુનું અવળું બોલવામાં જોખમ શું છે?
A. આજના આ પાંચમા આરાના જીવો બધા છે તે કેવા છે ? પૂર્વ વિરાધક જીવો છે. એટલે ગુરુમાં જો પ્રકૃતિના દોષે કરીને ભૂલચૂક થઈ જાય તો અવળું દેખે ને લોક વિરાધના કરી...Read More
Q. આમાં ભૂલ કોની ગુરુની કે શિષ્યની?
A. પ્રશ્નકર્તા : અત્યારે ગુરુઓ પૈસાની પાછળ જ હોય છે. દાદાશ્રી : એ તો આ લોકોય એવા છે ને ? લાકડાં વાંકાં છે એટલે આ કરવતી વાંકી આવી છે. આ લાકડાંય સીધા નહીં ને !...Read More
Q. મોક્ષમાર્ગનાં બાધક કારણો કયા કયા છે?
A. મોક્ષમાર્ગમાં બે વસ્તુ ના હોય. સ્ત્રીના વિચારો અને લક્ષ્મીના વિચારો ! જ્યાં સ્ત્રીનો વિચાર પણ હોય ત્યાં ધર્મ હોય નહીં, લક્ષ્મીનો વિચાર પણ હોય ત્યાં ધર્મ...Read More
Q. સાચા ગુરુ કોને કેહવાય? આધ્યાત્મિક ગુરુની પસંદગી કેવી રીતે કરવી?
A. ઉત્થાપન, એ તો ભયંકર ગુનો ! ગુરુને ગુરુ તરીકે માનીશ નહીં અને માનું તો પછી પૂંઠ ફેરવીશ નહીં ત્યાં આગળ. તને એ ના ગમતું હોય તો લોટું મૂક ! લોટાનો વાંધો નહીં...Read More
subscribe your email for our latest news and events